Gold all-time high: સોનું આજે એટલે કે મંગળવાર (28 નવેમ્બર) ઓલટાઈમ હાઇ પર પહોંચી ગયું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, 10 ગ્રામ સોનું 458 રૂપિયા મોંઘું થઈ ગયું છે અને એ 61,895 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. અગાઉ આ વર્ષે 4 મેના રોજ સોનું એની ઓલટાઈમ હાઈ પર હતું. ત્યારે એની કિંમત 61,646 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. સોનું એક વર્ષમાં 67 હજાર સુધી પહોંચી શકે છે
Gold all-time high
HDFC સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તાના જણાવ્યા મુજબ, શેરબજારમાં ચાલી રહેલી વધઘટને કારણે સોનાને સપોર્ટ મળી રહ્યો છે, જેના કારણે આ વર્ષના અંત સુધીમાં સોનું 67 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.
Table of Contents
કેરેટ પ્રમાણે સોનાનો ભાવ
કેરેટ | કિંમત (રૂ/10 ગ્રામ) |
24 | 61,895 |
22 | 56,696 |
18 | 46,421 |
Gold all-time high 5 કારણ
- વૈશ્વિક બજારમાં ભારે વધઘટ
- 2023માં વિશ્વવ્યાપી મંદીનો ભય
- ડૉલર ઇન્ડેક્સમાં નબળાઈ
- વિશ્વભરની સેન્ટ્રલ બેંકો સોનું ખરીદી રહી છે
- વધતી મોંઘવારીથી સોનાને ટેકો મળે છે
ચાંદી પણ રૂ.75 હજાર સુધી પહોંચી ગઈ છે
આજે ચાંદીમાં શાનદાર તેજી જોવા મળી છે. એ રૂ. 1,947 મોંઘી થઈ છે અને રૂ. 74,993 પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. પહેલાં એ 73,046 રૂપિયા હતી. આ મહિનામાં અત્યારસુધીમાં ચાંદી 4 હજાર રૂપિયાથી વધુ મોંઘી થઈ ગઈ છે.
વધુ વાંચો: Dearness Allowance News: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર– DAમાં 15 ટકાનો વધારો
નવેમ્બરમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો
આ મહિનામાં અત્યારસુધીમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 1 નવેમ્બરે સોનાની કિંમત 60,896 રૂપિયા હતી, જે હવે 61,895 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. આ મહિનામાં અત્યારસુધીમાં ચાંદીના ભાવમાં રૂ. 4,168નો વધારો થયો છે. નવેમ્બરના પહેલા દિવસે એ 70,825 રૂપિયા પર હતી, જે હવે 74,993 રૂપિયા પ્રતિ 1 કિલોગ્રામ પર પહોંચી ગયો છે.
નવેમ્બરમાં અત્યારસુધી સોના-ચાંદીની મૂવમેન્ટ આવી રહી છે
તારીખ | સોનાની કિંમત | ચાંદીની કિંમત |
1લી નવેમ્બર | 60,896 રૂપિયા પ્રતિ 10 ગ્રામ | 70,825 રૂપિયા પ્રતિ કિલોગ્રામ |
28 નવેમ્બર | 61,895 રૂપિયા પ્રતિ 10 ગ્રામ | 74,993 રૂપિયા પ્રતિ કિલોગ્રામ |
સોનું
સોનું એક તત્વ છે જેની ક્રમાંક ૭૯ અને ચિહ્ન Au (લૅટિન: Aurum – ઑરમ્ ). સોનું વર્ષોથી અત્યંત કિમતી ધાતુ તરીકે જાણીતી છે. સોનાનો સદીઓથી નાણા તરીકે, ધન નો સંચય કરવાના એક સરળ રસ્તા તરીકે તથા ઘરેણાં વગેરે બનાવવા માટે થતો આવ્યો છે. સોનુ એ વજનદાર, ચળકતી, નરમ, પીળા રંગની ધાતુ છે. કુદરતમાં મળી આવતી તમામ ધાતુઓમાં આ સૌથી નરમ ધાતુ છે અને આસાનીથી કોઇ પણ ઘાટમાં ઘડાઇ જાય છે. સોનાના દાગીનાની ભારતમાં ઘણી ખપત થાય છે.
- આજે સોનું એક આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે આખા વિશ્વનું અર્થતંત્ર સ્થિર રાખવા માટે વપરાય છે.
- આદીકાળ થી માનવ સોનાથી મોહીત રહ્યો છે. કારણ કે તે ક્યારેય કાટ ખાતુ નથી કે બરડ થતુ નથી.
સોવરિન ગોલ્ડ બોન્ડની પ્રથમ શ્રેણી 30મી નવેમ્બરે મેચ્યોર થઈ રહી
સોવરિન ગોલ્ડ બોન્ડની પ્રથમ શ્રેણી 30 નવેમ્બરે મેચ્યોર થઈ રહી છે. આ બોન્ડ્સ 26 નવેમ્બર, 2015ના રોજ 2,684 રૂપિયા પ્રતિ ગ્રામના ઈસ્યુ પ્રાઇસ પર જાહેર કરવામાં આવ્યા હતા. ગ્રાહકો એને રૂ. 6,132 પ્રતિ યુનિટના ભાવે રિડીમ કરી શકશે. આ મુજબ, છેલ્લાં 8 વર્ષમાં કુલ વળતર 128.5% રહેશે.
જો કોઈ રોકાણકારે નવેમ્બર 2015માં ગોલ્ડ બોન્ડમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય, તો તેને 30 નવેમ્બરના રોજ આશરે રૂ. 2.28 લાખ મળ્યા હોત. મતલબ કે આ રોકાણથી 8 વર્ષમાં લગભગ 1.28 લાખ રૂપિયાની કમાણી થશે
- હોમ પેજ : અહિ ક્લિક કરો
- Read more: Click here