Hill Station: આપણા દેશમાં એવા અનેક હિલ સ્ટેશનો છે જે સુંદરતામાં ભલ ભલાને પછાડે પરંતુ મોંઘા પણ ખુબ પડે. અમે તમને એવા કેટલાક સસ્તા હિલ સ્ટેશન વિશે જણાવીશું જે ખુબ જ સુંદર અને બજેટમાં પણ પોસાય તેવા છે.
Affordable Hill Station
આપણા દેશમાં એવા અનેક Hill Station છે જે સુંદરતામાં ભલ ભલાને પછાડે પરંતુ મોંઘા પણ ખુબ પડે. અમે તમને એવા કેટલાક સસ્તા હિલ સ્ટેશન વિશે જણાવીશું જે ખુબ જ સુંદર અને બજેટમાં પણ પોસાય તેવા છે.બળબળતી ગરમીમાં હિલ સ્ટેશનો પર જઈને ઠંડક માણવાની મજા જ કઈક ઓર હોય છે. હિલ સ્ટેશનો પર કુદરતી સૌંદર્ય માણવાની સાથે ઠંડકનો અહેસાસ સોનામાં સુગંધ ભેળવે છે. બાળકોને પણ હાલ વેકેશન હોય ત્યારે ફરવા માટે અમે તમને કેટલીક જગ્યાઓ જણાવીશું જ્યાં તમે બજેટ ટ્રિપ કરી શકો છો. એક હિલ સ્ટેશન તો ગુજરાતની ખુબ નજીક પણ છે. તો ખાસ જાણો આ હિલ સ્ટેશનો વિશે…
પશ્ચિમ બંગાળના ખુબ જ સુંદરHill Station રેલવે સ્ટેશન જે પોતાના ચાના બગીચાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં તમે ચાની ચુસ્કીઓ લેતા લેતા સુંદર વાદીઓનો નજારો માણી શકો છો. આ સાથે જ અનેક ફન એક્ટિવિટીઝ પણ એન્જોય કરી શકો છો.
ઉત્તરાખંડનું ફેમસ મસૂરી એક જાણીતું હિલ સ્ટેશન છે. જે દિલ્હીથી ફક્ત 300 કિમી દૂર છે. અહીં તમે ઓછા બજેટમાં ફરી શકો છો. મસૂરીને પહાડોની રાણી પણ કહે છે. આ જગ્યા ફેમસ હનીમૂન ડેસ્ટિનેશન પણ છે. ફેમિલી વેકેશન માટે પણ બેસ્ટ છે.
તમિલનાડુનું જાણીતું હિલ સ્ટેશન. જ્યાં કે ટી ગાર્ડન, ઐતિહાસિક ઈમારતો, અને સુંદર નજારા તેને એક પરફેક્ટ હોલિડે ડેસ્ટિનેશન બનાવે છે. અહીં એક ફેમસ ફ્લાવર શો પણ આયોજિત થાય છે. જે લગભગ એક દિવસ ચાલે છે. અહીં ઝીલ, વોટરફોન, બોટનિકલ ગાર્ડન, પહાડો બધુ જ છે.
કર્ણાટકનું કુર્ગ હિલ સ્ટેશન કોડાગુ હિલ સ્ટેશન પોતાના કોફીના બગીચા, ઝરણા, કુદરતી સુંદરતા માટે જાણીતું છે. સુગંધી મસાલા પણ ઉગાડવામાં આવે છે. કુર્ગના પહાડો, ઝરણા, કિલ્લા, પ્રાચીન મંદિર અને તિબ્બતી વસ્તીઓ ફરવાલાયક છે.
મહારાષ્ટ્રના પશ્ચિમી ઘાટ અને સહ્યાદ્રી રેન્જ વચ્ચે માથેરાન હિલ સ્ટેશન મુંબઈથી ફક્ત 100 કિમી દૂર છે. અહીં લુઈસા પોઈન્ટ પર લોકો ટ્રેકિંગ માટે જાય છે. જ્યાં પહાડની ટોચ પર પહોંચતા જ ઠંડી હવાઓ અને સુંદર નજારા બધો થાક મીટાવી દે છે.