PM Kusum Solar Pump Yojana 2024:
નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમે પણ ખેડૂત છો અને પીએમ કુસુમ સોલર પંપ યોજના 2024 નો લાભ મેળવવા ઈચ્છો છો તો આજે અમે તમને PM Kusum Solar Pump Yojana 2024 વિશેની સંપૂર્ણ માહિતી પ્રદાન કરીશું, આ ઉપરાંત આ યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેમજ પાત્રતા માપદંડ જેવી માહિતી નીચે મુજબ છે.
PM Kusum Solar Pump Yojana 2024:
મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી PM Kusum Solar Pump Yojana 2024 મુજબ ભારતના દરેક રાજ્યના ખેડૂતને પીએમ કુસુમ સોલર પંપ યોજના દ્વારા શરુ કરવામાં આવેલ સૌર પંપ સ્થાપિત કરવા માટે સબસિડી સહાય પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત આ યોજના દેશના દરેક રાજ્યના ખેડૂતોને વીજ ઉત્પાદન માટે સૌર ઊર્જા સંચાલિત કૃષિ પંપ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
PM Kusum Solar Pump Yojana 2024: Highlights
યોજનાનું નામ | PM Kusum Solar Pump Yojana 2024 (પીએમ કુસુમ સોલર પંપ યોજના 2024) |
લાભાર્થી | ભારત દેશના દરેક રાજ્યના ખેડૂતો |
મળતા લાભો | સૌર પંપ સ્થાપિત કરવા માટે સબસિડી સહાય |
સત્તાવાર વેબસાઇટ | https://pmkusum.mnre.gov.in/#/landing |
હેલ્પલાઈન નંબર | 011 – 24365666 |
PM Kusum Solar Pump Yojana 2024:
ભારતમાં દરેક રાજ્યના ખેડૂતોને સૌર ઉર્જાનો ઉપયોગ વધારવા કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કુસુમ સોલર પંપ યોજના 2024 શરુ કરવામાં આવી છે, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ડીઝલ દ્વારા ચાલતા પંપ નો ઉપયોગ ઓછો કરવો એજ સરકાર નો મુખ્ય ધ્યેય છે. PM Kusum Solar Pump Yojana હેઠળ દરેક રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે સૌર ઉર્જાથી ચાલતા પંપ સ્થાપિત કરવા માટે સરકાર દ્વારા ખેડૂતોને 75% સબસિડી આપવામાં આવે છે. આ યોજનામાં વધુ રસ ધરાવતા ખેડૂતો નીચે આપેલી સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
PM Kusum Solar Pump Yojana 2024: મુખ્ય હેતુ
કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી પીએમ કુસુમ સોલર પંપ યોજના નો ઉદ્દેશ્ય ખેડૂતોમાં ખર્ચાળ સિચાઈ ઓછી કરવાનો છે, આ યોજના મુજબ ડીજલ પંપનો ઉપયોગ ઓછો કરી સોલાર પંપ અપનાવવા જેથી પર્યાવરણ નુકસાન અટકાય અને સિચાઈ ઓછી ખર્ચાળ બને.
- ડીજલ પંપ બંદ કરી સૌર પંપ અપનાવવા
- વીજ ઉત્પાદન માટે સૌર ઊર્જા સંચાલિત કૃષિ પંપ સ્થાપિત કરવા
PM Kusum Solar Pump Yojana 2024: લાભાર્થીની પાત્રતા
- ખેડૂતો માટે સૌર ઉર્જા સંચાલિત પંપ મેળવવા માટે નીચેની પત્રતાઓને અનુસરવી પડશે.
- યોજના માટે અરજી કરનાર મૂળ ભારતનો વાતની હોવો જોઈએ.
- દરેક ખેડૂત પાસે પોતાની જમીનની વિગત દર્શાવતું પ્રમાણપત્ર હોવું જોઈએ.
- યોજનાનો લાભાર્થી જંગલ વિસ્તારનો રહેવાસી હોય તો તેનું પ્રમાણપત્ર.
- લાભાર્થી સંયુક્ત ખાતેદાર હોય તો તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
Gujarat E Nirman Card 2024: સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે બનાવું
PM Kusum Solar Pump Yojana 2024: જરૂરી દસ્તાવેજ
- લાભાર્થીનું આધાર કાર્ડ
- લાભાર્થીની બેંક એકાઉન્ટ પાસબુક
- લાભાર્થીની જમીન દર્શાવતું પત્રક
- લાભાર્થીનો મોબાઈલ નંબર
- લાભાર્થીનું સરનામું પ્રૂફ
- લાભાર્થીનો પાસપોર્ટ સાઈઝ ફોટો
- લાભાર્થીનો આવકનો દાખલો
- લાભાર્થી સંયુક્ત ખાતેદાર હોય તો તે અંગેનું સંમતિ પત્રક
PM Kusum Solar Pump Yojana 2024: મળવાપાત્ર લાભો
ડીઝલથી ચાલતા પંપ માં ઘટાડો થશે તેમજ સૌર ઉર્જાનો ઉપયોગ વધશે. ખેડૂતોને સોલાર પંપ ના ખર્ચ ના 60 ટકા સબસીડી આપવામાં આવે છે. આ યોજના થી ગરીબ ખેડૂતો પણ તેમની ખેતીમાં સંપૂર્ણ ખેતી કરી શકશે જેથી તેમના પાક સારો થશે. આ યોજના થી ડીઝલ નો ઉપયોગ ઘટશે અને તેનો સંગ્રહ થશે. ખેડૂત ભાઈઓ સિંચાઈ માટે જે વીજળી વાપરે છે તેનો ઉપયોગ ઓછો થશે. કુસુમ યોજના શરૂ થવાથી નાણા ની અછત પણ દૂર થશે અને ખર્ચ પણ ઓછો થશે.
PM Kusum Solar Pump Yojana માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી? | PM Kusum Solar Pump Yojana 2024 Apply Online
ખેડૂત મિત્રો જો તમે પીએમ કુસુમ સોલર પંપ યોજના માટે ઓનલાઈન અરજી કરવા ઈચ્છિત છો તો નીચેના પગલાઓ અનુસરો.
- સૌ પ્રથમ Google માં જઈ, https://pmkusum.mnre.gov.in સર્ચ કરો.
- આ યોજનાં સત્તાવાર પોર્ટલ ખોલશે.
- ત્યાર બાદ, નવા અરજદારે પોતાનું નવું ખાતું બનાવી લોગીન કરવાનું રહેશે, લોગીન પ્રક્રિયામાં યુઝર આઈડી અને પાસવર્ડ મોબાઈલ પર SMS દ્વારા મોકલવામાં આવશે.
- પોર્ટલમાં લોગીન કર્યા બાદ, Apply Online વિકલ્પ પર ક્લિક કરો.
- હવે, નવું રજીસ્ટ્રેશન પેજ ખુલશે.
- નવા ફોર્મ માં જણાવ્યા પ્રમાણે બધી જ માહિતી ભરવી.
- ફોર્મ ભર્યા બાદ એક ચકાસણી કરી, Submit બટન પર ક્લિક કરવું.
- એક વાર સબમિટ કર્યા બાદ, યુઝર આઈડી અને પાસવર્ડ મોબાઈલ પર SMS દ્વારા મોકલવામાં આવશે.
- SMS મેળવ્યા બાદ તમે pm kusum યોજના નું સ્ટેટસ ચેક કરી શકો છો.