Namo Saraswati Vigyan Sadhana Yojana 2024 : ધોરણ 11 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સહાય, કુલ 25 હજારની સહાય

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 : ગુજરાત સરકાર દ્વારા આ વર્ષના ગુજરાત બજેટ 2024-25 માં નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 જાહેર કરવામાં આવી હતી. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગનાના વિદ્યાર્થીઓને આ Namo Saraswati Vigyan Sadhana Yojana 2024 નો લાભ આપવા આવશે.

Namo Saraswati Vigyan Sadhana Yojana 2024

યોજનાનું નામનમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024
વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ-11રૂ 10 હજારની સહાય
વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ-12રૂ 15 હજારની સહાય
કુલ સહાય રકમરૂ. ૨૫,૦૦૦/- સહાય
કયા વિદ્યાર્થીઓને લાભ મળશે?વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને
ઓફિશિયલ વેબસાઈટhttps://cmogujarat.gov.in/

જે વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષામાં પ૦% કે તેથી વધુ ગુણ મેળવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા નીચે મુજબની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર રહેશે.

ગુજરાત રાજ્યની સરકારી અથવા અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ અને ૧૦માં અભ્યાસ કર્યો હોય તેવા તમામ વિદ્યાર્થીઓ, અથવા માન્ય સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ અને ૧૦ પૈકી બંને કે કોઈ એક ધોરણનો અભ્યાસ કર્યો હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખ કે તેથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ.

Namo Saraswati Vigyan Sadhana Yojana 2024 મળવાપાત્ર સહાય રકમ

Namo Saraswati Vigyan Sadhana Yojana 2024 આ યોજના હેઠળ ધોરણ ૧૧ અને ૧૨ના મળી કુલ રૂ. ૨૫,૦૦૦/- સહાય ચૂકવવામાં આવશે.

  • ધોરણ ૧૧ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૧૦,૦૦૦/- અને ધોરણ ૧૨ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૧૫,૦૦૦/- મળવાપાત્ર રહેશે.
  • ધોરણ ૧૧ અને ૧૨ના શૈક્ષણિક વર્ષો દરમ્યાન ૧૦ માસ માટે માસિક રૂ. ૧૦૦૦/- મુજબ વાર્ષિક રૂ. ૧૦,૦૦૦/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. ૨૦,૦૦૦/-ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. ૫,૦૦૦/- ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે.

Namo Saraswati Vigyan Sadhana Yojana 2024 મહત્વની તારીખો

Namo Saraswati Vigyan Sadhana Yojana 2024મહત્વપૂર્ણ તારીખો
યોજના જાહેર તારીખમાર્ચ 09, 2024

મહત્વપૂર્ણ લિંક :

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 માર્ગદર્શિકાઅહીં ક્લિક કરો