Gold all-time high : લગ્નની સિઝન વચ્ચે સોનાનો ભાવ ઓલ ટાઇમ હાઈ પર પહોંચ્યો; 10 Gramના 62 હજાર રૂપિયા

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, 10 ગ્રામ સોનું 458 રૂપિયા મોંઘું થઈ ગયું છે અને એ 61,895 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

અગાઉ આ વર્ષે 4 મેના રોજ સોનું એની ઓલટાઈમ હાઈ પર હતું. ત્યારે એની કિંમત 61,646 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. સોનું એક વર્ષમાં 67 હજાર સુધી પહોંચી શકે છે

કેરેટ પ્રમાણે સોનાનો ભાવ : કેરેટ 24  કિંમત (રૂ/10 ગ્રામ) : 61,895

કેરેટ પ્રમાણે સોનાનો ભાવ : કેરેટ : 22 કિંમત (રૂ/10 ગ્રામ) : 56,696

કેરેટ પ્રમાણે સોનાનો ભાવ : કેરેટ : 18 કિંમત (રૂ/10 ગ્રામ) : 46,421

Gold all-time high 5 કારણ: – વૈશ્વિક બજારમાં ભારે વધઘટ – 2023માં વિશ્વવ્યાપી મંદીનો ભય – ડૉલર ઇન્ડેક્સમાં નબળાઈ – વિશ્વભરની સેન્ટ્રલ બેંકો સોનું ખરીદી રહી છે – વધતી મોંઘવારીથી સોનાને ટેકો મળે છે

નવેમ્બરમાં સોનાના ભાવમાં વધારો થયો હતો : આ મહિનામાં અત્યારસુધીમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 1 નવેમ્બરે સોનાની કિંમત 60,896 રૂપિયા હતી, જે હવે 61,895 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે.

નવેમ્બરમાં અત્યારસુધી સોનાની મૂવમેન્ટ આવી રહી છે : તારીખ :1લી નવેમ્બર સોનાની કિંમત : 60,896 રૂપિયા પ્રતિ 10 ગ્રામ. તારીખ :28 નવેમ્બર સોનાની કિંમત : 61,895 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

સોનું : – આજે સોનું એક આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે આખા વિશ્વનું અર્થતંત્ર સ્થિર રાખવા માટે વપરાય છે. – આદીકાળ થી માનવ સોનાથી મોહીત રહ્યો છે. કારણ કે તે ક્યારેય કાટ ખાતુ નથી કે બરડ થતુ નથી.

સોવરિન ગોલ્ડ બોન્ડની પ્રથમ શ્રેણી 30મી નવેમ્બરે મેચ્યોર થઈ રહી : આ બોન્ડ્સ 26 નવેમ્બર, 2015ના રોજ 2,684 રૂપિયા પ્રતિ ગ્રામના ઈસ્યુ પ્રાઇસ પર જાહેર કરવામાં આવ્યા હતા. ગ્રાહકો એને રૂ. 6,132 પ્રતિ યુનિટના ભાવે રિડીમ કરી શકશે. આ મુજબ, છેલ્લાં 8 વર્ષમાં કુલ વળતર 128.5% રહેશે.