2400 કિલોનો ઘંટ રામમંદિર પહોંચ્યો

25 લાખના ઘંટનો અવાજ 2 કિમી સુધી ગુંજશે

108 ફૂટની અગરબત્તી પણ અયોધ્યા પહોંચી

ઘંટ-મંજીરાનું શહેર એટાના જાલેસરથી 2400 કિલોનો ઘંટ અયોધ્યા પહોંચી ગયો છે

સેંકડો વેપારીઓએ ફૂલોથી શણગારેલા રથમાં ઘંટને અયોધ્યા લાવવામાં આવ્યો હતો.  જે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સમર્પિત કરવામાં આવ્યો છે.

સાથે જ 50-50 કિલોમાં સાત અન્ય ઘંટને પણ ટ્રસ્ટને સોંપવામાં આવ્યા છે.

ઘંટને વગાડવાથી ૐનો સ્વર ગુંજે છે. 70 કારીગરો દ્વારા આ ઘંટ બનાવવામાં  આવ્યો છે, લગભગ 25 મિનિટમાં 2400 કિલોનો ઘંટ બનીને તૈયાર થયો છે.

કારોબારી મનોજ મિત્તલે જણાવ્યું કે પિતા વિકાસ મિત્તલની યાદમાં આ ઘંટને તૈયાર કરવામાં આવ્યો છે.

8 જાન્યુઆરીએ એટાથી એક પ્રતિનિધિ મંડળ અયોધ્યા માટે રવાના થયું હતું.

પહેલાં 2100 કિલોનો ઘંટ બનાવવાનું લક્ષ્ય હતું. પછી ઉત્સાહ વધ્યો તો તેને 2400 કિલોનો બનાવવામાં આવ્યો.

જેને બનાવવામાં લગભગ 25 લાખનો ખર્ચ આવ્યો છે.

તેનો અવાજ શાંત વાતાવરણમાં 2 કિમી સુધી સંભળાય છે.