National Milk Day:ગુજરાતી ખેડૂતોને મળશે નેશનલ ગોપાલ રત્ન એવોર્ડ; દેશમાં ચોથા ક્રમે ગુજરાત, અમૂલ-બનાસ ડેરીની વાર્ષિક કમાણી 45% સુધી વધી

National Milk Day: રાજ્યમાં દરરોજ 4.5 કરોડ લિ. દૂધ ઉત્પાદન,15 વર્ષમાં 111% વધ્યું, દેશમાં ચોથા ક્રમે ગુજરાત; અમૂલ-બનાસ ડેરીની વાર્ષિક કમાણી 45% સુધી વધી દર વર્ષે 26 નવેમ્બરને શ્વેત ક્રાંતિના જનક વર્ગીસ કુરિયનના જન્મદિવસની યાદમાં રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે મનાવવામાં આવે છે

National Milk Day
National Milk Day
  • દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો હિસ્સો 24%, ભારતમાં ગુજરાતનો હિસ્સો 8%, રાજ્યમાં 40% હિસ્સો ઉ.ગુજરાતનો

જનક વર્ગીસ કુરિયનના જન્મદિવસની યાદમાં National Milk Day

દર વર્ષે 26 નવેમ્બરને શ્વેત ક્રાંતિના જનક વર્ગીસ કુરિયનના જન્મદિવસની યાદમાં રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેશનલ ડેરી વિકાસ બોર્ડના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 2021-22માં 1600 કરોડથી વધુ લિટર દૂધનું ઉત્પાદન થયું હતું. એટલે કે દરરોજ ગુજરાતમાં 4.5 કરોડ લિટર દૂધ ઉત્પાદિત થાય છે. આ મામલે ગુજરાતમાં દેશમાં ચોથા ક્રમે છે. જ્યારે રાજસ્થાન 3230 કરોડ લિટર ઉત્પાદન સાથે પ્રથમ છે.

વિશ્વ દૂધ દિવસ
૧ જૂન, ૨૦૧૭ના રોજ નવી દિલ્હીમાં પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા કરવામાં આવેલી “વિશ્વ દૂધ દિવસ”ની ઉજવણી
પ્રકારઆંતરરાષ્ટ્રીય
મહત્વવૈશ્વિક આહાર તરીકે દૂધના મહત્વને ઓળખવા માટે
તારીખજૂન ૧
આવૃત્તિવાર્ષિક
પ્રથમ ઉજવણી૨૦૦૧
શરુઆત કરેલખાદ્ય અને કૃષિ સંસ્થા (FAO)
National Milk Day

National Milk Day

ગુજરાતમાં બનાસકાંઠામાં જ રાજ્યનું 18 ટકા દૂધ ઉત્પાદન થાય છે. દેશમાં વાર્ષિક 22 હજાર કરોડ લિટરથી વધુ દૂધ ઉત્પાદન થાય છે. વિશ્વના 24% દૂધ ઉત્પાદન સાથે ભારત પહેલાં સ્થાને છે. પંદર વર્ષ પહેલાં 2007-08માં ગુજરાતમાં 768 કરોડ લિટર દૂધ ઉત્પાદન હતું, જે 2021-22માં 1623 કરોડ લિટરે પહોંચ્યુ છે. જ્યારે પંદર વર્ષ પહેલાં ભારતમાં દૂધ ઉત્પાદન 10 હજાર કરોડ લિટર હતું, જે 22 હજાર કરોડ લિટરને પાર થઇ ગયું છે.

વિશ્વ દૂધ દિવસ

વિશ્વ દૂધ દિવસ એ સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફએઓ) દ્વારા દૂધના વૈશ્વિક ખોરાક તરીકેના મહત્વને માન્યતા આપવા માટે સ્થાપિત આંતરરાષ્ટ્રીય દિવસ છે. ૨૦૦૧થી દર વર્ષે ૧ જૂનના રોજ જોવા મળે છેઆ દિવસનો આશય ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાની તક પૂરી પાડવાનો છે.

ઇતિહાસ

વિશ્વ દૂધ દિવસને સૌ પ્રથમ ૨૦૦૧માં એફએઓ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યો હતો. ઉજવણી માટે ૧ જૂનને તારીખ તરીકે પસંદ કરવામાં આવી હતી કારણ કે ઘણા દેશો પહેલાંથી જ વર્ષના તે સમય દરમિયાન દૂધ દિવસની ઉજવણી કરતા હતા.

આ દિવસ દૂધ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથોસાથ તંદુરસ્ત આહાર, જવાબદાર ખાદ્ય ઉત્પાદન તથા આજીવિકા અને સમુદાયોનું સમર્થન કરવામાં ડેરીના ક્ષેત્રના ફાળા વિશે જાગૃતિ લાવવાની તક પૂરી પાડે છે. વૈશ્વિક સ્તરે એક અબજથી વધુ લોકોની આજીવિકાને ડેરી ક્ષેત્ર દ્વારા સમર્થિત છે અને છ અબજથી વધુ લોકો ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, જેનું સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંસ્થા (FAO)ના આંકડા દ્વારા સમર્થન કરવામાં આવ્યું છે હકીકત એ છે કે ઘણા દેશોએ એક જ દિવસે આ રાષ્ટ્રીય ઉજવણીને વ્યક્તિગત રીતે મહત્વ આપ્યું છે અને ઉજવણી કરવાનું પસંદ કર્યું છે જે દર્શાવે છે કે દૂધ એ વૈશ્વિક ખોરાક છે.

ગુજરાતી ખેડૂતોને મળશે નેશનલ ગોપાલ રત્ન એવોર્ડ

ગુજરાતી ખેડૂતોને મળશે નેશનલ ગોપાલ રત્ન એવોર્ડ | રાષ્ટ્રીય દૂધ દિવસના સંદર્ભે આજે ગુજરાતના બે ખેડૂતને ડેરી ક્ષેત્રમાં યોગદાન બદલ નેશનલ ગોપાલ રત્ન એવોર્ડ આપવામાં આવશે. બેસ્ટ ડેરી ખેડૂતની શ્રેણીમાં બીજા ક્રમે સુરતના નિલેશ આહીર અને ત્રીજા ક્રમે રહેલા વસલાડના મહિલા ખેડૂત બ્રિન્દા શાહને ડેરી મંત્રાલય દ્વારા એવોર્ડ એનાયત થશે. તેમને અનુક્રમે 3 લાખ અને 2 લાખ રૂપિયા કેશ પ્રાઇઝ મળશે. આ દિવસે પશુઓમાં આર્ટિફિશિયલ ઇન્સીમિનેશન (કૃત્રિમ ગર્ભાધાન) ટેકનિશિયનની શ્રેણીમાં પણ એવોર્ડ આપવામાં આવે છે.

એકલા ઉત્તર ગુજરાતમાં 40% ઉત્પાદન

રિજનઉત્પાદન(%)
ઉત્તર ગુજરાત39.69%
મધ્ય ગુજરાત26.68%
સૌરાષ્ટ્ર-કચ્છ24.83%
દક્ષિણ ગુજરાત8.80%

ભારતમાં કુલ 22 હજાર કરોડ લિટર દૂધ ઉત્પાદન

રાજ્યઉત્પાદન (લિટર)
રાજસ્થાન3230 કરોડ
ઉત્તર પ્રદેશં1845 કરોડ
મધ્ય પ્રદેશ1845 કરોડ
ગુજરાત1623 કરોડ
આંધ્ર પ્રદેશ1495 કરોડ

ગુજરાતમાં 15 વર્ષમાં ઉત્પાદન 111% વધ્યું

વર્ષઉત્પાદન(લિટર)
2007-08768 કરોડ
2011-12953 કરોડ
2015-161190 કરોડ
2018-191407 કરોડ
2021-221623 કરોડ

બનાસકાંઠામાં સૌથી વધુ 286 કરોડ લિટર દૂધ ઉત્પાદન

જિલ્લોઉત્પાદન(લિ.)ટકાવારી
બનાસકાંઠા286 કરોડ17.65%
સાબરકાંઠા90 કરોડ5.54%
મહેસાણા87 કરોડ5.34%
આણંદ84 કરોડ5.14%
ખેડા81 કરોડ4.98%
National Milk Day

રાજ્યમાં 1 કરોડથી વધુ દૂધાળાં પશુઓ…

ગુજરાત સરકારના પશુપાલન વિભાગના આંકડા મુજબ, રાજ્યમાં 1 કરોડથી વધુ દૂધાળાં પશુઓ છે. જેમાં 45 લાખ ગાયો અને 56 લાખ ભેંસોનો સમાવેશ થાય છે. જ્યારે ભારતમાં અંદાજે 14 કરોડથી વધુ દૂધાળાં પશુઓ છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 2.5 કરોડથી વધુ દૂધાળાં પશુઓ છે. ગુજરાતમાં ડેરી ઉદ્યોગના વિકાસ માટે 20 હજારથી વધુ સહકારી મંડળીઓનું યોગદાન યોગદાન છે.

Leave a Comment