રામેશ્વરમથી અયોધ્યા સુધી યોજાશે રામોત્સવ યાત્રા

500 ઈન્ફ્લુએન્સર્સ સાથે ભાગ લેશે ફિલ્મ સ્ટાર્સ

500 થી વધુ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ તમિલનાડુના રામેશ્વરમથી અયોધ્યા સુધી એક મહિનાની 4500 કિલોમીટરની રામોત્સવ યાત્રા કરશે.

રામોત્સવ યાત્રા પહેલા દક્ષિણમાં રામેશ્વરમની  યાત્રા કરશે. એક મહિના સુધી ચાલનારી આ યાત્રા 14 જાન્યુઆરીએ મધ્યપ્રદેશના  ઈન્દોરથી શરુ થશે.

અયોધ્યા રામ મંદિરના અભિષેક સમારોહનો જશ્ન મનાવવા માટે એક ધાર્મિક રેલી રામોત્સવ યાત્રા શરૂ થવાની છે.

રામોત્સવ યાત્રા પહેલા દક્ષિણમાં રામેશ્વરમની યાત્રા કરશે. 500થી વધુ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ આ યાત્રામાં જોડાશે.

તે ભગવાન રામ દ્વારા વનવાસ બાદ તમિલનાડુના રામેશ્વરમથી તેમના રાજ્ય  અયોધ્યા પરત ફરવા માટે લીધેલા માર્ગ પર એક મહિનાની 4500 કિમી લાંબી મુસાફરી  કરવા માટે તૈયાર છે.

રામોત્સવ યાત્રાના આયોજકો મુજબ, આ પાંચ રાજ્યો તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશને કવર કરશે

રામોત્સવ યાત્રા દળમાં સામેલ અપૂર્વ સિંહે તાજેતરની મુલાકાતમાં જણાવ્યું  હતું કે એક મહિના સુધી ચાલનારી આ યાત્રા 14 જાન્યુઆરીએ મધ્યપ્રદેશના  ઈન્દોરથી શરુ થશે.

આયોજક ટીમના એક અન્ય પ્રમુખ સદસ્ય મલય દીક્ષિતએ જણાવ્યું કે 500થી વધુ  ઈન્ફ્લુએન્સર્સ, ઈન્સ્ટાગ્રામર્સ, યૂટ્યૂબર્સ, બ્લોગર્સ, રમત અને બોલિવુડ  સેલેબ્સ યાત્રામાં ભાગ લેશે.

તેને કહ્યું કે આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા ઈન્ફ્લુએન્સર્સ એસોશિએશન દ્વારા  રચાયેલી રામ મહોત્સવ યાત્રા સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે.

આ 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા થઈ રહ્યું છે.