Mobile Tower Business Idea 2024: 500 ચોરસ ફુટ ખાલી જગ્યાથી 50-60 હજાર રૂપિયા દર મહિને મળી શકે છે

Mobile Tower Business Idea 2024 : મિત્રો હવે તમે ઘરે બેઠા મહિને 50 થી 60 હજારની કમાણી કરી શકો છો. તમને થતું હશે કે મહિને કોઈપણ કામ વગર ઘરે બેઠા કેવી રીતે કમાણી કરવી પરંતુ હા તે વાત સાચી છે હવે તમે પણ દર મહિને આટલી જ કમાણી કરવા માંગતા હોવ તો આ સમાચાર તમારા કામના છે. જો તમારી પાસે ૫૦૦ ચોરસ ફૂટ જગ્યા ખાલી હોય તો તમારું કામ થઈ શકે છે. આ ધંધો ખૂબ જ સરળ અને નફાકારક છે.

Mobile Tower Business Idea 2024

: આ માટે, તમારે શરૂઆતમાં કેટલીક કાગળની કાર્યવાહી કરવી પડશે અને પછી કંઈ કરવાનું રહેશે નહીં. શરૂઆતમાં, તમારે મોબાઇલ કંપની સાથે વાત કરીને મોબાઇલ ટાવર સ્થાપિત કરવાનો પ્રયાસ કરવો પડશે. જમીનના સર્વે બાદ કંપની તમારી ખાલી જગ્યા પર ટાવર લગાવી દેશે અને દર મહિને હજારો રૂપિયાની કમાણી શરૂ થઈ જશે.

Gujarat E Nirman Card 2024: સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવું

Mobile Tower Business Idea 2024 ટાવર કેવી રીતે લાગશે? 


મિત્રો કોઈ પણ મોબાઈલ ટાવર કંપની તમને સામેથી ફોન કરતી નથી. ટાવર લગાવવા માટે તમારે કંપનીમાં અરજી કરવી પડશે. આ પછી કંપનીના લોકો તમારી જમીન કે છતનું નિરીક્ષણ કરવા આવશે. જો તેમને બધું બરાબર લાગે તો તેઓ તમારી સાથે કરાર કરશે. આ પછી કંપની તમને કરાર મુજબ પૈસા આપશે. જેથી તમે કેટલી કમાણી કરી શકશો તેની વિગત નિચે મુજબ છે.

Mobile Tower Business Idea લગાવવા માટે જરૂરી શરતો:

  • છત પર: ૫૦૦ ચોરસ ફૂટ જગ્યા જરૂરી છે.
  • ખુલ્લી જમીન પર: ૨૦૦૦ થી ૨૫૦૦ ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડશે. (જમીનનું કદ શહેરી કે ગ્રામીણ વિસ્તાર પર આધારિત છે.)
  • અન્ય શરત: જમીન કોઈપણ હોસ્પિટલથી ૧૦૦ મીટરના અંતરે હોવી જોઈએ અને ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ન હોવી જોઈએ. (મોબાઇલ ટાવરમાંથી નીકળતું રેડિયેશન લોકો માટે જોખમી બની શકે છે.)

Mobile Tower Business Idea 2024 કેટલી કમાણી થશે?

તમારી કમાણી તેના પર નિર્ભર કરે છે કે તમારું ટાવર ક્યાં સ્થાપિત થઈ રહ્યું છે અને તમે કઈ કંપનીનું ટાવર સ્થાપિત કરી રહ્યા છો. દરેક કંપની તેમના ટાવર સ્થાપિત કરવા માટે અલગ-અલગ રકમ ચૂકવે છે. જો કે, તેની વધુમાં વધુ મર્યાદા 60,000 રૂપિયા પ્રતિ મહિના સુધીની હોઈ શકે છે જ્યારે તમને ભાડા તરીકે ઓછામાં ઓછા 10,000 રૂપીયા પ્રતિ મહિને મળશે.

ટાવર લગાવતી કંપનીઓ


એરટેલ, બીએસએનએલ ટેલિકોમ, એસ્સાર ટેલિકોમ, જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈડિયા ટેલિકોમ ઈન્ફ્રા લિમિટેડ, રિલાયન્સ ઈન્ફ્રાટેલ અને વોડાફોન ટાવર લગાવે છે. ટાવર લગાવવા માટે જમીન સંબંધિત તમામ દસ્તાવેજો, નગરપાલિકાની એનઓસી અને જો ટાવર છત પર લગાવવામાં આવી રહ્યો હોય તો સ્ટ્રક્ચરલ સેફ્ટી સર્ટિફિકેટની જરૂર પડે છે.

ઓફિસીયલ વેબસાઇટhttps://portal.bsnl.in/myportal/home

ના વાંધા પ્રમાણપત્ર

જો સ્થળ અથવા મકાન સંયુક્ત નામે હોય તો અન્ય ખાતેદાર પાસેથી કોઈ વાંધો નથી તે અંગેનું પ્ર્માણપત્ર લેવાનું રહેશે. જેથી પાછળથી કોઈપણ પ્રકારનો વિવાદ ન સર્જાય. તમારે તમારી મ્યુનિસિપાલિટી પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ મેળવવું પડશે, આ સિવાય એક બોન્ડ પેપર પર એગ્રીમેન્ટ હશે જે તમારી અને કંપની વચ્ચે હશે. તેમાં શરતો લખવામાં આવશે.

તમે તેમની વેબસાઇટની મુલાકાત લઈને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને મોબાઇલ ટાવર તમારી માલીકીની જમીન પર લગાવા માટે અરજી કરી શકો છો.

PM Kusum Solar Pump Yojana 2024: ખેડૂતોને મળશે સોલાર પંપ યોજના