The price of gold will increase : HDFC સિક્યોરિટીઝ કરન્સી કોમોડિટી હેડ અનુજ ગુપ્તાના જણાવ્યા મૂજબ લોન્ગ ટર્મમાં સોનાના priceનો ટાર્ગેટ પહેલેથી 65,000 થી 66,000 રાખવામાં આવ્યો છે. જો હાલના સમયની વાત કરીએ તો પહેલો ટાર્ગેટ 64,000 રૂપિયા હતો. ત્યારબાદ 65,000 નું લેવલ જોવાનું રહેશે અને તેના બાદ આગળ 66,000 ના સ્તરે પહોંચી શકે છે.
The price of gold will increase
સોનાના priceમાં વધારો થયો હોવા છતા પણ તે તેની રેકોર્ડ લેવલથી અંદાજે 1400 રૂપિયા સસ્તું મળી રહ્યુ છે. આ સાથે જ ચાંદીના ભાવમાં પણ 3800 રૂપિયાનો વધારો થયો છે. યુએસ ફેડના નિર્ણય બાદ ડોલર ઈન્ડેક્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સોનું 62,600 રૂપિયાને પાર પહોંચી ગયું છે. સાથે જ ચાંદીના ભાવ ફરી એક વખત 75,000 રૂપિયાને પાર થયા છે.
Table of Contents
સોનું 65,000 રૂપિયાને પાર કરશે
ફેડએ સ્પષ્ટ કર્યું છે કે, વ્યાજદરમાં કોઈ વધારો નહીં થાય અને આવતા વર્ષે ફેડ 3 વખત વ્યાજદરમાં ઘટાડો કરશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું અમેરિકન ફેડના રોકેટ પર સવાર સોનું 65,000 રૂપિયાને પાર કરશે. ચાલો જાણીએ કે સોનાના ભાવમાં શું સ્થિતિ રહી શકે છે.
સોનાના ભાવમાં 1500 રૂપિયાનો વધારો થયો
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. માહિતી મૂજબ આજે સોનાના ભાવ 1447 રૂપિયા વધીને 62,646 રૂપિયા પર પહોંચ્યા હતા. ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાના ભાવમાં અંદાજે 1500 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારબાદ સોનાના ભાવ 10 ગ્રામના 62,692 રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. આજે સોનાની શરૂઆત 61,391 રૂપિયાથી થઈ હતી.
સોનું 66,000 ના સ્તરે પહોંચી શકે
આ સ્થિતિને જોતા પ્રશ્ન એ છે કે સોનાનો ભાવ 65,000 રૂપિયાને પાર કરશે કે નહીં. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ફેડની અસર સોનાના ભાવમાં જોવા મળી શકે છે. તેથી શુક્રવારે સોનાનો ભાવ 65,000 રૂપિયાને પાર જઈ શકે છે. આવતા સપ્તાહે પણ સોનાના ભાવ આ સ્તરને પાર કરે તેવી શકયતા છે.
Scored a century : આપ્યો સણસણતો જવાબ સદી ફટકારીને ; પોતાના જ દેશના ખેલાડીઓ કરી રહ્યા હતા અપમાન
International cricket : સૌથી વધુ સદી ફટકારનાર ઓપનરોમાં બે ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, ટોપ-5માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જાણો કોણ છે
HDFC સિક્યોરિટીઝ કરન્સી કોમોડિટી હેડ અનુજ ગુપ્તાના જણાવ્યા મૂજબ લોન્ગ ટર્મમાં સોનાના ભાવનો ટાર્ગેટ પહેલેથી 65,000 થી 66,000 રાખવામાં આવ્યો છે. જો હાલના સમયની વાત કરીએ તો પહેલો ટાર્ગેટ 64,000 રૂપિયા હતો. ત્યારબાદ 65,000 નું લેવલ જોવાનું રહેશે અને તેના બાદ આગળ 66,000 ના સ્તરે પહોંચી શકે છે.
અગત્યની લિંક
- હોમ પેજ : અહિ ક્લિક કરો
- Read more: Click here