ગુજરાતમાં સરકારી પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે ધનતેરસના દિવસે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઇ છે. ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા 1500 થી વધારે પોસ્ટની ભરતી બહાર પડાઇ છે. જેમાં થેરાપીસ્ટ, વર્ક આસિસ્ટન્ટ, ટેક્નિશિયન, તાંત્રીક મદદનીશ, ગ્રાફિક ડિઝાઇનર, મશીન ઓવરશીયર, વાયરમેન, જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ, સર્વેયર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટની ભરતી થશે. સર્વેયર બાદ વર્ક આસિસ્ટન્ટની સૌથી વધારે 574 પોસ્ટની ભરતી કરવામાં આવશે.
Gujarat માં સરકારી ભરતીઓની મોસમ
દિવાળી પર Gujaratમાં સરકારી ભરતીઓની મોસમ
17 નવેમ્બર બપોરે 2 વાગ્યાથી ઓનલાઇન અરજી કરી શકાશે. 17 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી અરજીના ઓનલાઇન ફોર્મ ઓજસની વેબસાઇટ પર ભરી શકાશે. નવી પરિક્ષા પદ્ધતી અનુસાર પરીક્ષા લેવાશે. ગૌણસેવા પસંદગી મંડળની વેબસાઇટ પર તમામ માહિતી ઉપલબ્ધ છે.
Home Page : Clack Hare