UltraTech Cement share: ભારતીય શેરબજારમાં માત્ર 20 કંપનીઓ એવી છે જેના શેરનો ભાવ 10,000 રૂપિયા કરતા વધુ છે. આ લિસ્ટમાં હવે અલ્ટ્રાટેક સિમેન્ટનું નામ પણ આવી ગયું છે. આજે આ શેર 10042 સુધી ગયો હતો. એક્સપર્ટ અલ્ટ્રાટેક સિમેન્ટના શેર માટે પોઝિટિવ મત ધરાવે છે અને ખરીદી કરવાની સલાહ આપે છે.
UltraTech Cement share highlights
- અલ્ટ્રાટેક હાલમાં સમગ્ર વિશ્વમાં ત્રીજા ક્રમની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક છે
- હવે તે બી કે બિરલા ગ્રૂપની કેસોરામ ઈન્ડસ્ટ્રીઝને હસ્તગત કરાવાની છે.
- લગભગ 7600 કરોડ રૂપિયામાં આ સોદો થવાનો છે
- તેની કુલ ઉત્પાદન કેપેસિટી 137.85 MTPA સુધી પહોંચી ગઈ છે.
Table of Contents
UltraTech Cement share: દેશની ટોચની સિમેન્ટ ઉત્પાદક કંપની અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં કેટલાક સમયથી જોરદાર તેજી ચાલે છે જેના કારણે આજે અલ્ટ્રાટેક સિમેન્ટનો શેર 10,000 રૂપિયાની સપાટી વટાવી ગયો હતો. ચાલુ વર્ષમાં આ શેરમાં 40 ટકા સુધી ઉછાળો આવ્યો છે. અલ્ટ્રાટેક સમગ્ર વિશ્વમાં ત્રીજા ક્રમની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક કંપની છે અને તેની કુલ ઉત્પાદન કેપેસિટી 137.85 MTPA છે. હવે તે બી કે બિરલા ગ્રૂપની મુખ્ય કંપની કેસોરામ ઈન્ડસ્ટ્રીઝને હસ્તગત કરાવા જઈ રહી છે. આ સોદો લગભગ 7600 કરોડ રૂપિયામાં થવાનો છે.
UltraTech Cement share
ગયા મહિને કેસોરામ ઈન્ડસ્ટ્રીઝે જાહેરાત કરી હતી કે તેના બોર્ડે તેના સિમેન્ટ બિઝનેસને ડિમર્જ કરવાની મંજૂરી આપી દીધી છે. તે મુજબ કેસોરામ ઈન્ડસ્ટ્રીઝના દરેક 52 શેર દીઠ શેરહોલ્ડરોને અલ્ટ્રાટેક સિમેન્ટનો એક શેર મળશે. તેનાથી અલ્ટ્રાટેક સિમેન્ટ હવે ભારતના વેસ્ટર્ન અને સાઉથના માર્કેટમાં પણ વિસ્તરણ કરી શકશે. તેલંગણામાં અલ્ટ્રાટેક સિમેન્ટ કોઈ પ્લાન્ટ ધરાવતી નથી પરંતુ હવે તે ત્યાં પણ હાજરી ધરાવશે. આ ઉપરાંત અલ્ટ્રાટેક સિમેન્ટ Burnpur Cementની 0.54 mtpa સિમેન્ટ ગ્રાઈન્ડિંગ એસેટ્સ મેળવશે. આ ડીલ 170 કરોડ રૂપિયામાં કરવામાં આવી છે. આ સાથે જ અલ્ટ્રાટેક સિમેન્ટ હવે ઝારખંડમાં પણ પ્રવેશ કરી રહી છે.
અલ્ટ્રાટેક સિમેન્ટ ચાલુ વર્ષમાં 40%નો ઉછાળો
આજે બજાર ખુલતા જ UltraTech Cementનો શેર વધવા લાગ્યો હતો અને 10,000ની સપાટીને પાર કરી ગયો હતો. બીએસઈ પર શેર 1.82 ટકા વધીને 10,042 સુધી ગયો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ માટે આ એક ઐતિહાસિક સપાટી છે. શેરમાં આવેલી તેજીના કારણે તેની માર્કેટ કેપિટલ લગભગ ત્રણ લાખ કરોડની નજીક પહોંચી ગઈ હતી. 10042ને અલ્ટ્રાટેક માટે ઓલ ટાઈમ હાઈ સપાટી તરીકે ગણતરીમાં લેતા તેની માર્કેટ કેપિટલ 2.89 લાખ કરોડ રૂપિયા થાય છે. ભારતીય શેરબજારમાં હાલમાં માત્ર 20 શેર એવા છે જેનો ભાવ 10,000 રૂપિયાથી ઉપર ચાલે છે.
Israelના જહાજ પર હૂતી વિદ્રોહીનો મિસાઈલથી હુમલો, વાગ્યા યુદ્ધના ભણકારા લાલ દરિયામાં
Money Heist : PM નરેન્દ્ર મોદીએ Money Heist દ્વારા કોંગ્રેસ પર પ્રહારો, વીડિયો શેર કર્યો
ભારતમાં કોવિડ 19 પછી બાંધકામ સેક્ટરમાં ભારે તેજી ચાલે છે જેના કારણે સિમેન્ટની ડિમાન્ડમાં વધારો થયો છે. સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ભાર મૂકી રહી છે અને એફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ પણ આગળ વધી રહ્યા છે. રિયલ એસ્ટેટની વધતી માંગની સાથે અલ્ટ્રાટેક સિમેન્ટના શેર માટે બાય રેટિંગ આપવામાં આવે છે.
UltraTech Cementના શેરમાં તેજી ચાલુ રહેશે?
ભારતમાં સિમેન્ટની ડિમાન્ડમાં ભારે વધારો થવાનો છે અને પ્રતિ ટન આવક પણ વધવાની છે. અલ્ટ્રાટેક સિમેન્ટ પોતાનો બજારહિસ્સો વધારશે અને કોસ્ટને નીચે લાવવામાં સફળ રહેશે તેથી એક્સિસ સિક્યોરિટીઝ આ કંપનીના મજબૂત ગ્રોથ માટે વિશ્વાસ ધરાવે છે. બ્રોકરેજ કંપનીના અંદાજ પ્રમાણે અલ્ટ્રાટેક સિમેન્ટની રેવન્યુમાં 12 ટકાના દરે વધારો થશે. આ શેરને એક્સિસ સિક્યોરિટીઝ બાય રેટિંગ આપે છે અને 10,850ના ટાર્ગેટ સાથે ખરીદવાની સલાહ આપે છે.
અગત્યની લિંક
- હોમ પેજ : અહિ ક્લિક કરો
- Read more: Click here