મનીપ્લાન્ટ : સુરક્ષિત રોકાણ માટે અપનાવો આ 5 ટિપ્સ:

દરરોજ 170 રૂપિયા બચાવીને FD, PPF અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો, થઈ જશો કરોડપતિ

આજે જે મુજબ મોંઘવારી વધી રહી એ મુજબ બે છેડા ભેગા કરવા લોકો માટે મુશ્કેલ બની જાય છે. લોકો અનેક રીતે કમાણી કરવા ઇચ્છતા હોય છે.

જો તમે પણ કરોડપતિ બનવા માગો છો તો તમારે તમારી કમાણીમાંથી દરરોજ ફક્ત ને  ફક્ત 170 રૂપિયા બચાવવા પડશે. જો તમારી ઉંમર 25 વર્ષથી ઓછી છે, તો આ કામ  તમારા માટે વધુ સરળ છે.

એક મહિનામાં બચેલી આ રકમ લગભગ 5 હજાર રૂપિયા હશે, તમારે આ બચતનું રોકાણ કરવું પડશે.

આ રોકાણથી તમે 2024માં તમારી સફળ યાત્રા શરૂ કરી શકો છો. આ માટે તમારે ફક્ત  ને ફક્ત એટલું કરવાનું છે કે તમારે તમારી રૂ. 5 હજારની રકમ ફિક્સ્ડ  ડિપોઝિટ (FD) અથવા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અથવા કોઈપણ એક મ્યુચ્યુઅલ  ફંડમાં રોકાણ કરવાની રહેશે.

આ રોકાણથી તમે 2024માં તમારી સફળ યાત્રા શરૂ કરી શકો છો. આ માટે તમારે ફક્ત  ને ફક્ત એટલું કરવાનું છે કે તમારે તમારી રૂ. 5 હજારની રકમ ફિક્સ્ડ  ડિપોઝિટ (FD) અથવા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અથવા કોઈપણ એક મ્યુચ્યુઅલ  ફંડમાં રોકાણ કરવાની રહેશે.

આજે અમે તમને મની પ્લાન્ટમાં  સુરક્ષિત રોકાણ વિશે વાત કરીશું. કઈ વસ્તુઓમાં રોકાણ કરીને તમે સારું વળતર  મેળવી શકો છો અને રોકાણ કરતાં પહેલાં તમારે કઈ બાબતો જાણવી જોઈએ.

આપણા આજના એક્સપર્ટ જિતેન્દ્ર સોલંકી છે, જેઓ ઘણી કંપનીઓમાં શેરબજારના નિષ્ણાત અને નાણાકીય સલાહકાર છે

જિતેન્દ્ર સોલંકીના મતે કોઈપણ રોકાણ શક્ય એટલું જલદી શરૂ કરવું જોઈએ, કારણ કે એ જ તમને વધારે વળતર આપી શકે છે.

આ રીતે ગણિત સમજો... જો તમારી ઉંમર 20 વર્ષ છે અને તમે તમારી કમાણીમાંથી  દરરોજ 170 રૂપિયા બચાવો છો અને દર મહિને 5000 રૂપિયા રોકાણ માટે રાખો છો,  તો એ કોઈ મુશ્કેલ વાત નથી.

તમારે તમારી બચતનાં આ નાણાંને FD, PPF અથવા મ્યુચ્યુઅલ ફંડમાંથી કોઈપણ એકમાં રોકાણ કરવાનું છે.

જો તમે 10 વર્ષ માટે FDમાં 6 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે, તો તમને  મેચ્યોરિટી પર 11,43,335 રૂપિયા મળશે. એ જ સમયે, જો તમે 40 વર્ષ માટે આ  રીતે આ નાણાંનું રોકાણ કરો છો

તો તમે 24 લાખ રૂપિયાનું રોકાણ કરી શકશો, જેની મેચ્યોરિટી પર તમને 1 કરોડ રૂપિયાથી વધુ મળશે. આ રોકાણ દર 10 વર્ષે કરવાનું રહેશે.