Lok Sabha : 2 યુવકો Lok Sabha વેલ સુધી ધસી ગયા, સંસદ પર હુમલાની વરસીએ જ સુરક્ષામાં ચૂક

બુધવારે Lok Sabhaમાં સંસદની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી એક વ્યક્તિ કૂદવાનો મામલો સામે આવ્યો છે.એક વીડિયોમાં એવું જોઈ શકાય છે કે આ વ્યક્તિ સાંસદોની બૅન્ચ પર કૂદકો મારીને સ્પીકરની ખુરશી તરફ આગળ વધી રહ્યો છે.સાંસદો આ વ્યક્તિને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Lok Sabha
Lok Sabha

2 યુવકો Lok Sabha વેલ સુધી ધસી ગયા

આ બાબત વીડિયોમાં પણ જોઈ શકાય છે.આ ઘટના બાદ ઘણા સાંસદોએ મીડિયાને જણાવ્યું હતું કે લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાંથી બે લોકો કૂદી પડ્યા હતા.મીડિયા અહેવાલો અનુસાર આ વ્યક્તિના હાથમાં ‘કલર સ્મોગ’ હતો. આ લોકોએ જ્યારે પ્રેક્ષક ગેલેરીમાંથી અંદર કૂદકો માર્યો ત્યારે પશ્ચિમ બંગાળના ભાજપના સાંસદ ખાનેન મૂર્મુ બોલી રહ્યા હતા.

સ્પીકરે શું કહ્યું?

આ ઘટના બની ત્યારે સ્પીકરની ખુરશી પર રાજેન્દ્ર અગ્રવાલ બેઠા હતા.તેમણે સંસદની બહાર આવીને મીડિયાને કહ્યું, “પ્રેક્ષક ગેલેરીમાંથી એક વ્યક્તિએ કૂદકો માર્યો હતો. અમને એવું લાગ્યું કે તે પડી ગયો છે. પરંતુ બીજો વ્યક્તિ રેલિંગ પકડીને કૂદી રહ્યો હતો. તેમાંથી એક વ્યક્તિએ તેના પગરખાંમાંથી કંઈક બહાર કાઢીને ધુમાડો ફેલાવ્યો.”તેમણે વધુમાં કહ્યું, “થોડો અવાજ થયો. ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ તેમને પકડી લીધા. તેમને લઈ જવામાં આવ્યા. હવે ખબર પડશે કે તેઓ કોણ છે, ક્યા સંગઠનમાંથી આવ્યા હતા.”

સમાચાર એજન્સી એએનઆઈએ શેર કરેલા એક વીડિયોમાં દિલ્હી પોલીસે કહ્યું હતું કે, “બે પ્રદર્શનકારીઓને ટ્રાન્સપૉર્ટ ભવનની બહારથી પકડી લેવામાં આવ્યા હતા. એ લોકો સ્મોગને સહારે પ્રદર્શન કરી રહ્યા હતા. આ ઘટના સંસદની બહાર બની છે.”

Lok Sabhaમાં હાજર સાંસદોએ શું કહ્યું ?

તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ સુદીપ બંદોપાધ્યાય અને સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે આ ઘટનાને સુરક્ષામાં ખામી ગણાવી છે.કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ મીડિયાને કહ્યું, “તેઓ ગૃહમાં અંદર સુધી આવી ગયા હતા. તેમના હાથમાં કંઈક હતું. ઘણો ગેસ નીકળતો હતો. ગૃહની અંદરના તમામ સાંસદોએ બંનેને પકડી લીધા હતા. તેને કોઈ સુરક્ષાકર્મીઓએ નહીં પણ સાંસદોએ પકડ્યો હતો. એ પછી અમે બહાર આવ્યા. બાકી ગૃહ બે વાગ્યા સુધી બંધ છે. પરંતુ ધ્યાને લેવા જેવી વાત એ છે કે આજે સવારે જ અમે 2001માં ગૃહમાં હુમલો કરનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી અને આજે ફરીથી જે હુમલો થયો છે તે અમારા મતે સુરક્ષામાં ખામી છે.”

ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાયે મીડિયાને કહ્યું, “એ ખૂબ જ ભયાનક અનુભવ હતો. કોઈને ખબર નથી કે તેમનું લક્ષ્ય શું હતું અને એ લોકો આવું કેમ કરી રહ્યા હતા. અમે બધા ગૃહ છોડી ગયા. આ સુરક્ષામાં થયેલી ચૂક હતી. આવા તત્ત્વો ગૃહની અંદર કેવી રીતે આવી ગયા અને ધુમાડો કેવી રીતે છોડ્યો એ પણ સવાલ છે.ડિમ્પલ યાદવે કહ્યું, “દરેક લોકો અહીં આવે છે. પછી તે મુલાકાતીઓ હોય કે પત્રકારો, તેમની પાસે ટૅગ્સ હોતા નથી. મને લાગે છે કે સરકારે આ તરફ ધ્યાન આપવું જોઈએ. આ સુરક્ષાની ચૂક છે.”

Google map : દર મહિને બચશે 2000 રૂપિયા , આવી ગયું Google mapનું નવું ફીચર

Israelના જહાજ પર હૂતી વિદ્રોહીનો મિસાઈલથી હુમલો, વાગ્યા યુદ્ધના ભણકારા લાલ દરિયામાં

Chennai Super Kings IPL ટીમ નો IPO આવવામાં લાગશે સમય, તે પહેલા ખરીદો તેના શેર, જાણો કેવી રીતે અનલિસ્ટેડ માર્કેટમાં કરશો રોકાણ

સાંસદ દાનિશ અલીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, “બે લોકોએ પબ્લિક ગેલેરીમાંથી કૂદકો માર્યો. તેઓ કૂદતાની સાથે જ ધુમાડો થવા લાગ્યો. અરાજકતા ફેલાઈ ગઈ. બધા દોડ્યા. તેમને પકડી લેવામાં આવ્યા. જ્યારે એક વ્યક્તિનો પાસ લેવામાં આવ્યો ત્યારે એ મળી આવ્યું છે કે તે મૈસૂરનો છે. કદાચ તેનું નામ સાગર હતું. તે મૈસૂરના સાંસદના મહેમાન તરીકે આવ્યો હતો. બીજા યુવક વિશે ખબર નથી, કારણ કે અમે બહાર આવી ગયા છીએ.

અગત્યની લિંક

”આજે સંસદ પર હુમલાની વરસી પણ છે. 13 ડિસેમ્બર 2001ના રોજ ભારતીય સંસદ પર ઉગ્રવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

Leave a Comment