સુપર ઓવરની ડબલ મજા, ભારત-અફઘાનિસ્તાન મેચમાં આ ન જોયું તો શું જોયું?

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને છેલ્લી T20 મેચ જેટલી જોરદાર હતી તેટલી જ રોમાંચક પણ હતી.

આ મેચમાં એક નહીં પરંતુ બે સુપર ઓવર જોવા મળી હતી.  20 બોલની એક વિચિત્ર કહાની આ મેચમાં જોવા મળી અને તે દરમિયાન 5 એવી મોમેન્ટ  હતી જે મેચમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.

આ મેચ T20 ઈન્ટરનેશનલમાં પ્રથમ વખત બે સુપર ઓવરની  મેચ હતી. સાથે જ ક્રિકેટના ઈતિહાસમાં રમાયેલી સૌથી લાંબી T20 ઈન્ટરનેશનલ  મેચ પણ બની ગઈ.

પહેલા જ બોલ પર વિકેટ: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટાઈ થયા બાદ મેચ સુપર  ઓવરમાં પહોંચી હતી. મેચની પ્રથમ સુપર ઓવરમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ  કરી.

ભારત તરફથી મુકેશ કુમારે બોલ પકડ્યો અને અફઘાન ટીમ તરફથી ગુલબદીન અને ગુરબાઝ બેટિંગ કરવા ઉતર્યા.

મુકેશે પહેલા જ બોલ પર ગુલબદિનની વિકેટ ઉડાવી દીધી હતી. આ પછી મોહમ્મદ નબી  બેટિંગ કરવા આવ્યો. તેણે ગુરબાઝ સાથે મળીને આગામી 5 બોલમાં 16 રન બનાવ્યા.

પ્રથમ સુપર ઓવરના છેલ્લા બોલ પર અફઘાનિસ્તાને 3 રન લેગ બાયના લીધા ત્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા થોડો ગુસ્સે થયો હતો.

વાસ્તવમાં, જ્યારે સંજુએ બોલને ફિલ્ડ કરીને ફેંક્યો, ત્યારે બોલ નબીના  પગમાં વાગ્યો અને બોલ વધુ દૂર ગયો, જે રોહિતની નારાજગીનું કારણ હતું.

તેની નારાજગી બાદ અમ્પાયરે મામલામાં હસ્તક્ષેપ કર્યો. પરંતુ નબીએ જાણીજોઈને  આવું ન કર્યું હોવાથી અફઘાનિસ્તાનને 3 રન લેગ બાયના મળ્યા.

છેલ્લા બોલ પર રોહિત રિટાયર્ડ: ભારતને પ્રથમ સુપર ઓવર જીતવા માટે 17 રનની જરૂર હતી. રોહિત અને જયસ્વાલ સ્ટ્રાઈક પર ઉતર્યા હતા.

જ્યારે પ્રથમ 5 બોલમાં 15 રન થયા ત્યારે રોહિતે રિટાયર્ડ થવાનો નિર્ણય કર્યો. પહેલી સુપર ઓવર દરમિયાન આ બીજી મોટી ઘટના બની.