Ram Mandir: વર્ષ 2024માં અયોધ્યાની ધરતી પર રામનું ભવ્ય મંદિર તૈયાર થશે. 14 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં પ્રભુ રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ સાથે રામ ભક્તો માટે નવા ખુશીના સમાચાર સામે આવ્યા છે. ટીવી પર નવી રામાયરણ સિરીઝ શરુ થવા જઈ રહી છે.
Ram Mandirની પ્રાણ પ્રતિષ્ઠા
રામાયણ એટલે ટીવીના સુપરહિટ શોની ફોર્મ્યુલા. ટીવી પર જ્યારે પણ રામાયણ પર કોઈ સિરિયલ બની છે, તે ટીઆરપી ચાર્ટ પર હંમેશા હિટ રહી છે. ટૂંક સમયમાં સોની ટીવી પર ફરી એકવાર ભગવાન રામની કથાનો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. નવા વર્ષના નવા દિવસ એટલે કે 1 જાન્યુઆરી 2024થી સોની ટીવી પર ‘શ્રીમદ રામાયણ’ શરૂ થશે.
Table of Contents
1 જાન્યુઆરીએ તેના પ્રીમિયર પછી, આ શો દર અઠવાડિયે સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે સોની ટીવી પર પ્રસારિત થશે. આ શોનું કાસ્ટિંગ લગભગ પૂર્ણ થઈ ગયું છે. સુજય રેયુ આ શોમાં ભગવાન રામની ભૂમિકા ભજવતો જોવા મળશે.
શ્રીમદ રામાયણનો નવો પ્રોમો
તમને જણાવી દઈએ કે ટીવીના નાના પડદા પર ભગવાન રામની ભૂમિકામાં જોવા મળતા સુજય રેયુનું રામાયણની વાર્તા સાથે ખાસ જોડાણ છે. અગાઉ, સુજય વર્ષ 2015માં પ્રસારિત થયેલી સિરિયલ ‘સિયા કે રામ’નો ભાગ બની ચૂક્યો હતો. પરંતુ આ સિરિયલમાં તે પ્રભુ રામચંદ્રના ભાઈ ભરતનું પાત્ર ભજવી રહ્યો હતો. હવે 8 વર્ષ બાદ આ પ્રખ્યાત ટીવી એક્ટર ટાઈટલ રોલમાં જોવા મળશે. ચેનલે આ સિરિયલનો પ્રોમો ઓન એર કર્યો છે અને ચાહકોને સુજયનો ફર્સ્ટ લૂક ખૂબ જ પસંદ આવ્યો છે.
માતા સીતાનો રોલ કોણ ભજવશે ?
https://www.instagram.com/p/CyffvKHpc51/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==
રામની સાથે સીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રીનું કાસ્ટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે. કલર્સ ટીવી સિરિયલ ‘શિવ-શક્તિ’માં ગંગાનું પાત્ર ભજવનાર અભિનેત્રી પ્રાચી બંસલ સોનીની ‘શ્રીમદ રામાયણ’માં માતા સીતાના રોલમાં જોવા મળશે.તમને જણાવી દઈએ કે શિવ-શક્તિ અને શ્રીમદ રામાયણ બંને સિદ્ધાર્થ કુમાર તિવારીના સ્વસ્તિક પ્રોડક્શનના શો છે. ‘સ્વસ્તિક પ્રોડક્શન’એ અત્યાર સુધી મહાભારત, રાધા કૃષ્ણ, રામ સિયા કે લવ કુશ, કર્મફળ દાતા શનિ જેવા ઘણા સુપરહિટ શોનું નિર્માણ કર્યું છે.
CIDનો આ અભિનેતા T20 World Cup માટે ટીમ પસંદ કરશે, આફ્રિકાનો પ્રવાસ કરશે!
PMKSY : આવી રીતે ખેડૂતોને થાય છે ફાયદો, 80 ટકા સુધીની સબસિડી માટેના નિયમ જાણી લો
Pradhan Mantri Gram Sadak Yojana || પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના
અગત્યની લિંક
- હોમ પેજ : અહિ ક્લિક કરો
- Read more: Click here