Good news about Aadhaar update : Aadhaar કાર્ડ ધારકોને મોટી રાહત મળી છે, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફરી એકવાર ફ્રીમાં Aadhaar update કરવાની સમયમર્યાદા વધારી દીધી છે. ફ્રીમાં Aadhaar update કરવાની સુવિધા ગઈકાલે એટલે કે 14મી ડિસેમ્બરે સમાપ્ત થઈ રહી હતી, પરંતુ UIDAIએ આધાર વપરાશકર્તાઓને રાહત આપતા તેને ત્રણ મહિના માટે લંબાવી દીધી છે.
Good news about Aadhaar update
વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે અને વર્ષ 2023 પૂર્ણ થવાનું છે. ત્યારે Aadhaar updateને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ફ્રીમાં આધાર અપડેટ કરવાની સુવિધા ગઈકાલે એટલે કે 14મી ડિસેમ્બરે સમાપ્ત થઈ રહી હતી, પરંતુ UIDAIએ આધાર વપરાશકર્તાઓને રાહત આપતા તેને ત્રણ મહિના માટે લંબાવી દીધી છે.
Table of Contents
10 વર્ષ જૂનું Aadhaar update કરવું જરૂરી
સરકારે તમામ આધાર કાર્ડ યુઝર્સને કહ્યું છે કે તેઓ તેમના 10 વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરાવી લે. જો કે, તેને આવશ્યક કામની શ્રેણીમાં રાખવામાં આવ્યું નથી. UIDAIએ એમ પણ કહ્યું છે કે તમે Myaadhaar પોર્ટલ પર જઈને તમારી માહિતી અપડેટ કરી શકો છો. આ માટે તમારે માહિતી સંબંધિત દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
આ સિવાય તમે આ કામ ઓફલાઈન પણ કરાવી શકો છો. જો કે, જો કોઈ યુઝર ઓનલાઈનને બદલે આધાર સેન્ટર પર જઈને ઓફલાઈન આધાર અપડેટ કરે છે, તો તેણે 25 રૂપિયાની ફી ચૂકવવી પડશે.
ફ્રીમાં આધાર અપડેટ કરવાની સમયમર્યાદા લંબાવાઈ
આધાર કાર્ડ ધારકોને મોટી રાહત મળી છે, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફરી એકવાર ફ્રીમાં આધાર અપડેટ કરવાની સમયમર્યાદા વધારી દીધી છે. હવે આ કામ તમે 14 માર્ચ 2024 સુધી મફતમાં કરી શકશો. UIDAIએ મફત આધાર અપડેટની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર, 2023 નક્કી કરી હતી, જે ગુરુવારે પૂરી થવાની હતી, પરંતુ છેલ્લી ક્ષણે ઓથોરિટીએ મોટો નિર્ણય લીધો છે.
ફ્રીમાં આધાર અપડેટ કરવાની ઓનલાઈન પ્રક્રિયા
- વેબસાઇટ https://myaadhaar.uidai.gov.in/ પર જાઓ
- જ્યારે હોમપેજ ખુલશે, ત્યારે તમને ડોક્યુમેન્ટ અપડેટ વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો
- આ પછી તમારે What To Submit પર ક્લિક કરવાનું રહેશે
- તેમાં સબમિટ કરી શકાય તેવા તમામ ડોક્યુમેન્ટની વિગતો હશે, હવે ક્લિક ટુ સબમિટ પર જાઓ
- હવે તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને OTP પર ક્લિક કરો
- આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTP આવશે
- તેને નિર્ધારિત જગ્યાએ મૂકો, લોગિન કરો અને અપડેટ પ્રક્રિયા શરૂ કરો
- તમારે નવા પેજ પર ‘ડોક્યુમેન્ટ અપડેટ’ પર ક્લિક કરવાનું રહેશે, આ કર્યા પછી યુઝર્સની વિગતો દેખાશે
- આધાર વપરાશકર્તાઓએ તેમની વિગતોની ચકાસણી કરવી પડશે, જો સાચી હોય, તો આપેલ હાઇપરલિંક પર ક્લિક કરો
- હવે તમારે ડ્રોપ ડાઉન સૂચિમાંથી ઓળખનો પુરાવો અને સરનામાના ડોક્યુમેન્ટનો પુરાવો પસંદ કરવો પડશે
- સરનામાના પુરાવાની સ્કેન કરેલી નકલ અપલોડ કરો અને સબમિટ વિકલ્પ પર ક્લિક કરો
- હવે અપડેટેડ માહિતી સંબંધિત ડોક્યુમેન્ટની સ્કેન કરેલી નકલો અપલોડ કરવાની રહેશે
- એકવાર આધાર અપડેટ સ્વીકારવામાં આવે તે પછી, 14 અંકનો URN જનરેટ થશે. જેનો આધાર અપડેટ સ્ટેટસ ટ્રેકિંગ માટે ઉપયોગ કરી શકો છો.
Scored a century : આપ્યો સણસણતો જવાબ સદી ફટકારીને ; પોતાના જ દેશના ખેલાડીઓ કરી રહ્યા હતા અપમાન
Imran Khan : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન Imran Khan મુશ્કેલીમાં ફસાયા, અન્ય 1 કેસમાં દોષી જાહેર
અગત્યની લિંક
- હોમ પેજ : અહિ ક્લિક કરો
- Read more: Click here