Class 10, 12 board result : ધો. 10, 12 બોર્ડનું પરિણામ 1 મહિના વહેલું જાહેર થશે

Class 10, 12 board result : ધો. 10, 12 બોર્ડનું પરિણામ 1 મહિના વહેલું જાહેર થશે. જેમાં એપ્રિલના બીજા કે ત્રીજા સપ્તાહમાં પરિણામ જાહેર થશે. મૂલ્યાંકનમાં અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા આવશે. વહેલા પરિણામથી એડમિશન પ્રક્રિયા ઝડપી થશે. માર્ચ 2024ની પરીક્ષાનું પરિણામ અપ્રિલના બીજા કે ત્રીજા વિકમાં આપવાની બોર્ડની તૈયારી છે.

ઉચ્ચ અભ્યાસની પ્રવેશ પ્રક્રિયામાં પણ ખૂબ ઝડપ આવશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના સમગ્ર માળખામાં ફેરફાર કરવાની સાથેસાથે મૂલ્યાંકન કામગીરીમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષણ બોર્ડના અત્યારના આયોજન મુજબ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ દર વર્ષની સરખામણીએ સવાથી દોઢ મહિનો વહેલું એટલે કે, તા. 15થી 20 એપ્રિલ-2024ની વચ્ચે જાહેર કરી દેવામાં આવશે. બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલુ જાહેર થવાના લીધે ઉચ્ચ અભ્યાસની પ્રવેશ પ્રક્રિયામાં પણ ખૂબ ઝડપ આવશે.

પરીક્ષા પદ્ધતિ વિધાર્થીઓ માટે ખૂબ સરળ પ્રકારની ઘડવામાં આવી

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પદ્ધતિ વિધાર્થીઓ માટે ખૂબ સરળ પ્રકારની ઘડવામાં આવી છે, જેના કારણે પરીક્ષામાં નાપાસ થનાર વિધાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો આવશે તેવો શિક્ષણ વિભાગ દ્વારા દાવો કરાયો છે. બીજી તરફ હવે પરિણામમા જે વિલંબ થતો હતો તેમાં મોટો ઘટાડો કરવાનું આયોજન કરાયું છે.

આ પણ વાચો : સરકારી કર્મચારીઓને મળી પ્રમોશન, ભજનલાલ સરકારે આપી આ છૂટ

Class 10, 12 board result

આ વખતે ધોરણ:10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આગામી તા.11 માર્ચ-2024થી શરૂ થશે. જેમાં ધોરણ:10 અને 12 સાયન્સની પરીક્ષા તા.22 માર્ચના રોજ અને ધોરણ.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા તા.26મી માર્ચના રોજ પૂર્ણ થશે. એ પછી તા.15થી તા.20 એપ્રિલની વચ્ચે જાહેર કરવાનું આયોજન કરાયું છે. જો આ મુજબ પરિણામ જાહેર થશે તો ગત વર્ષની સરખામણીએ સવાથી દોઢ મહિનો વહેલુ પરિણામ જાહેર થશે.