Ahmedabad civic center : અમદાવાદ શહેરના તમામ નાગરિક સુવિધા કેન્દ્ર હવે સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રહેશે. અમદાવાદ કોર્પોરેશનની સાતેય ઝોનલ ઑફિસ સહિત વિવિધ વિસ્તારોમાં 58 સિવિક સેન્ટરો આવેલા છે. નાગરિકોને પ્રોપર્ટી ટેક્સ ભરવા, જન્મ-મરણ, ગુમાસ્તા ધારા સહિતના સર્ટિફિકેટ મેળવવામાં કોઈ સમસ્યા ન પડે એ માટે નાગરિકો સુવિધા કેન્દ્રનો સમય વધારી સાત વાગ્યા સુધીનો કરાયો છે.
Ahmedabad civic center
Ahmedabad civic center સાંજે સાડા ચાર વાગ્યા પછી બંધ થતા હોવાના કારણે નાગરિકોની અનેક ફરિયાદો મહાનગરપાલિકા સુધી પહોંચતી ન હતી એટલે જ આ નિર્ણય લેવાયો છે. એટલું જ નહીં નાગરિક સુવિધા કેન્દ્ર સાંજે સાત વાગ્યા સુધી ચાલુ રહેશે તેના બોર્ડ લગાવવાના પણ આદેશ કરાયા છે. સાથે જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ સમારકામની કામગીરી ચાલી રહી છે. જે પૈકી 31 ડિસેમ્બર સુધીમાં 85 રોડ પૂરા થશે.
કોન્ટ્રાક્ટથી અપાયેલા પે એન્ડ પાર્કિંગના વાહનોના ભાડાની વિગત, કોન્ટ્રાક્ટરના નામ સહિતના બોર્ડ લગાવવા ફરજિયાત કરાયા છે. શહેરના તમામ વોર્ડમાં મહિનામાં વોર્ડ કમિટીની બેઠક યોજી નાયબ મનપા કમિશ્નરને મોનિટરિંગ કરવાની સૂચના અપાય છે. સાથે જ મોનિટરિંગનું રિપોર્ટ પણ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવાના આદેશ કરાયા છે.
અમદાવાદ અને મુંબઇ વચ્ચે મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર
અમદાવાદ અને મુંબઇ વચ્ચે મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. હવે અમદાવાદથી મુંબઇ બે કલાક વહેલા પહોંચી શકાશે. અમદાવાદ-મુંબઈ વચ્ચે 160 કિમી ઝડપે ટ્રેન દોડશે. માર્ચ 2024થી ટ્રેનની શરૂઆત થાય તેવી સંભાવના છે. 3 હજાર 950 પ્રોજેક્ટની 95 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે.
હવે આ સેન્ટરો સાંજના 7 વાગ્યા સુધી ચાલુ રહેશે
માર્ચ 2024થી અમદાવાદથી મુંબઈ શતાબ્દી, વંદે ભારત જેવી ટ્રેનમાં બે કલાક વહેલા પહોંચી શકાશે. પ્રીમિયમ ટ્રેનમાં હાલ અમદાવાદ-મુંબઈનું 524 કિલોમીટરનું અંતર 6થી 8 કલાકનો સમય લાગે છે. પરંતુ માર્ચ 2024થી 4થી 6 કલાકમાં અમદાવાદથી મુંબઇ પહોંચી શકાશે જેના કારણે મુસાફરોના બે કલાક બચશે.
અગત્યની લિંક
- હોમ પેજ : અહિ ક્લિક કરો
- Read more: Click here
પ્રશ્ચિમ રેલવે મુંબઈથી નાગડા અને વડોદરાથી અમદાવાદ એમ બે કોરિડોરમાં ત્રણ હજાર 950 કરોડના ખર્ચે કામગીરી ચાલી રહી છે. જેમાં વિવાર-સુરત વચ્ચેના 15માંથી 13 સ્ટેશન વચ્ચેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. સાથે જ સલામતીના ભાગરૂપે આ મુંબઈ-અમદાવાદના રૂટમાં બીની ફેન્સિંગ સિસ્ટમ મુકવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.