Ahmedabad : Ahmedabad શહેરમાં અનેકવાર ચેઇન સ્નેચિંગની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે મોટેભાગે ચાલુ વાહન પર ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપવામાં આવતો હોય છે. પરંતુ આ વખતે સ્નેચરોએ અનોખી મોડસ ઓપરેન્ડી વાપરી હતી અને મહિલાની ગળામાંથી સોનાનો દોરી ખેંચીને પલાયન થઈ ગયા હતા.વૃદ્ધા હિંચકા પરથી ઉભી થઈને એકટીવાચાલક પાસે પહોંચી ત્યારે ચેન સ્નેચરોએ મહિલાને સરનામું પૂછ્યું બાદમાં એક્ટિવાની પાછળની સીટ પર બેઠેલા શખ્શે પીવા માટે પાણી માંગ્યું હતું.
Ahmedabadમાં પહેલા સરનામું પૂછ્યું બાદમાં પીવા માટે પાણી માંગ્યું
વાત છે ખોખરા વિસ્તારમાં આવેલી સેવન ડે સ્કૂલ પાસેની સોસાયટીમાં રહેતા એક વૃદ્ધાની. તેઓ ઘરે હિંચકા ખાઈ રહ્યા હતા. ત્યારે બે શખસો એકટીવા પર મોઢે રૂમાલ બાંધીને ઘર પાસે આવ્યા અને સરનામું પૂછ્યું બાદમાં પીવા માટે પાણી માંગ્યું હતું. જેથી વૃદ્ધા પાણી લેવા માટે ઘરમાં ગયા એટલા સમયમાં એક્ટિવા પર આવેલા બે શખ્સોમાંથી એક શખ્સે વૃદ્ધાએ ગળામાં પહેરલી સોનાની ચેઇન ખેંચી ફરાર થઈ ગયા હતા. વૃદ્ધાએ બુમાબુમ કરતા પાડોશીઓ ભેગા થઈ ગયા હતા. પરંતુ એક્ટિવાચાલક બંને શખ્સો આંખના પલકારામાં ફરાર થઈ ગયા હતા. આ અંગે મહિલાએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને બનાવની જાણ કરતા ખોખરા પોલીસે મહિલા નિવેદન આધારે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
Table of Contents
વૃદ્ધાના ગળામાંથી સોનાનો દોરો ખેંચી ગયા!
ખોખરામાં આવેલા લોકજીવન સોસાયટીમાં રહેતી 51 વર્ષની વૃદ્ધ મહિલા ગત રોજ રાબેતા મુજબ ઘરની બહાર લગાવેલા હીંચકે ઝૂલી રહ્યા હતા. આ સમયે મોઢા પર રૂમાલ બાંધીને એક્ટિવા પર બેસીને બે શખ્સો સોસાયટીમાં આવ્યા અને એકલી બેઠેલી વૃદ્ધાને જોઈને તેની સામે એક્ટિવાની હેડ લાઈટ ચાલુ બંધ કરતા હતા. તેથી વૃદ્ધા હિંચકા પરથી ઉભી થઈને એકટીવાચાલક પાસે પહોંચી ત્યારે ચેન સ્નેચરોએ મહિલાને સરનામું પૂછ્યું બાદમાં એક્ટિવાની પાછળની સીટ પર બેઠેલા શખ્શે પીવા માટે પાણી માંગ્યું હતું. તેથી વૃદ્ધા ઘરમાં પાણી લેવા માટે જતી હતી. આ સમયે એક્ટિવાચાલક નજીક આવીને મહિલાના ગળામાં પહેરેલો સોનાનો દોરો તોડીને ફરાર થઈ ગયા હતા.
WhatsApp પર આવેલા વોઈસ મેસેજ સાંભળ્યા બાદ થઈ જશે Automatic ડિલીટ, આ ફીચર તમે પણ જાણો શું છે?
Girlfriendથી રાઝ છુપાવા માગો છો? phoneના સેટિંગ્સમાં પાસવર્ડ વગર સેટ કરો લોક
ત્યારબાદ વૃદ્ધ મહિલા બુમાબુમ કરવા લાગતા પાડોશીએ ભેગા થઈ ગયા હતા. બાદમાં વૃદ્ધ મહિલાએ આ બાબતને પોલીસને જાણ કરતા ખોખરા પોલીસ મથકે વૃદ્ધાના વર્ણન અનુસાર પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, ચેઈન સ્નેચિંગની ઘટનાઓ દિવસે દિવસ વધી રહી છે અને જે ચિંતાજનક છે.
અગત્યની લિંક
- હોમ પેજ : અહિ ક્લિક કરો
- Read more: Click here