Pakistan : ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ બિલ રજૂ કર્યું હતું, જે લોકસભામાં પસાર થઈ ચૂક્યું છે. આ બિલ હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં કુલ સીટો વધીને 119 થઈ જશે, જેમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની 24 સીટોનો પણ સમાવેશ થાય છે, જે ખાલી રહેશે.
Pakistan અધિકૃત કાશ્મીરને ભારતમાં વિલીનીકરણ કરવાનો સમય આવી ગયો
Pakistan અધિકૃત કાશ્મીરને ભારતમાં વિલીનીકરણ કરવાનો સમય આવી ગયો છે. મોદી સરકારનું આગામી લક્ષ્ય કાશ્મીરનું ભારત સાથે એકીકરણ કરવાનું છે. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 24 બેઠકો અનામત રાખવામાં આવી છે કારણ કે અમે હજુ પણ માનીએ છીએ કે જેને બોલવું હોય તેણે બોલવું જોઈએ. આ ગૃહમાં બોલાયેલા શબ્દો ઇતિહાસ બની જાય છે. આજે હું ફરીથી કહેવા માંગુ છું. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનું છે. તે આપણું છે અને કોઈ તેને આપણી પાસેથી છીનવી કે લઈ શકશે નહીં.
Table of Contents
ભારત સરકાર પીઓકેને પરત લેવા પર મક્કમ
અમિત શાહનું આ નિવેદનથી એ શાબિત થાય છે કે ભારત સરકાર પીઓકેને પરત લેવા પર મક્કમ છે. પીઓકે માત્ર જમીનનો ટુકડો નથી જે પાકિસ્તાને વિશ્વાસઘાતથી ભારત પાસેથી છીનવેલુ ક્ષેત્ર છે. ત્યારે પીઓકે પાછું લેવું એ ભારત માટે જરુરી છે કારણ કે તે ભારતનો એક ભાગ છે.
શાહે સંસદમાં કહ્યું હતુ કે આ એ જ પીઓકે છે જેના વિશે ભારતે સંસદથી લઈને યુએન સુધી શપથ લીધા છે. ભારતે પીઓકે ખાલી કરવાનું કહ્યું છે. આખું કાશ્મીર ભારતનું હતું અને હવે તે ભારતનું જ રહેશે અને પીઓકેને ભારત પરત કરવાની યોજના ઘણી મોટી છે આ માટે રાજદ્વારી સ્તરે તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ બિલ રજૂ કર્યું હતું, જે લોકસભામાં પસાર થઈ ચૂક્યું છે. આ બિલ હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં કુલ સીટો વધીને 119 થઈ જશે, જેમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની 24 સીટોનો પણ સમાવેશ થાય છે, જે ખાલી રહેશે.
પીઓકેના ‘ભારત પાછા ફરવાનું’ ચોક્કસ કારણ
- ભારતની તૈયારી – દેશની સંસદથી લઈને યુએન સુધીની કરાયુ એલાન
- આ વિસ્તારમાં પીઓકે-આર્મીની ક્રૂરતા અને આર્થિક વિનાશની અંદર અસ્વસ્થતા
- એકલું પાકિસ્તાન – કોઈ દેશ પાકિસ્તાનની સાથે નથી
- J&Kમાં બદલાયેલી પરિસ્થિતિ – ખીણમાં પ્રગતિની PoKના લોકો પર મોટી અસર પડી છે
- પાકિસ્તાનની નબળી શક્તિ – ગેરકાયદે કબજો સંભાળવા માટે કોઈ શક્તિ બાકી નથી
Pakistan સ્તબ્ધ છે
આ ભારતનો પ્લાન છે જેના કારણે આખું પાકિસ્તાન ચોંકી ગયું છે. તેથી જ કલમ 370ને લઈને ભારતીય સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પાકિસ્તાન સ્તબ્ધ છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સ્ટ્રેચર પર આવી ગઈ છે અને પાકિસ્તાનની સરકાર વ્હીલચેર પર છે, પરંતુ તે હજુ પણ અટકી રહી નથી. પાકિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાની સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ખૂબ જ દુઃખી છે.
Israelના જહાજ પર હૂતી વિદ્રોહીનો મિસાઈલથી હુમલો, વાગ્યા યુદ્ધના ભણકારા લાલ દરિયામાં
Money Heist : PM નરેન્દ્ર મોદીએ Money Heist દ્વારા કોંગ્રેસ પર પ્રહારો, વીડિયો શેર કર્યો
જિલાનીએ કહ્યું, આંતરરાષ્ટ્રીય કાયદો 5 ઓગસ્ટ, 2019 ના ભારતના એકપક્ષીય અને ગેરકાયદેસર પગલાંને માન્યતા આપતો નથી, તેને ભારતીય સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કટાક્ષ કર્યો હતો. તેમજ કહ્યું કે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો દાયકાઓથી સંયુક્ત રાષ્ટ્રમાં છે. આ રીતે કાશ્મીરીઓના અધિકારો છીનવી ન શકાય. પાકિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રી ઉપરાંત પાકિસ્તાનના બે પૂર્વ વિદેશ મંત્રીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
અને હવે ભારત માટે આગામી મિશન કાશ્મીરની સંપૂર્ણ સાર્વભૌમત્વ સુનિશ્ચિત કરવાનું છે અને તે PoK હસ્તગત કર્યા વિના પૂર્ણ થશે નહીં. દેશના ગૃહમંત્રી પોતે સંસદમાં કહે છે કે કાશ્મીર અંગે તેમનો દૃષ્ટિકોણ થોડો સંકુચિત છે. જ્યાં સુધી ભારતની જમીનનો એક-એક ઇંચ પાછો નહીં આવે ત્યાં સુધી તેઓ બેસી રહેવાના નથી.
અગત્યની લિંક
- હોમ પેજ : અહિ ક્લિક કરો
- Read more: Click here