Prophecy Baba Venga/2024માં થશે આ 4 ભયાનક ઘટનાઓ! બાબા વેંગાની નવી ભવિષ્યવાણીએ લોકોને ડરાવ્યા

Prophecy Baba Venga / 1 મહિના બાદ હવે વર્ષ 2024ની શરૂઆત થશે, ત્યારે બાબા વેંગાએ નવા વર્ષની 4 મોટી ઘટનાઓને લઈને કરેલી ભવિષ્યવાણી ચર્ચામાં છે. બાબા વેંગાએ કરેલી 4 ભવિષ્યવાણી લોકોને હેરાન કરી દેનારી છે. અત્યાર સુધી બાબાની ભવિષ્યવાણીઓ 85 ટકા સુધી સાચી સાબિત થઈ છે.

2024માં થશે આ 4 ભયાનક ઘટનાઓ! બાબા વેંગાની નવી ભવિષ્યવાણીએ લોકોને ડરાવ્યા

Prophecy Baba Venga
Prophecy Baba Venga

Prophecy Baba Venga

બાબા વેંગાએ 2024 માટે ઘણી અવિશ્વસનીય રીતે ડરાવનારી ભવિષ્યવાણીઓ કરી છે. એસ્ટ્રોફેમ મુજબ બાબાને સપનું આવ્યું હતું કે વર્ષ 2024માં રશિયાના રાષ્ટ્રપતિની તેમના જ દેશના કોઈ વ્યક્તિ દ્વારા હત્યા કરી દેવામાં આવશે. તે સિવાય તેમને ભવિષ્યવાણી કરી છે કે આતંવાદી 2024માં યૂરોપમાં હુમલો કરશે

આમ તો કહેવામાં આવે છે કે વ્યક્તિ ભવિષ્ય જોઈ શકતો નથી. તે માત્ર ભવિષ્ય વિશે અંદાજો જ લગાવી શકે છે કે શું થઈ શકે છે, પણ તે જરૂરી નથી કે તેમનો અંદાજો સાચો જ સાબિત થાય. જો કે દુનિયામાં એવા પણ ઘણા લોકો હતા અને ઘણા લોકો હજુ પણ છે, જેની ભવિષ્યવાણીઓ ઘણી વખત સાચી સબિત થઈ છે. બાબા વેંગાનું નામ પણ આ ભવિષ્યવક્તાઓમાં સામેલ છે. તે ભલે હવે આ દુનિયામાં નથી પણ તેમની ભવિષ્યવાણીઓની ચર્ચા થતી રહે છે. કહેવામાં આવે છે કે તેમની ભવિષ્યવાણીઓ 85 ટકા સુધી સાચી સાબિત થાય છે. હવે વર્ષ 2024 માટે પણ તેમને કરેલા ડરાવનારા દાવા સામે આવી ગયા છે.

એક રિપોર્ટ મુજબ બાબા વેંગાએ કથિત રીતે 9/11 આતંકી હુમલા અને પોતાના મોતની પણ ભવિષ્યવાણી કરી હતી. તેમને ‘બાલ્કનની નાસ્ત્રેદમસ’ના નામથી પણ ઓળખવામાં આવે છે. બલ્ગેરિયાના રહેનારા બાબા વેંગાનું સાચુ નામ વેંગેલિયા પાંડેવા ગુશ્ટેરોવા છે. વર્ષ 1996માં 84 વર્ષની ઉંમરમાં તેમનું મોત થયુ હતું.

આ Prophecy અત્યાર સુધી સાચી પડી

વર્ષ 1980માં બાબા વેંગાએ રશિયાના કુર્સ્ક શહેરમાં એક ભયાનક ઘટનાની ભવિષ્યવાણી કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેમનો દાવો હતો કે પાણીની અંદર એક ઘટના બનશે અને સમગ્ર દુનિયા તેની પર રડશે. એવુ કહેવાય છે કે ઓગસ્ટ 2000માં તેમની આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ. શહેરની પાસે એક પરમાણુ સબમરિન ડુબવાથી ચાલકદળના કુલ 188 સભ્યોના મોત થઈ ગયા હતા. તે સિવાય વર્ષ 1989માં તેમને 9/11 હુમલાને લઈને પણ ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે અમેરિકા પર સ્ટીલ બર્ડનો હુમલો થશે, જેમાં ટ્વિન્સ ટાવર તુટી પડશે. સ્ટીલ બર્ડથી તેમનો મતલબ તે વિમાન હતું, જેનો ઉપયોગ હુમલામાં કરવામાં આવ્યો હતો.

બાબા વાંગા

વાંગેલિયા પાંડેવા ગુશ્તેરોવા ( née Surcheva ; બલ્ગેરિયન : Вангелия Пандева Гущерова, née Сурчева ; 3 ઓક્ટોબર 1911 – 11 ઓગસ્ટ 1996), સામાન્ય રીતે બાબા વાંગા તરીકે ઓળખાય છે ( બલ્ગેરિયન: Вангаран , Вандага 2. બલ્ગેરિયન હતો રહસ્યવાદી, દાવેદાર અને દ્રષ્ટા.બાળપણથી જ અંધ હતી, તેણીએ તેનું મોટાભાગનું જીવન બલ્ગેરિયામાં બેલાસિકા પર્વતોના રૂપિટે વિસ્તારમાં વિતાવ્યું હતું.

1970 અને 1980 ના દાયકાના અંતમાં, તે પૂર્વ યુરોપમાં તેની દાવેદારી અને પૂર્વસૂચનની કથિત ક્ષમતાઓ માટે વ્યાપકપણે જાણીતી હતી . સામ્યવાદના પતન પછી , તેણી લોકપ્રિય રહી છે.

 • જન્મ તારીખ: 3 ઑક્ટોબર, 1911
 • જન્મ સ્થળ: Strumica, ઉત્તર મેસેડોનિયા
 • મૃત્યુ: 11 ઑગસ્ટ, 1996, સોફિયા, બલ્ગેરિયા
 • મૂવી: The Phenomenon
 • જીવનસાથી: ડિમિટર ગુશતેરોવ
 • માતાપિતા: પાંડો સુરચેવ, Paraskeva Surcheva
 • દફનાવ્યાની વિગતો: 14 ઑગસ્ટ, 1996, Rupite, બલ્ગેરિયા

કામ

 • વિશ્વ યુદ્ધ II
 • સોવિયેત યુનિયન , ચેકોસ્લોવાકિયા અને યુગોસ્લાવિયાનું વિભાજન
 • સ્ટાલિનના મૃત્યુની તારીખ
 • ઝાર બોરિસ III ના મૃત્યુની તારીખ
 • તેણીના પોતાના મૃત્યુની તારીખ
 • રશિયન સબમરીન કુર્સ્કનું ડૂબી જવું
 • પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ
 • 1985 નોર્ધર્ન બલ્ગેરિયામાં ધરતીકંપ
 • ચેર્નોબિલ દુર્ઘટના
 • 11 સપ્ટેમ્બરના હુમલા
 • 2004 બોક્સિંગ ડે સુનામી
 • યુનાઇટેડ સ્ટેટ્સના 44મા પ્રમુખ તરીકે આફ્રિકન-અમેરિકનની ચૂંટણી

2024 માટે શું છે Prophecy?

બાબા વેંગાએ 2024 માટે ઘણી અવિશ્વસનીય રીતે ડરાવનારી ભવિષ્યવાણીઓ કરી છે. એસ્ટ્રોફેમ મુજબ બાબાને સપનું આવ્યું હતું કે વર્ષ 2024માં રશિયાના રાષ્ટ્રપતિની તેમના જ દેશના કોઈ વ્યક્તિ દ્વારા હત્યા કરી દેવામાં આવશે. તે સિવાય તેમને ભવિષ્યવાણી કરી છે કે આતંવાદી 2024માં યૂરોપમાં હુમલો કરશે. બાબા વેંગાનો દાવો છે કે એક મોટો દેશ આગામી વર્ષે જૈવિક હથિયારોનું પરીક્ષણ અથવા હુમલો કરશે. તે સિવાય બાબાએ તે પણ દાવો કર્યો છે કે આગામી વર્ષે મોટુ આર્થિક સંક્ટ આવશે, જેની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડશે. હવે જોવાનું એ બાકી રહેશે કે તેમાંથી કોઈ પણ ભવિષ્યવાણી સાચિત થાય છે કે નહીં.

Leave a Comment