GPS tracker,રાજ્યના અનેક જિલ્લાઓમાંથી એક બાદ એક સરકારી અધિકારીઓની જાસૂસી થતી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ ફરિયાદો પણ નોંધવામાં આવી છે. સરકારી અધિકારીઓના અંગત જીવન પણ જોખમાયા હોય એવી સ્થિતિ સર્જાઈ છે. અધિકારીઓની જાસૂસીમાં GPS trackerનો ઉપયોગ થયો હોવાનું પણ સામે આવ્યુ છે.
મેગ્નેટિક GPS ટ્રેકર પર સીધું કોઈ જ નિયંત્રણ હોતુ નથી અને એટલે જ જાસૂસી કરવા માટે તેનો સરળતાથી ઉપયોગ થઈ રહ્યો છે. આ પ્રકારના ટ્રેકર ડિવાઈસ ઓનલાઈન શોપિંગ દ્વારા સરળતાથી ખરિદી શકાય છે.
સરકારી અધિકારીઓ માટે હાલમાં GPS trackerનું નામ સાંભળતા જ મગજ જાણે કે ચકરાવા લેવા લાગે છે. સરકારી અધિકારીઓની જાસૂસીમાં GPS ટ્રેકરનો ઉપયોગ થવા લાગ્યો છે. તેમની કારમાં મેગ્નેટિક ડિવાઈસ પળવારમાં લગાવી દીધા બાદ, સતત તેના લોકેશન મેળવવામાં આવતા હોય છે. આ પ્રકારના ટ્રેકર સરળતાથી મળવાને લઈ આ પ્રકારના જોખમ વધ્યા છે.
સરકારી અધિકારીઓ માટે માથાનો દુખાવો બન્યો GPS tracker, આ ભાવે મળે છે ‘જાસૂસ મશીન’!
કોઈ પણ કાર, કે બેગમાં રાખવામાં આવેલ GPS ટ્રેકર સતત તમારા મોબાઈલ પર અપડેટ આપતુ રહે છે. બસ આ માટે તમારે મોબાઈલ સાથે ડિવાઈસ કનેક્ટ કરીને કાર કે બેગ જેની જાસૂસી કરવાની હોય એમાં રાખી કે ચિપકાવી દેવાનું હોય છે. જે ડિવાઈસમાં લગાવેલ સીમકાર્ડ આધારે ઈન્ટર ડેટા વડે તમને સતત લાઈવ લોકેશન તમારા સ્માર્ટફોન કે કોમ્પ્યુટર પર મળતુ રહે છે.
શું તમે તમારા ફોન અથવા લેપટોપ પર વારંવાર Google Ads કેવી રીતે બ્લોક કરવી?
GPS ટ્રેકર ઓનલાઈન બજારમાં માત્ર પાંચસો રુપિયાથી શરુ થતી કિંમતે ખરિદી શકાય છે. જોકે મેગ્નેટિક અને સતત લાઈવ અપડેટ માટે વિવિધ ફિચર અને આધુનિકતા ધરાવતા ડિવાઈસ જાસૂસી ઈચ્છતા લોકોની પહેલી પસંદ બને છે. જેની કિંમત સહેજ વધારે હોય છે. વધુ બેટરી લાઈફ ધરાવતા ડિવાઈસની કિંમત પણ વધારે હોય છે.
આજકાલ ઓનલાઈન શોપિંગ વડે એકદમ નાનકડી સાઈઝના ટ્રેકર ખરિદી શકાય છે.
મહિના કે વર્ષ મુજબની બેટરી લાઈફ ધરાવતી ડિવાઈસની કિંમત 20 થી 25 હજાર સુધીની હોય છે. જેમાં એકવાર ચાર્જ કરેલ ડિવાઈસ ત્રણ વર્ષ સુધી બેટરી લાઈફ ધરાવે છે. સાથે તે વોટરપ્રુફ હોવા સહિતની બાબતો પણ જોવામાં આવે છે. મેગ્નેટિક GPS tracker 1099 થી 3990 રુપિયા સુધીની કિંમતમાં મળતા હોય છે. આ રીતે કોઈની પણ જાસૂસી કરવી એ કાયદાકીય અપરાધ બની શકે છે. આ માટે તંત્ર પણ હવે સજાગ થઈ ચૂક્યુ છે, જેથી પ્રાઈવસી ભંગ કોઈની પણ થઈ ના શકે.
આજકાલ ઓનલાઈન શોપિંગ વડે એકદમ નાનકડી સાઈઝના ટ્રેકર ખરિદી શકાય છે. જે મેગ્નેટિક હોવાને લઈ સરળતાથી કારની નિચે ચિપકાવી શકાય છે. ગેરકાયદેસર જાસૂસી કરનારાઓ આજ રીતે કારની નિચે નજર આવે એમ ડિવાઈસ ચિપકાવી દઈ જાસૂસી કરી રહ્યા છે.