Shortage of teachers in Gujarat : Gujaratની પ્રાથમિક વિદ્યાલયઓમાં 30,000+ શિક્ષકોની અછત છે, પરંતુ વહીવટીતંત્ર… જાણો Congressએ શિક્ષકોને લઈ શું ટ્વિટ કર્યું?

Shortage of teachers in Gujarat : ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ શું છે તે આપણે જાણીએ છીએ. અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં શાળામાં બાળકો હોય છે તો શિક્ષકો નથી હોતા, જ્યાં બંને હોય છે ત્યાં શાળાની બિલ્ડીંગ જર્જરિત હોય છે. શિક્ષકોની શાળામાં ઘટ છે તેવી વાત તો અનેક વખત કરવામાં આવી છે. એક તરફ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. તો બીજી તરફ જ્ઞાન સહાયકના વિરોધ વચ્ચે વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી હતી. શિક્ષકોના મુદ્દે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. કોંગ્રેસ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી જેમાં શિક્ષકોના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો.

Gujarat

પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછત છે પરંતુ..!

ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. કરાર આધારિત ભરતી નાબુદ થાય અને કાયમી ભરતી થાય તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી આવી તેમજ કોંગ્રેસ પાર્ટી આવી હતી.

ત્યારે વિદ્યા સહાયકની ભરતીને લઈ કોંગ્રેસે એક ટ્વિટ કરી છે જેમાં લખવામાં આવ્યું છે કે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 30 હજારથી વધારે શિક્ષકોની અછત છે તેમ છતાં રાજ્ય સરકારે માત્ર 2750 વિદ્યા સહાયકોની ભરતી કરીને રાજ્યના યુવાનોને ગેરમાર્ગે દોરવા માગે છે.

વધું વાંચો : Rajasthan Elections 2023 : Rajasthan વિધાનસભાની Elections માટે આજે મતદાન, Ashok Gehlot, Vasundhara રાજે સહિતના દિગ્ગજોનું ભાવી ઈવીએમમાં થશે કેદ

Gujaratમાં શિક્ષકોની માગ સાથે ઉમેદવારો કરી રહ્યા છે આંદોલન

મહત્વનું છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. ટ્વિટર પર કોંગ્રેસે લખ્યું રાજ્યના યુવાનો હવે ભાજપના આ જુમલાને સમજી ગયા છે. ચૂંટણીમાં લોલીપોપ નહીં, કાયમી શિક્ષકોની ભરતી કરો.

વધું વાંચો : SSC GD ભરતી 2024: SSC જીડી કાન્સ્ટેબલ ભરતી જાહેર, 75768 જગ્યાઓ પર , અહીંથી ફોર્મ ભરો

હોમ પેજ : અહિ ક્લિક કરો

Read more: Click here

Leave a Comment