PM Modi : ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ભારતીય ટીમનું ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયાની ટીમે રેકોર્ડ છઠ્ઠી વખત આ ખિતાબ જીત્યો હતો. હાર બાદ ભારતીય ખેલાડીઓ અને પ્રશંસકોનું દિલ તૂટી ગયું હતું. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેની તસવીરો જોઈને ફેન્સ પણ ઈમોશનલ થઈ ગયા હતા.
PM Modi ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા
Table of Contents
ભારતીય ટીમની હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દેશના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. મોહમ્મદ શમીએ એક ફોટો પણ શેર કર્યો છે જેમાં તે વડાપ્રધાનને ગળે લગાવીને ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. આ ફોટો શેર કરતી વખતે શમીએ લખ્યું, ‘દુર્ભાગ્યે ગઈકાલે અમારો દિવસ નહોતો. હું સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અમારી ટીમ અને મને સપોર્ટ કરવા બદલ તમામ ભારતીય પ્રશંસકોનો આભાર માનું છું. હું પીએમનો આભારી છું જેઓ ખાસ કરીને ડ્રેસિંગ રૂમમાં આવ્યા અને અમને પ્રોત્સાહિત કર્યા હતા. અમે ફરી પાછા આવીશું.’
વધુ વાંચો : SSC GD ભરતી 2024: SSC જીડી કાન્સ્ટેબલ ભરતી જાહેર, 75768 જગ્યાઓ પર , અહીંથી ફોર્મ ભરો
જાડેજાએ PMનો માન્યો આભાર
રવિન્દ્ર જાડેજાએ પીએમ સાથેની મુલાકાતનો ફોટો પણ શેર કર્યો હતો. આ ફોટામાં પીએમ જાડેજા સાથે હાથ મિલાવી રહ્યા છે. જાડેજાએ લખ્યું, ‘અમારી ટૂર્નામેન્ટ ઘણી સારી હતી, પરંતુ ગઈકાલે અમે હારી ગયા. અમે બધા દુઃખી છીએ, પરંતુ લોકોનો ટેકો અમને પ્રોત્સાહિત કરી રહ્યો છે. ગઈકાલે PMની ડ્રેસિંગ રૂમની મુલાકાત ખાસ અને ખૂબ જ પ્રેરણાદાયી હતી.
Read more: Click here