માછીમારો : પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના માછીમારો ની દિવાળી સુધરી, 80 માછીમારોને કરાંચી જેલમાંથી મુક્ત કરાયા દિવાળી આવતા પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય ને પણ મળ્યા ખુશીના સમાચાર. તેમના પરિવારોની પણ લાંબા સમયથી જોવાતી આતુરતાનો આવ્યો અંત. દિવાળીના તહેવાર સમયે પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને જેલમુક્ત કરવાનો નિર્ણય લેવાયો. જેને પગલે પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના 80 ના પરિવારોની દિવાળી સુધરી ગઇ છે.
80 માછીમારો ને કરાંચી જેલમાંથી મુક્ત કરાયા
પાકિસ્તાન ફિશરકોક ફોરમ (PFF)ના મહા સચિવ સઈદ બલોચે 10 નવેમ્બરે પોસ્ટ કરી 80 ભારતીયને મુક્ત કરવાની જાણકારી આપી હતી. પાકિસ્તાને મુક્ત કરેલા 80પૈકીના 77 માછીમારો ગુજરાતના છે, તેમાં પણ 59 સોમનાથ, 15 દ્વારકા, 2 અમરેલી, એક જામનગર 3 દીવ, દમણ અને દાદરા નગર હવેલીથી છે. પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરીટી એજન્સી (PMSA)એ સપ્ટેમ્બર અને નવેમ્બર 2020 દરમિયાન આ 80 ની માછલી પકડતા અટકાયત કરવામાં આવી હતી. પાકિસ્તાની જેલમાં જુલાઈ સુધી 266 ભારતીય બંધ હતા, તેમાંથી બે ઓગસ્ટ અને એક ઓક્ટોબરમાં અવસાન પામ્યા હતા.
વધુ વાચો: સરકારી ભરતી અંગે ફરી એક નવા સમાચાર :દિવાળી પછી ગૌણસેવા પસંદગી મંડળ આ જગ્યાઓ પર કરશે મોટી ભરતી
પ્રાપ્ત માહિતી મુજબ, પાકિસ્તાનની જેલમાં કેદ 80 ગુજરાતી માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા હતા. બુધવારના રોજ 80 ને પાકિસ્તાને મુક્ત કર્યા હતા આ માછીમારો 10 નવેમ્બરના વાઘા બોર્ડર પર પહોંચશે જ્યાંથી તમામને ટ્રેન મારફતે વેરાવળ લાવવામાં આવશે. જોકે હજુ 143 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. આ તમામ 80 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં 2021થી કેદ હતા.
Table of Contents
ક્યાના કેટલાં મુક્ત કરાયા?
વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના 59, દેવભૂમિ દ્ધારકાના 15, જામનગરના 01, અમરેલીના 02, દીવના 03ને પાકિસ્તાને મુક્ત કર્યા હતા.
તાજેતરમાં જ બીમારીના કારણે પાકિસ્તાનની કરાચી જેલમાં બંધ કોડીનાર તાલુકાના દુદાણા ગામના ભુપત વાળાનું મોત થયું હતું. ભુપત વાળાના મૃતદેહને દુદાણા ગામ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં ગ્રામજનોએ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. દુદાણા ગામના 9 ઓક્ટોબરના રોજ મોત થયું હતું. રાત્રે અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા જેલમાં બંધ ભુપત વાળા નામના માછીમારને પાકિસ્તાનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે. આજે કાળી ચૌદસ છે, આવતી કાલે દિવાળી લોકો મનાવશે. દિવાળીની ખરીદી પણ પૂર્ણ થઈ ગઈ હશે. વોકલ ફોર લોકલને પ્રોત્સાહિત કરવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સ્વદેશી સ્થાનિક વિક્રેતાઓ પાસેથી દીવડા ખરીદ્યા અને આવા વિક્રેતાઓ પાસેથી વસ્તુઓની ખરીદી કરવા માટે લોકોને અપીલ કરી હતી.
ફિશરીઝ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, અવસાન પામેલા ભુપત વાળા પાછલા 2 વર્ષથી પાકિસ્તાનની જેલમાં હતા. નોંધનીય છે કે તાજેતરમાં જ પોરબંદરના દરિયામાં બે દિવસીય ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ કરવામા આવ્યો હતો. આ ઓપરેશનમાં વિવિધ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. પોરબંદર પોલીસ દ્વારા દરિયામાં બોટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. માછીમારોના આઈ.ડી.પ્રુફ સહિતના ચકાસણી કરવામાં આવી હતી. તો સાથો સાથ પણ દરિયાઈ સુરક્ષાને લઈ ને જાગૃત કરવામાં આવ્યા હતા. ઓપરેશન સાગર સુરક્ષા કવચને લઈ પોરબંદરના અસ્માતી ઘાટ નજીક પણ પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા.
Home Page : Clack Hare