Israel News: હમાસે ઈઝરાયેલના 13 અને થાઈલેન્ડના ચાર બંધકોને મુક્ત કર્યા છે. ઈઝરાયેલના સૈનિકોએ આ વાતની પુષ્ટિ કરી છે. આ લોકો પહેલા રેડક્રોસના વાહનમાં રફાહ ક્રોસિંગ થઈને ઈજીપ્ત ગયા હતા અને ત્યાંથી ઈઝરાયેલમાં પ્રવેશ્યા હતા. આ તમામ બંધકો ઈઝરાયેલની સરહદ સુધી પહોંચી ગયા છે. બીજી તરફ Israele પણ પેલેસ્ટાઈનના 39 કેદીઓને મુક્ત કર્યા છે.
Israel News
હમાસે બીજા દિવસે વધુ 13 ઈઝરાયેલ અને ચાર થાઈલેન્ડના બંધકોને મુક્ત કર્યા છે. ઈઝરાયેલના સૈનિકોએ આ વાતની પુષ્ટિ કરી છે. IDFએ જણાવ્યું હતું કે બંધકોમાંથી 13 ઈઝરાયેલ અને અન્ય ચાર થાઈ નાગરિકો હતા. આ લોકો પહેલા રેડક્રોસના વાહનમાં રફાહ ક્રોસિંગ થઈને ઈજીપ્ત ગયા હતા અને ત્યાંથી ઈઝરાયેલમાં પ્રવેશ્યા હતા.
Table of Contents
IDFએ જણાવ્યું હતું કે….
IDFએ જણાવ્યું હતું કે મુક્ત કરાયેલા બંધકો Israelના વિસ્તારમાં પ્રવેશ્યા હતા. અહીં પહોંચ્યા બાદ તમામની મેડિકલ તપાસ કરવામાં આવશે. તમામ બંધકો ઈઝરાયેલના સૈનિકો સાથે છે. અમારા સૈનિકો ત્યાં સુધી તેમની સાથે રહેશે જ્યાં સુધી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં નહીં આવે, જ્યાં તેઓ તેમના પરિવારને મળશે. તમને જણાવી દઈએ કે ડીલ હેઠળ આ મુક્તિના બદલામાં ઈઝરાયેલે પેલેસ્ટાઈનના 39 કેદીઓને પણ મુક્ત કર્યા છે.
બીજા દિવસે બંધકોને મુક્ત કરવામાં વિલંબ થયો હતો
ચાર દિવસીય યુદ્ધવિરામના બીજા દિવસે બંધકોની મુક્તિમાં થોડો સમય વિલંબ થયો હતો કારણ કે હમાસે ઇઝરાયેલ પર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. તમને જણાવી દઈએ કે શુક્રવારે બંધકો અને કેદીઓની મુક્તિનો પહેલો દિવસ હતો. આ દિવસે હમાસે ઈઝરાયેલના 13 અને થાઈલેન્ડના 12 બંધકોને મુક્ત કર્યા હતા. તેના બદલામાં ઈઝરાયેલે જેલમાં બંધ 39 પેલેસ્ટાઈન કેદીઓને પણ મુક્ત કર્યા હતા.
ઇઝરાયલ
ઇઝરાયલ રાષ્ટ્ર (હિબ્રુ: મેદિનત યિસરા’એલ; دَوْلَةْ إِسْرَائِيل, દૌલત ઇસરા’ઈલ) એક દક્ષિણપશ્ચિમ એશિયામાં સ્થિત એક દેશ છે. આ દક્ષિણપૂર્વ ભૂમધ્ય સાગર ના પૂર્વી છેડે પર સ્થિત છે. આની ઉત્તરમાં લેબનાન છે, પૂર્વ માં સિરિયા અને જૉર્ડન છે, અને દક્ષિનપશ્ચિમમાં ઇજિપ્ત છે.
મધ્યપૂર્વમાં સ્થિત આ દેશ વિશ્વ રાજનીતિ અને ઇતિહાસની દૃષ્ટિ એ ખૂબ મહત્વપૂર્ણ છે. ઇતિહાસ અને ગ્રંથો અનુસાર યહુદીઓનું મૂળ નિવાસ રહેલ આ ક્ષેત્ર નું નામ ખ્રિસ્તી, ઇસ્લામ અને યહૂદી ધર્મોમાં પ્રમુખતાથી લેવાય છે. યહૂદી, મધ્યપૂર્વ અને યુરોપના ઘણાં ક્ષેત્રોમાં ફેલાઈ ગયા હતાં. ઓગણીસમી સદીના અંતમાં તથા ફરી વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપમાં યહૂદીઓ ઉપર કરાયેલ અત્યાચારને કારણે યુરોપીય (તથા અન્ય) યહૂદીઓ પોતાના ક્ષેત્રોથી ભાગી જેરૂસલેમ અને આના આસપાસના ક્ષેત્રોમાં આવવા લાગ્યાં. સન ૧૯૪૮માં આધુનિક ઈસરાયલ રાષ્ટ્રની સ્થાપના થઈ.
જેરુસલેમ ઇસરાયલની રાજધાની છે પણ અન્ય મહત્વપૂર્ણ શહરોમાં તેલ અવીવનું નામ પ્રમુખતાથી લેવાય છે. અહીંની પ્રમુખ ભાષા હિબ્રુ છે, જે ડાબેથી જમણે લખાય છે, અને અહીંના નિવાસીઓને ઇઝરાયલી કહે છે. ઇઝરાયેલમાં ઇલેક્ટ્રોનિક્સ, ટેલિ કોમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, બાયોટેક, ટૂરિઝમ, બાંધકામ, હીરાઉદ્યોગ અને એગ્રિકલ્ચર જેવા ક્ષેત્રોનો વિકાસ થયો છે. ડાયમંડ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને ખેત પેદાશોની નિકાસમાં પણ આ દેશનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ઘરેલુ ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો ૨.૫ ટકા જેટલો છે.
ધ્વજ
રાજચિહ્ન
(પૂર્વ-) ૧૯૬૭ સીમા (લીલા રંગમાં) | |
રાજધાની and largest city | જેરુસલેમ 31°47′N 35°13′E |
---|---|
અધિકૃત ભાષાઓ | હિબ્રુઅરેબિક |
વંશીય જૂથો (2018) | ૭૪.૫% ઇઝરાયેલી યહુદીઓ૨૦.૯% આરબ૪.૬% અન્ય |
ધર્મ (૨૦૧૬) | ૭૪.૭% ઈઝરાયેલી યહુદીઓ૧૭.૭% ઇસ્લામ૨.૦% ખ્રિસ્તી૧.૬% ડ્રુઝ૪.૦% અન્ય |
લોકોની ઓળખ | ઈઝરાયેલી |
સરકાર | ઐક્ય સંસદીય પ્રજાસત્તાક |
• રાષ્ટ્રપ્રમુખ | રીઉવેન રિવ્લિન |
• પ્રધાનમંત્રી | બેન્જામિન નેતાનયાહુ |
• ક્નેસ્સેટ સ્પીકર | યુલી-યોએલ એડલેસ્ટેઇન |
• ચીફ જસ્ટિશ | એસ્થર હાયુત |
સંસદ | ક્નેસ્સેટ |
સ્વતંત્ર | |
• ઘોષણા | ૧૪ મે ૧૯૪૮ |
• યુ.એન.માં પ્રવેશ | ૧૧ મે ૧૯૪૯ |
વિસ્તાર | |
• કુલ | 20,770–22,072 km2 (8,019–8,522 sq mi ) |
• જળ (%) | ૨.૧ |
વસ્તી | |
• ૨૦૨૩ અંદાજીત | ૯૭,૭૬,૭૮૦ |
• ૨૦૦૮ વસ્તી ગણતરી | 7,412,200 |
• ગીચતા | [convert: invalid number] |
GDP | ૨૦૧૮ અંદાજીત |
• કુલ | $334.328 billion (૫૪મો) |
• Per capita | $37,673 |
GDP (nominal) | ૨૦૧૮ અંદાજીત |
• કુલ | $373.751 billion |
• Per capita | $42,115 |
જીની (૨૦૧૩) | 42.8 medium |
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૫) | 0.899 very high |
ચલણ | ન્યૂ શેકેલ |
સમય વિસ્તાર | UTC+૨ (ઈઝરાયેલ પ્રમાણભૂત સમય) |
• ઉનાળુ (DST) | UTC+૩ (ઈઝરાયેલ ઉનાળુ સમય) |
તારીખ બંધારણ | יי-חח-שששש (AM)dd-mm-yyyy (CE) |
વાહન દિશા | જમણે |
ટેલિફોન કોડ | +૯૭૨ |
ISO 3166 કોડ | IL |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .il |
વેબસાઇટ www.israel.org |
નામ
ઇઝરાયલ શબ્દનો પ્રયોગ બાઈબલ અને તેથી પહેલાંના સમયકાળથી થતો રહ્યો છે . બાઈબલ અનુસાર ઈશ્વરના દૂત સાથે યુદ્ધ લડવા બાદ જેકોબનું નામ ઇઝરાયલ રખાયું હતું. આ શબ્દ પ્રયોગ તે સમયે (કે પહલાં)થી યહૂદીઓની ભૂમિ માટે કરાતો રહ્યો છે.
Israel 50 બંધકોના બદલામાં 150 કેદીઓને મુક્ત કરશે
તમને જણાવી દઈએ કે ડીલમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ચાર દિવસીય યુદ્ધવિરામ દરમિયાન હમાસ 50 Israelના બંધકોને મુક્ત કરશે અને ઈઝરાયલે 150 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા પડશે. તમને જણાવી દઈએ કે હમાસે 7 ઓક્ટોબરે અચાનક ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ તેણે 240 નાગરિકોને બંધક બનાવ્યા હતા. તેમાંથી 200થી વધુ ઇઝરાયલી હતા.
- હોમ પેજ : અહિ ક્લિક કરો
- Read more: Click here