Scored a century : આપ્યો સણસણતો જવાબ સદી ફટકારીને ; પોતાના જ દેશના ખેલાડીઓ કરી રહ્યા હતા અપમાન

Scored a century : ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે પાકિસ્તાન સામેની પર્થ ટેસ્ટમાં તોફાની ( Scored a century ) સદી ફટકારી હતી. વોર્નરે પાકિસ્તાનના દરેક બોલરને ફટકાર્યા હતા અને માત્ર 125 બોલમાં સદી ફટકારી હતી. રસપ્રદ વાત એ છે કે તેના જ દેશવાસીઓ ડેવિડ વોર્નરને નિશાન બનાવતા હતા પરંતુ હવે તેણે પોતાના બેટથી તેમને ચૂપ કરી દીધા છે.

Scored a century
Scored a century

Scored a century

કારકિર્દીની છેલ્લી ટેસ્ટ શ્રેણી રમી રહેલા ડેવિડ વોર્નરે કમાલ કરી બતાવી છે. ડેવિડ વોર્નરે પર્થમાં પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. ડેવિડ વોર્નરે ટેસ્ટમાં ODI ક્રિકેટની સ્ટાઈલમાં બેટિંગ કરતા વિસ્ફોટક શોટ્સ રમ્યા હતા અને આ ડાબા હાથના બેટ્સમેને માત્ર 125 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

છેલ્લી ટેસ્ટ શ્રેણીમાં ડેવિડ વોર્નરની દમદાર સદી

પર્થમાં પાકિસ્તાન સામે ટેસ્ટ સિરીઝની પહેલી જ મેચમાં સિનિયર ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરે શાનદાર પ્રદર્શન કરતા ( Scored a century ) સદી ફટકારી હતી. આ ટેસ્ટ સિરીઝ ડેવિડ વોર્નરની કારકિર્દીની અંતિમ ટેસ્ટ શ્રેણી છે અને એવામાં અંતિમ ટેસ્ટ સિરીઝની પહેલી જ મેચમાં સદી ફટકારી વોર્નરે પોતાની ટેલેન્ટ અને રમત પ્રત્યેની નિષ્ઠા સાબિત કરી હતી.

વોર્નરે આક્રમક રીતે કરી ઉજવણી

ડેવિડ વોર્નરે પર્થમાં સદી ફટકાર્યા બાદ આક્રમક રીતે ઉજવણી કરી હતી, જાણે તે તેના ટીકાકારોને જવાબ આપી રહ્યો હોય. છેલ્લા કેટલાક સમયથી વોર્નરના તેની જ ટીમના સાથીઓ સાથે સંબંધોમાં તણાવ હોવાની અફવાઓ સામે આવી હતી. એટલું જ નહીં અનેકવાર વોર્નરની વિરુદ્ધમાં આ ખેલાડીઓએ નિવેદન પણ આપ્યા હતા, એવામાં આ સદી ફટકારી વોર્નરે આ ખેલાડીઓને સણસણતો જવાબ આપ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ઓપનર

ડેવિડ વોર્નરે માત્ર 43મી ઓવરમાં આમિર જમાલની બોલ પર કટ શોટ રમીને તેની 26મી ટેસ્ટ Scored a century કરી હતી. તેણે 14 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી સદી પૂરી કરી હતી. આ સદી સાથે ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 49મી સદી પૂરી કરી હતી. તેણે વનડે અને ટેસ્ટમાં 20થી વધુ સદી ફટકારી છે. આ સિવાય તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ઓપનર બની ગયો છે.

Smoke bomb : શું સ્મોક બોમ્બ ઘાતક છે? તે કેવી રીતે બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ ક્યાં થાય છે? તે અહીં થી જાણો

He wanted to see the new Parliament and… : ‘તેને નવી સંસદ જોવી હતી અને…’ ઘૂસણખોરો કેવી રીતે પ્રવેશ્યા? ભાજપના સાંસદ ચર્ચામાં આવ્યા

Wealth of crores: કિસ્સો જાણીને થશે નસીબ હોય તો આવા ; માળીને મળશે 91,000 કરોડની સંપત્તિ!

વોર્નરે ટીકાકારોને જવાબ આપ્યો

પર્થ ટેસ્ટ પહેલા ડેવિડ વોર્નર વિરુદ્ધ જબરદસ્ત ટિપ્પણીઓ ચાલી રહી હતી. તેની પોતાની ટીમના સાથી અને પૂર્વ ઝડપી બોલર મિશેલ જોન્સને તેની વિરુદ્ધ ઘણી વાતો કહી હતી. તેણે વોર્નરને લિજેન્ડ પ્લેયર માનવાનો ઈનકાર કર્યો હતો. પરંતુ વોર્નરે તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ શ્રેણીમાં સદી ફટકારીને બધાને અવાચક કરી દીધા હતા.

અગત્યની લિંક

Leave a Comment