Indian Air Force College:દરેક વાલીઓને ચિંતા હોય છે, કે તેના બાળકનું એડમિશન એવી કોલેજમાં થાય, જ્યાં તેનું ભવિષ્ય ઉજળુ થઈ જાય. આવી જ એક કોલેજ વિશે અમે આપને જણાવી રહ્યાં છીએ, જ્યાં એડમિશન મળી ગયું તો એરફોર્સમાં ઓફિસર બનાવાનું નક્કી છે.
Indian Air Force
દરેક માતા પિતા પોતાના બાળકોના ભવિષ્યને લઈ ચિંતિત હોય છે. ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. ત્યારે આગળના અભ્યાસ માટે શું કરવું તે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટો પડકાર હોય છે. અહીં અમે આપને તમારા બાળકને ઓરફોર્સમાં ઓફિસર બનાવવા માટે શું કરવું તેની જાણકારી આપીશું. જો તમે તમારા બાળકનો એરફોર્સ અધિકારી બનાવા માંગો છો, તો આ ત્રણ કોલેજ તમારા બાળકો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. અહીં પ્રવેશ મેળવવા માટે 3 એન્ટ્રી ગેટ NDA, AFCAT અને CDS છે.
ભારતીય વાયુ સેના એકેડમી
Indian Air Force ભારતીય વાયુસેના એકેડમી ભારતીય વાયુ સેનાના પાયલોટ્સ, ગ્રાઉન્ડ ડ્યુટી અને ટેક્નિકલ ઓફિસર્સ, કમિશન ઓફિસર્સનું ટ્રેનિંગ સ્થળ છે. વર્ષ 1969માં આ એકેડમીની સ્થાપના થઈ હતી. હા આ સંસ્થા હૈદરાબાદથી સિકંદરાબાદ સુધી આશરે 25 કિમીના અંતર ડુંડીગલમાં આવેલી છે. તે સિવાય, તે ભારતીય નૌસેના અને ભારતીય કોસ્ટ ગાર્ડના ઓફિસર્સને ટ્રેનિંગ આપે છે. જે ભારતીય વાયુ સેનામાં પોતાની કારકિર્દી બનાવા માંગે છે, તે તમામ કેડેટ્સો માટેનું રેગ્યુલર ટ્રેનિંગ સેન્ટર છે.
આ રીતે મળે છે એડમિશન
NDA: જે પણ ઉમેદવાર આ પરીક્ષા માટે અરજી કરવા માંગે છે. તે ધોરણ 12 પાસ હોવો જોઈએ. યુપીએસસી દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ નેશનલ લેવલની પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવે છે. ઉમેદવાર ડિફેન્સ ફિલ્ડમાં પોતાનું કરિયર બનાવવા માટે કોઈપણ NDA પરીક્ષામાં સામેલ થઈ શકે છે. ભારતીય વાયુસેનામાં એડમિશન માટે ઉમેદવારોએ પરીક્ષા પાસ કરવાની રહેશે, ત્યારે બાદ એસએસબી ઇન્ટરવ્યું પ્રક્રિયા પાર પાડવું પડશે.
એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ
AFCAT: એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT) દ્વારા ભારતીય વાયુ સેના એકેડમીમાં સામેલ થઈ શકો છો. આ માટે ઉમેદવાર ગ્રેજ્યુએટ કે ઇન્જિનીયર હોવો જોઈએ. ઉમેદવાર ભારતીય વાયુ સેનામાં ફ્લાઇંગ બ્રાન્ચમાં શોર્ટ સર્વિસ કમિશન (SSC)માટે 14 વર્ષ સુધી નોકરી કરી શકે છે. AFCAT પરીક્ષામાં અરજી કરવા માટે અભ્યાસક્રમ શરૂ થાય તે સમયે ઉમેદવારની ઉંમર 20-24 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આ પરીક્ષા ફ્લાઇંગ અને ગ્રાઉન્ડ ડ્યુટીમાં ઘણી જગ્યાઓ માટે ભારતીય વાયુ સેના દ્વારા વર્ષમાં 2 વાર લેવામાં આવે છે. AFCATમાં સફળતાપૂર્વક પાસ થનાર ઉમેદવારને વાયુ સેના પસંદગી બોર્ડમાં બોલાવામાં આવે છે.