Amit Chavda : ચિરાગ પટેલના રાજીનામા પાછળ રાજસ્થાન કનેક્શન ! પ્રજાહિતને બાજુએ મૂકી આર્થિક હિતને મહત્વ આપ્યું – કહ્યું અમિત ચાવડા

Amit Chavda : આરએસએસ સાથે સંકળાયેલ ચિરાગ પટેલે ધારાસભ્ય પદે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામાં સાથે જ તેમણે કોંગ્રેસની વિચારધારા, સંગઠન અને કેન્દ્રીય નેતૃત્વ પર આક્ષેપો કર્યા છે. જો કે, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે ચિરાગ પટેલ પ્રજાહિતને બાજુએ મૂકી આર્થિક હિત માટે ભાજપમાં જોડાયા છે.

Amit Chavda
Amit Chavda

પ્રજાહિતને બાજુએ મૂકી આર્થિક હિતને મહત્વ આપ્યું – કહ્યું Amit Chavda

કોંગ્રેસના ખંભાત વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચિરાગ પટેલે ચૂંટાયાના એક વર્ષ બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામું આપે ત્યારે આક્ષેપ કરવામાં આવતા હોય છે કે ભાજપ સામ-દામ, દંડ-ભેદની રાજનીતિથી સભ્યોને ડરાવી તોડી રહ્યા છે. ફરી એકવાર ચિરાગ પટેલના રાજીનામા બાદ કોંગ્રેસ નેતા Amit Chavdaએ આક્ષેપ કર્યા છે કે, ચિરાગ પટેલ રાજસ્થાનમાં કારોબાર કરે છે. જ્યાં કોંગ્રેસ સરકાર ગયા બાદ તેમને ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું.

આરએસએસ સાથે સંકળાયેલ ચિરાગ પટેલે ધારાસભ્ય પદે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામાં સાથે જ તેમણે કોંગ્રેસની વિચારધારા, સંગઠન અને કેન્દ્રીય નેતૃત્વ પર આક્ષેપો કર્યા છે. જો કે, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, ચિરાગ પટેલ પ્રજાહિતને બાજુએ મૂકી આર્થિક હિત માટે ભાજપમાં જોડાયા છે. કારણ કે તેમની કંપની ગુજરાત અને રાજસ્થાનમાં સરકારી કોન્ટ્રાકટ ધરાવે છે.

અગત્યની લિંક

Jonathan Majors : MCU એ સ્ટાર છોડ્યા પછી જોનાથન મેજર્સને બદલવામાં જ્હોન બોયેગાને ‘રસ નથી’

Happy Forgings IPO આજે ખુલે છે: GMP, સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ, સમીક્ષા, અન્ય વિગતો. અરજી કરવી કે નહીં?

IPL 2024 auction: RCB એ અલ્ઝારી જોસેફ માટે બેંક તોડી; પેટ કમિન્સ ટુર્નામેન્ટ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે

રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર ગયા બાદ ભાજપ સરકારમાં કરોડો રૂપિયા ફસાય એવું લાગી રહ્યું હતું. જેના કારણે આર્થિક હિતને ધ્યાને લઇ તેમણે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો. તેઓ કમલમની સ્ક્રીપ્ટ મુજબ કોંગ્રેસની વિચારધારા અને સંગઠન પર આક્ષેપો કરી રહ્યા છે, પરંતુ તેમણે આર્થિક હિતના કારણે પ્રજાએ પાંચ વર્ષ માટે આપેલ જનાદેશનો દ્રોહ કર્યો છે.

ચિરાગ પટેલના રાજસ્થાનમાં કરોડોના કોન્ટ્રાક્ટ

રાજીનામું આપનાર ધારાસભ્ય ચિરાગ પટેલ અને તેમના સહયોગીઓની પેઢી રાજસ્થાન અને ગુજરાતમાં મનપા, નગરપાલિકાઓમાં કરોડોના ડ્રેનેજ લાઇન અને સિંચાઈ માટેની લાઇનના કોન્ટ્રાકટ ધરાવે છે. થોડા સમય પૂર્વે રાજસ્થાનમાં કરોડોના બિલ પાસ નહોતા થઈ રહ્યા. હવે ભાજપની સરકાર આવ્યા બાદ ત્યાંના કરોડોના વ્યાપારને અસર થવાની ભીતિ સેવાઈ રહી હતી. સહયોગીઓના દબાણ અને આર્થિક હિતોને ધ્યાને રાખી તેમણે ભાજપમાં જવાનું પસંદ કર્યું હોવાની ચર્ચા થઈ રહી છે.

Leave a Comment