Earthquake tremors : ભૂકંપના ઝટકાથી હલ્યું ગુજરાત

Earthquake tremors : ફરી એકવાર ગુજરાતની ધરા ધ્રૂજી છે, ભૂકંપ ઝોન પાંચમાં આવતા કચ્છ જિલ્લામાં ધરા ધ્રુજવાની ઘટના સ્તત યથાવત રહેવા પામી છે. જેમાં વધારો કરતો વધુ ધરતીકંપનો આંચકો ગત રાત્રિના 11.24 મિનિટે ખડીર બેટની રણ કાંધીએ નોંધાયો હોવાનું સિસમોલોજી રીસર્ચ કચેરીએ જાહેર કર્યું હતું.

Earthquake tremors
Earthquake tremors

2.9ની તિવ્રતા ધરાવતા આંચકાની અસર સ્થાનિકે ખાસ વર્તાઈ ના હતી પરંતુ આંચકાની ખબરથી અહીંના પ્રસિદ્ધ ધોળાવીરા વિલેજને માણવા રોકાયેલા પ્રવાસી વર્ગમાં જરૂર ચિંતા ફેલાઈ છે. અલબત ડિસેમ્બર માસ દરમિયાન ધરા ધ્રુજવાની આ ચોથી ઘટના સત્તાવાર રીતે અંકિત થઈ છે.

Earthquake tremors : તાઇવાનમાં પણ આવ્યો હતો ભૂકંપ

Earthquake tremors : તાઈવાન ફરી એકવાર ભૂકંપથી હચમચી ગયું છે. દક્ષિણ ચીન સાગરમાં સ્થિત એક નાનકડા ટાપુ તાઈવાનમાં ભૂકંપના જબરદસ્ત આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી છે. ધરતી ધ્રૂજતાની સાથે જ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો પોતાનો જીવ બચાવવા ઘરની બહાર આવી ગયા હતા.

લોકો ઘરોમાંથી બહાર નીકળીને સુરક્ષિત સ્થળોએ જતા જોવા મળ્યા હતા. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર, GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સે જણાવ્યું છે કે રવિવારે વહેલી સવારે તાઈવાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 નોંધવામાં આવી છે.

Hardik Pandya : મુંબઈ ઈન્ડિયન્સ પર આવી શકે છે 1 મોટી મુશ્કેલી, IPLમાંથી બહાર થશે હાર્દિક પંડ્યા! કોણ કરશે કેપ્ટન્સી?

Oppo A59 5G launched in India : કિંમત, વિશિષ્ટતાઓ અને સુવિધાઓ તપાસો

Russia’s anti-war : રશિયાએ યુદ્ધ વિરોધી ઉમેદવારને પુતિનને પડકારવા પર પ્રતિબંધ મૂક્યો છે

Earthquake tremors : ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિમીની ઉંડાઈએ હોવાનું કહેવાય છે. અત્યાર સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. જો કે, સાવચેતીના પગલા તરીકે, લોકોને જૂની ઇમારતોથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલાણા તાઈવાનના પૂર્વ કિનારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે રાજધાની તાઈપેઈમાં કેટલીક ઈમારતો ધ્રૂજી ગઈ હતી.

Leave a Comment