Money Heist: વડાપ્રધાન મોદી દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં ઈન્કમ ટેકસની રેડ દરમિયાન મળેલા રૂપિયા દેખાઈ રહ્યા છે. આ સાથે જ વીડિયોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ધીરજ સાહુ સાથેની તસવીરો પણ જોવા મળી રહી છે. તેની સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો ફોટો પણ દર્શાવવામાં આવ્યો છે.
PM નરેન્દ્ર મોદીએ Money Heist દ્વારા કોંગ્રેસ પર પ્રહારો
ઝારખંડ કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુનું નામ હાલ ચર્ચામાં છે. કોંગ્રેસ નેતાની ચર્ચા સામાન્ય લોકોની સાથે નેતાઓ પણ કરી રહ્યા છે. ઈન્કમ ટેક્સ દ્વારા પાડવામાં આવેલી રેડમાં તેમની પાસેથી 351 કરોડ રૂપિયા રોકડા અને અંદાજે 3 કિલો સોનાના દાગીના મળી આવ્યા હતા. ભાજપ અને તેના સાથી પક્ષોના નેતાઓ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કરી રહ્યા છે. આજે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે.
Table of Contents
Congress presents the Money Heist!
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભાજપ દ્વારા પોસ્ટ કરાયેલો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોનું ટાઈટલ છે – Congress presents the Money Heist ! આ વીડિયોને શેર કરતી વખતે પીએમ મોદીએ કેપ્શનમાં લખ્યું છે કે, ભારતમાં ‘મની હેઈસ્ટ’ સ્ટોરીની કોને જરૂર છે, જ્યારે તમારી પાસે કોંગ્રેસ પાર્ટી છે.
વડાપ્રધાન મોદીએ વીડિયો દ્વારા કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
વડાપ્રધાન મોદી દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં ઈન્કમ ટેકસની રેડ દરમિયાન મળેલા રૂપિયા દેખાઈ રહ્યા છે. આ સાથે જ વીડિયોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ધીરજ સાહુ સાથેની તસવીરો પણ જોવા મળી રહી છે. તેની સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો ફોટો પણ દર્શાવવામાં આવ્યો છે. વિડિયોમાં ફેમસ વેબ સિરીઝ ની એક ક્લિપ પણ બતાવવામાં આવી છે.
Girlfriendથી રાઝ છુપાવા માગો છો? phoneના સેટિંગ્સમાં પાસવર્ડ વગર સેટ કરો લોક
Hi-Halo plant: હાઈ-હેલો છોડો…હરે કૃષ્ણ બોલો, કાલી-ઘેલી બોલીના લોકો થયા દિવાના
Great catch ! Pakistaniના ખેલાડીએ હાથ નહીં પગથી પકડ્યો કેચ
‘મની હેઈસ્ટ’ વેબ સિરીઝ સાથે કરી કોંગ્રેસની તુલના
નરેન્દ્ર મોદીએ ‘મની હેઈસ્ટ’ વેબ સિરીઝ દ્વારા કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે જે ચોરી પર આધારિત છે. આ વેબ સિરીઝની સરખામણી ધીરજ સાહુના સ્થાનો પરના દરોડા સાથે કરી છે. આ પહેલા પણ પીએમએ રેડ દરમિયાન મળી આવેલા કરોડો રૂપિયાને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.
પીએમ મોદીએ X પર એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે, દેશવાસીઓએ આ નોટોના ઢગલા પર નજર નાખવી જોઈએ અને પછી તેમના નેતાઓની પ્રામાણિકતાના ભાષણો સાંભળવા જોઈએ. આ ઉપરાંત એમ પણ કહ્યું હતું કે, જનતા પાસેથી જે લૂંટવામાં આવ્યા છે તેનો એક એક પૈસો પાછો આપવો પડશે, આ છે મોદીની ગેરંટી.
અગત્યની લિંક
- હોમ પેજ : અહિ ક્લિક કરો
- Read more: Click here