Hardik Pandya : મુંબઈ ઈન્ડિયન્સ પર આવી શકે છે 1 મોટી મુશ્કેલી, IPLમાંથી બહાર થશે હાર્દિક પંડ્યા! કોણ કરશે કેપ્ટન્સી?

Hardik Pandya : ODI વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ Hardik Pandya મેદાનમાં પરત ફરી શક્યો નથી. હવે તેની વાપસી લાંબા સમય સુધી સ્થગિત થઈ શકે છે અને માનવામાં આવે છે કે તે આઈપીએલ 2024માંથી પણ બહાર થઈ શકે છે. જો આમ થશે તો મુંબઈ ઈન્ડિયન્સ માટે તે મોટો ફટકો હશે.

Hardik Pandya
Hardik Pandya

હાલમાં જ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બનેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે જોડાયેલા ખરાબ સમાચાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હાર્દિક પંડ્યા પણ IPL 2024માંથી બહાર થઈ શકે છે. કારણ કે તેના પગની ઘૂંટીમાં થયેલી ઈજા ઘણી ગંભીર છે અને તેના માટે સમયસર ફિટ થવું મુશ્કેલ છે. જો આમ થશે તો તે માત્ર મુંબઈ ઈન્ડિયન્સ માટે જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયા માટે પણ મોટો ફટકો હશે.

Hardik Pandyaને પરત ફરવામાં 2-3 મહિનાનો સમય લાગી શકે

PTIના અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સીરીઝ સુધી ફિટ રહેશે નહીં. જો કે હાર્દિકની ફિટનેસ અંગે BCCI કે મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા હજુ સુધી કોઈ ઓફિશિયલ અપડેટ આપવામાં આવ્યું નથી. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, હાર્દિક પંડ્યા ઈજાના કારણે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહેશે. જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન વિરૂદ્ધ ટી-20 સિરીઝ સિવાય તે IPL 2024થી પણ દૂર રહી શકે છે. મતલબ કે હાર્દિકને પરત ફરવામાં 2-3 મહિનાનો સમય લાગી શકે છે, જો આવું થશે તો તે ટી20 વર્લ્ડ કપ 2024 સુધી જ ફિટ રહેશે.

કેપ્ટનશિપ કોણ કરશે?

હાલમાં જ મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. પરંતુ IPL 2024 પહેલા યોજાયેલી હરાજી અને રીટેન્શનમાં હાર્દિકે ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયો હતો. મુંબઈએ હવે હાર્દિકને પોતાનો કેપ્ટન બનાવી લીધો છે. જ્યારે રોહિત શર્માને સુકાનીપદેથી હટાવી દેવામાં આવ્યો છે. તો ઘણા ફેન્સને આ વાત નથી ગમી. આવી સ્થિતિમાં જો હાર્દિક પંડ્યા IPL 2024માં નહીં રમે તો સવાલ એ પણ થશે કે ટીમની કેપ્ટનશીપ કોણ કરશે, શું રોહિત શર્માને ફરીથી કેપ્ટન બનાવવામાં આવશે.

અગત્યની લિંક

Sandeep Maheshwari Vivek Bindra Controversy: માત્ર વિવેક બિન્દ્રા જ નહીં, સંદીપ મહેશ્વરી પણ આ યુટ્યુબર્સ સાથે ટકરાઈ ચૂક્યા છે, 1વાર.

Covid cases in India : 24 કલાકમાં 328 સક્રિય કેસ મળી આવ્યા; રાજસ્થાનમાં  JN.1 ના 4 કેસ નોંધાયા છે

Gift City : ગિફ્ટ સિટીમાં દારૂ પીવાના મુદ્દે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

ODI વર્લ્ડ કપમાં ઈજા થઈ હતી

તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યા ODI વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામે બોલને રોકવા દરમિયાન તેનો પગ ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તે ક્રિકેટથી દૂર છે. હાર્દિકને વર્લ્ડ કપની વચ્ચે ટીમ છોડવી પડી હતી, ત્યારથી તે રિકવરી મોડમાં છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે, હાર્દિક પંડ્યા IPL સુધીમાં પરત ફરી કરી શકે છે, પરંતુ હવે આ આશા પણ મુશ્કેલ લાગે છે.

Leave a Comment