‘હા હું ડિપ્રેશનનો શિકાર છું’, Motivational Speaker Sandeep Maheshwariનો 1 ચોંકાવનારો મોટો ખુલાસો

Sandeep Maheshwari એક મોટિવેશનલ સ્પીકર છે. YouTube પર લાખો લોકો તેમનો વીડિયો જોઇને અને સાંભળીને પ્રેરણા મેળવતા હોય છે. સાંદીપ માહેશ્વરીને સાંભળીને ઘણા લોકો દુ:ખની ઘડીમાં જીવનમાં આગળ વધવાની પ્રેરણા મેળવે છે. જીવનમાં સંઘર્ષ સાથે પણ આગળ વધતા હોય છે. જો કે કપરા સમયમાં લોકોને આગળ વધવાની પ્રેરણા આપનાર સંદીપ માહેશ્વરીના જીવનનો પણ મુશ્કેલીનો સમય ચાલી રહ્યો છે.

Motivational Speaker Sandeep Maheshwari
Motivational Speaker Sandeep Maheshwari

Motivational Speaker Sandeep Maheshwariનો એક ચોંકાવનારો મોટો ખુલાસો

અદભૂત વક્તા અને મોટિવેશન સ્પીકર એવા સંદીપ માહેશ્વરી સાથે જોડાયેલી એક ખરાબ ખબર સામે આવી છે. ખબર એ છે કે મોટિવેશન સ્પીકર સંદીપ માહેશ્વરી છેલ્લા ત્રણ વર્ષથી ડિપ્રેશનમાં છે. આ વાતનો ખુલાસો સંદીપ માહેશ્વરીએ પોતે જ સોશિયલ મીડિયા પર કર્યો છે. તેમણે ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે દવાનો સહારો લેવો પડી રહ્યો છે.

કોરોનાકાળના અંતિમ સમયગાળાથી છે ડિપ્રેશનમાં

સંદીપ માહેશ્વરીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખી છે. જેમાં લખ્યુ છે કે, ‘તમારી સાથે એક વાત શેર કરવા માગુ છુ.ઘણા બધા લોકો એવુ વિચારે છે કે હું મહાન માણસ છુ, કે જે ક્યારેય ડિમોટીવેટ થતો નતી કે ડિપ્રેશ પણ થતો નથી. આ વાત સાચી નથી. ‘

Sandeep Maheshwari ‘હા હું ડિપ્રેશનનો શિકાર છું’,

‘કોવિડ દરમિયાન 2020ના અંતથી હું ડિપ્રેશન સામે લડત આપી રહ્યો છું.ડોક્ટરના જણાવ્યા અનુસાર દવા પણ લઇ રહ્યો છું. તમને વિચાર આવતો હશે તે હું તમારી સાથે આ વાત કેમ શેર કરી રહ્યો છું, કેમ કે હું ખરેખર અનુભવુ છુ કે તમારે આ સત્ય જાણવુ જોઇએ.(કોઇ ફરક નથી પડતો કે તે કેટલી ખરાબ/દુખ આપનારી વાત છે)’

આ પણ વાંચો- PMAYG : વ્યક્તિગત ધોરણે આવાસ માટે નાણાકીય સહાય

આ પણ વાંચો- CIDનો આ અભિનેતા T20 World Cup માટે ટીમ પસંદ કરશે, આફ્રિકાનો પ્રવાસ કરશે!

આ પણ વાંચો- PMKSY : આવી રીતે ખેડૂતોને થાય છે ફાયદો, 80 ટકા સુધીની સબસિડી માટેના નિયમ જાણી લો

આ વાત દર્શાવે છે કે ડિપ્રેશન એ વ્યક્તિની સામાજિક-આર્થિક સારી-નરસી સ્થિતિને પાર કરીને કોઈપણને અસર કરી શકે છે. સંદીપ માહેશ્વરીનું આ પગલું હિંમતભર્યું અને ડિપ્રેશન વિશે જાગૃતિ ફેલાવવામાં મદદરુપ રહેશે. આ લેખમાં અમે તમને ડિપ્રેશનના લક્ષણો જણાવીશું.

YouTube પર ધરાવે છે લોકપ્રિયતા

Sandeep Maheshwari એક મોટિવેશનલ સ્પીકર છે. YouTube પર લાખો લોકો તેમનો વીડિયો જોઇને અને સાંભળીને પ્રેરણા મેળવતા હોય છે. સાંદીપ માહેશ્વરીને સાંભળીને ઘણા લોકો દુ:ખની ઘડીમાં જીવનમાં આગળ વધવાની પ્રેરણા મેળવે છે. જીવનમાં સંઘર્ષ સાથે પણ આગળ વધતા હોય છે. જો કે કપરા સમયમાં લોકોને આગળ વધવાની પ્રેરણા આપનાર સંદીપ માહેશ્વરીના જીવનનો પણ મુશ્કેલીનો સમય ચાલી રહ્યો છે. સંદીપ માહેશ્વરીએ પોતે જ ડિપ્રેશનમાં હોવાની વાતનો સ્વીકાર કર્યો છે.

શું છે ડિપ્રેશનના લક્ષણ ?

ડિપ્રેશન એ એક સામાન્ય માનસિક સ્વાસ્થ્યની સમસ્યા છે. જેમાં વ્યક્તિ લાંબા ગાળા સુધી ઉદાસ રહે છે. ડિપ્રેશન પીડિત વ્યક્તિમાં કુદરતી રીતે ખુશ રહેવાની અને જીવનનો આનંદ માણવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. ડિપ્રેશન વિવિધ શારીરિક, માનસિક અને ભાવનાત્મક લક્ષણો સાથે સામે આવે છે.

ઉદાસ મૂડ, નિરાશા અને બેચેનીની લાગણી, રોજિંદા પ્રવૃત્તિઓમાં રસ ગુમાવવો, થાક, ઊંઘ અને ભૂખમાં ફેરફાર, યાદશક્તિ અને એકાગ્રતામાં મુશ્કેલીનો સામનો કરવો તેના લક્ષણ છે. આ લક્ષણોના કારણે વ્યક્તિનું કામ, અભ્યાસ અને સામાજિક જીવન પ્રભાવિત થઈ શકે છે.

પર્યાપ્ત સારવાર અને સહાયથી ડિપ્રેશનને દૂર કરી શકાય છે. જો સારવાર ન કરવામાં આવે તો, તે લાંબા સમય સુધી ટકી શકે છે અને વ્યક્તિ માટે વધુ પીડાદાયક બની શકે છે.

Leave a Comment