Earthquake in Northwest China : 100થી વધુ લોકોના મોત, 200 લોકો થયા ઇજાગ્રસ્ત, ચીનમાં ભૂકંપના જોરદાર આંચકા

Earthquake in Northwest China : ઉત્તર-પશ્ચિમ ચીનમાં Earthquakeના કારણે ભારે તબાહી સર્જાઈ છે. ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં આ ભૂકંપમાં 100થી વધુ લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી સિન્હુઆને ટાંકીને એપીના અહેવાલ મુજબ, 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

Earthquake in Northwest China
Earthquake in Northwest China

Earthquake in Northwest China

વર્ષ 2023ના અંતમાં ચીનમાં ભયાનક Earthquake આવ્યો છે. ઉત્તર-પશ્ચિમ ચીનમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે.તો 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ભૂકંપમાં કેટલીક ઈમારતો ધરાશાયી થઇ હોવાની માહિતી છે.હાલ લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.

ભૂકંપમાં 90થી વધુ લોકોના મોત

Earthquake in Northwest China : ઉત્તર-પશ્ચિમ ચીનમાં ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે.ભયાનક ભૂકંપમાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી સિન્હુઆને મુજબ અહેવાલ મુજબ 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ભૂકંપમાં અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે.

હાલ લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ ગાંસુના લિન્ઝિયા ચેંગગુઆનઝેનથી લગભગ 37 કિમી અને લાન્ઝોઉ, ગાંસુથી લગભગ 100 કિમી દૂર આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યુ છે.

ચીનના ગાંસુ પ્રાંતમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ

સરકારી મીડિયા સિન્હુઆના અહેવાલ મુજબ સોમવારે મોડી સાંજે ચીનના ગાંસુ પ્રાંતમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે પછી ચીનમાં 100થી વધુ લોકોના મોત સમાચાર સામે આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપ ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતના જીશિશાન કાઉન્ટીમાં આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા અનુસાર ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ચીનના શિનજિયાંગમાં રિક્ટર સ્કેલ પર 4.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Earthquake વેર્યો વિનાશ

સિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ ચીનમાં આવેલા આ ભૂકંપમાં ગાંસુ પ્રાંતમાં 86 અને પડોશી કિંઘાઈ પ્રાંતમાં નવ લોકોના મોત થયા હતા.અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભૂકંપ બાદ પ્રાંતમાં 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. સિન્હુઆના અહેવાલ અનુસાર પડોશી પ્રાંત કિંઘાઈના હૈડોંગ શહેરમાં પણ નવ લોકો મૃત્યુ પામ્યા છે અને 124 ઇજાગ્રસ્ત થયા છે.

અગત્યની લિંક

India stations : ભારતે દરિયાઈ સુરક્ષા માટે એડનના કિનારે બે ડિસ્ટ્રોયર મુક્યા છે

Donald Trump complains : શેરબજારની ઊંચાઈ માત્ર ‘ધનવાન લોકોને વધુ સમૃદ્ધ’ બનાવે છે

45 MPs suspended : કોંગ્રેસના ‘વિરોધ-વિરોધી’ની વચ્ચે રાજ્યસભામાંથી 45, લોકસભામાંથી 33 સાંસદ સસ્પેન્ડ કરાયા સંસદ ચાર્જ

ચીનમાં આવેલા ભૂકંપથી ભારે નુકસાન થયું છે. સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપના કારણે ઘરો ધરાશાયી થવા સહિત ગંભીર નુકસાન થયું હતું અને લોકો સલામતી માટે શેરીઓમાં ભાગવા લાગ્યા હતા. ભૂકંપ, જેની તીવ્રતા યુએસ જીઓલોજિકલ સર્વે દ્વારા 5.9 અને સિન્હુઆ દ્વારા 6.2 ની તીવ્રતા તરીકે નોંધવામાં આવી હતી, તે કિંઘાઈ પ્રાંતની સરહદ નજીકના ગાંસુ પ્રાંતમાં ત્રાટકી હતી.

Leave a Comment