Glasses wearers : ચશ્મા પહેરનારાઓ માટે ખુશખબર, માત્ર 10 મિનિટમાં કોઈ પણ સર્જરી વગર કાઢી નાખવામાં આવશે આંખના નંબર, આ ટેક્નોલોજી જાણો શું છે

Glasses wearers : જના સમયમાં નાના નાના બાળકોને પણ નબળી દ્રષ્ટિની સમસ્યા રહેતી હોય છે. નાના બાળકોની આંખો પણ અકાળે નબળી બની રહી છે. જેના કારણે તેમણે Glasses પહેરવા પડે છે. તેનાથી તેમના અભ્યાસ અને દિનચર્યા પર નોંધપાત્ર અસર પડી રહી છે.જો કે એક ટેકનોલોજીની મદદથી તમે માત્ર 10 મિનિટમાં તમારા ચશ્માના નંબર હટાવી શકો છો.

Glasses wearers
Glasses wearers

Glasses wearers માટે ખુશખબર

આજના સમયમાં લાઇફ સ્ટાઇલ, મોબાઇલ ફોન અને લેપટોપ કે કોમ્પ્યુટર પર સતત કામ કરવાના કારણે મોટાભાગના લોકોને આંખોના નંબર આવતા હોય છે અને લોકોને ચશ્મા કે કોન્ટેક્ટ લેન્સ પહેરવા પડે છે. આંખોના નંબરના કારણે લોકોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.પણ શું તમે જાણો છો કે એક નવી ટેકનોલોજીની મદદથી તમે માત્ર 10 મિનિટમાં જ તમારા આંખોના નંબર હટાવી શકો છો.

આ નવી ટેકનોલોજી 10 મિનિટમાં દૂર કરશે આંખના નંબર

આજના સમયમાં નાના નાના બાળકોને પણ નબળી દ્રષ્ટિની સમસ્યા રહેતી હોય છે. નાના બાળકોની આંખો પણ અકાળે નબળી બની રહી છે. જેના કારણે તેમણે Glasses પહેરવા પડે છે. તેનાથી તેમના અભ્યાસ અને દિનચર્યા પર નોંધપાત્ર અસર પડી રહી છે.જો કે એક ટેકનોલોજીની મદદથી તમે માત્ર 10 મિનિટમાં તમારા ચશ્માના નંબર હટાવી શકો છો.

સિલ્ક ટેકનોલોજી

આ અત્યાધુનિકGlasses દૂર કરતી ટેક્નોલોજી USAના જ્હોન્સન એન્ડ જ્હોન્સન વિઝને વિકસાવી છે. જેનો ઉપયોગ હવે ભારતની ઘણી હોસ્પિટલોમાં પણ ચશ્મા દૂર કરવા માટે થઈ રહ્યો છે. સિલ્ક ટેક્નોલોજી વડે -8.00 થી -3.00 સુધીના આંખોના નંબર ધરાવતી વ્યક્તિ પોતાની સારવાર કરાવી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો આંખની બિમારીથી પીડાતા લોકો માટે આ ડિઝાઇન કરવામાં આવી છે. આ ટેક્નોલોજીની મદદથી લોકો સરળતાથી તેમના આંખોના નંબર અને ચશ્માથી મુક્તિ મેળવી શકે છે.

સિલ્ક કેવી રીતે કામ કરે છે?

 • આ સિલ્ક ટેક્નોલોજીનો ઉપયોગ માઈનસ પાવરથી લઈને સિલિન્ડર પાવર સુધી થઈ શકે.
 • જે દર્દી સિલ્ક ટેક્નોલોજીથી સર્જરી કરાવી નંબર હટાવે છે, તેને ફરી નંબર આવતા નથી.
 • આ સર્જરી કરવાાં એક આંખ દીઠ પાંચ મિનિટ લાગે છે. એટલે કે બંને આંખો માટે કુલ 10 મિનિટનો સમય લાગે છે.
 • આ સર્જરી સુન કરી દેનારા આંખના ટીપાં દ્વારા કરવામાં આવે છે. જેથી તમને કોઈ દુખાવો થતો નથી.
 • આ સર્જરી પછી તમને તે જ દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે.
 • રિકવરી એકદમ ઝડપથી થાય છે. તમે તે જ દિવસથી તમારા રોજિંદા કાર્યો કરી શકો છો.
 • ચશ્મા અને કોન્ટેક્ટ લેન્સ પરની તમારી નિર્ભરતા સંપૂર્ણપણે દૂર થઈ જાય છે.
 • સર્જરીના 24 કલાક પછી તમે કોઈપણ પ્રકારની સ્ક્રીન જોઈ શકો છો. તમને કોઈપણ કામ કરવાની મનાઈ નથી.
 • કોઈ સોય , ટાંકા કે દુખાવો વગર સર્જરી થાય છે. કોઈપણ પ્રકારના ઈન્જેક્શનની જરૂર પડતી નથી.
 • વ્યસ્ત જીવનશૈલી ધરાવતા લોકો માટે આ પદ્ધતિ અનુકૂળ બને છે. ટાંકા અથવા લાંબા સમય સાચવણીની જરૂર નથી.

આઇ 7 હોસ્પિટલના MD ડો.રાહિલ ચૌધરીના જણાવ્યા અનુસાર, સિલ્ક એ ચશ્મા દૂર કરવા માટેની નવી ટેકનોલોજી છે અને આજના સમયમાં ખૂબ જ અનુકૂળ રીતે ચશ્મા દૂર કરવાની તકનીક છે. ખૂબ જ ઓછા ખર્ચના કારણે ભવિષ્યમાં તે ખૂબ જ લોકપ્રિય બનવા જઈ રહી છે. કોઇપણ દુખાવા વગર ફક્ત 10 મિનિટમાં તમારા ચશ્મા દૂર કરી શકો છો અને તેની રિકવરી પણ લાંબો સમય લેતી નથી.

કોણ આ સર્જરી કરાવી શકે?

 • તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. તમારો નંબર 6 મહિના માટે એક જ એટલે કે સ્થિર હોવો જોઈએ.
 • આંખોમાં નંબર સિવાય, મોતિયા, ગ્લુકોમા જેવી બીજી કોઈ સમસ્યા ન હોવી જોઈએ.
 • સ્ત્રી ગર્ભવતી કે સ્તનપાન કરાવતી ન હોવી જોઈએ.
 • તમારી સ્ટીરોઈડ દવા કામ કરતી નથી.

He wanted to see the new Parliament and… : ‘તેને નવી સંસદ જોવી હતી અને…’ ઘૂસણખોરો કેવી રીતે પ્રવેશ્યા? ભાજપના સાંસદ ચર્ચામાં આવ્યા

Wealth of crores: કિસ્સો જાણીને થશે નસીબ હોય તો આવા ; માળીને મળશે 91,000 કરોડની સંપત્તિ!

Pakistan : Article 370 પર છાતી પીટ્યા બાદ હવે POK ને લઈ સરકારના એક્શન પ્લાનથી સ્તબ્ધ પાકિસ્તાન, જાણો શું કહ્યું

આ સર્જરીનો ખર્ચ દરેક હોસ્પિટલમાં અલગ અલગ હોય છે. જો રે સામાન્ય રીતે આ સર્જરીનો ખર્ચ 1 લાખ 10 હજાર રૂપિયાથી લઈને 1 લાખ 30 હજાર રૂપિયા સુધીનો હોઈ શકે છે.

અગત્યની લિંક

Leave a Comment