ITR Form : સરકાર હવે રોકડ વ્યવહારો પર પણ નજર રાખશે, જેની વિગતો નવા ITR ફોર્મમાં આપવાની રહેશે

ITR Form : સરકાર દેશમાં રોકડ વ્યવહારોને ઓછા કરવા માટે સતત કામ કરી રહી છે. તેથી, એક દિવસમાં રોકડ લેવાની મર્યાદા 2 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. સમગ્ર દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાનું કામ ચાલી રહ્યું છે. હવે ITR Formમાં પણ આ જોગવાઈ કરવામાં આવી છે.

ITR Form New Rules 2024
ITR Form New Rules 2024

નવા વર્ષમાં તમને મોટા ઝટકાનો સામનો કરવો પડી શકે છે. હવે સરકારે રોકડ વ્યવહારો પર પણ નજર રાખવાનો નિર્ણય લીધો છે. હાલમાં આવકવેરા વિભાગે નવા ITR Form બહાર પાડ્યા છે. તેમાં તમારે તમારા રોકડ વ્યવહારોની વિગતો આપવાની રહેશે. આ ઉપરાંત તમારે દેશમાં ખોલાવેલા તમામ બેંક ખાતાઓની વિગતો પણ આપવી પડશે. આ બધી જ માહિતી ફોર્મમાં ભરવી ફરજિયાત રહેશે.

વર્ષ 2024-25 માટે નવા ITR Form બહાર પાડ્યા

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એટલે કે CBDT એ એસેસમેન્ટ વર્ષ 2024-25 માટે નવા ITR ફોર્મ બહાર પાડ્યા છે. ગયા વર્ષે નવા ITR ફોર્મ ફેબ્રુઆરીમાં નોટિફાઈ થયા હતા. આ વખતે ફોર્મ ડિસેમ્બરમાં જ આવ્યા છે. આવકવેરાની ભાષામાં એસેસમેન્ટ વર્ષ 2024-25 માટે જાહેર કરાયેલ ફોર્મનો અર્થ એ છે કે, તમે નાણાકીય વર્ષ 2023-24માં તમારી કમાણીની વિગતો તેમાં ભરો.

રોકડ લેવાની મર્યાદા 2 લાખ રૂપિયા

સરકાર દેશમાં રોકડ વ્યવહારોને ઓછા કરવા માટે સતત કામ કરી રહી છે. તેથી, એક દિવસમાં રોકડ લેવાની મર્યાદા 2 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. સમગ્ર દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાનું કામ ચાલી રહ્યું છે. હવે ITR ફોર્મમાં પણ આ જોગવાઈ કરવામાં આવી છે.

રોકડ વ્યવહારોની વિગતો ભરવાની રહેશે

તમે જ્યારે HUF અથવા ફેમિલી બિઝનેસ અથવા મર્યાદિત જવાબદારી ભાગીદારીમાં છો. તો તમારે ITR-4 અથવા સંગમ ફોર્મ ફાઈલ કરવાનું રહેશે. તેના માટે કુલ આવક મર્યાદા 50 લાખ રૂપિયા હશે. ઈકોનોમિક ટાઇમ્સના સમાચાર મૂજબ આ ફોર્મમાં તમારે રોકડમાં મળેલી રકમની માહિતી પણ ભરવાની રહેશે. ગયા વર્ષે સરકારે ITR ફોર્મમાં ક્રિપ્ટોકરન્સીથી થતી આવકની કલમ પણ ઉમેરી હતી. આ વર્ષે રોકડ વ્યવહારો ઉમેરાયા છે.

અગત્યની લિંક

બેંક ખાતાના ટાઈપ વિશે માહિતી આપવી પડશે

તમારે વર્તમાન નાણાકીય વર્ષમાં ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલા તમામ બેંક ખાતાઓની માહિતી આપવી પડશે. આ ઉપરાંત બેંક ખાતાના ટાઈપ વિશે પણ માહિતી આપવી પડશે. ITR-1 અથવા સહજ ફોર્મ ફક્ત તે લોકો જ ભરી શકે છે જેમની વાર્ષિક આવક 50 લાખ રૂપિયા સુધી છે. જે લોકો સેલેરી, મકાન મિલકત, વ્યાજ કે ખેતીમાંથી આવક મેળવે છે.

Leave a Comment