બાળકો માટે ભણવા જેટલું જ જરૂરી છે હરવું-ફરવું

ફક્ત પુસ્તકિયું જ્ઞાન મેળવતા બાળકો કરતાં ઘણા હોશિયાર છે માતા-પિતા સાથે ફરતા બાળકો

બાળક અભ્યાસમાં ખૂબ જ હોશિયાર છે, શાળાએથી સીધો ઘરે આવે છે અને પછી કોચિંગની તૈયારી કરવા લાગે છે. હરવા-ફરવામાં બિલકુલ પણ રસ નથી.

આવા શબ્દો લાંબા સમયથી 'સારા બાળકો' માટે કહેવામાં આવે છે.

પરંતુ જો બાળકોને કથિત રીતે સારા બનાવવામાં આવે છે અને તેમને હોમ-સ્કૂલ સુધી સીમિત કરવામાં આવે છે,

તો તેમની કરિયર માં પાછળ રહેવાની શક્યતાઓ વધી જાય છે. બીજી તરફ, જે બાળકો  દેશ અને દુનિયામાં ફરે છે તેઓ કરિયર અને લાઈફમાં સારું પર્ફોર્મન્સ કરે છે.

આ બાબતો કોઈ ટ્રાવેલ એજન્સીની જાહેરાતમાં લખવામાં આવી નથી. એકેડેમિક જર્નલ 'સાયન્સ ડાયરેક્ટ'ના સંશોધનમાં આ સાબિત થયું છે.

ભારતમાં 'એક્સપીડિયા' દ્વારા હાથ ધરવામાં આવેલ એક સંશોધન પણ દર્શાવે છે કે  પરિવાર સાથે મુસાફરી કરતા બાળકોના પરિવાર સાથે વધુ મજબૂત સંબંધો હોય છે.

બ્રિટિશ બાળ મનોવૈજ્ઞાનિક ડૉ. માર્ગોટ સન્ડરલેન્ડે આવા ઓછામાં ઓછા 6 પુસ્તકો લખ્યા છે,

જેમાં તેમણે બાળકોના વ્યક્તિગત, સામાજિક અને વ્યાવસાયિક વિકાસ માટે પ્રવાસને ખૂબ જ જરૂરી ગણાવ્યું છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં એમાં પણ ખાસ કરીને કોવિડ રોગચાળા પછી શિક્ષણ  ક્ષેત્રમાં એક નવો ખ્યાલ ઉભરી આવ્યો છે, જેને 'શાળા વિનાનું શિક્ષણ' નામ  આપવામાં આવ્યું છે.

દેશમાં પ્રથમ વખત વર્ષ 2022 ની શરૂઆતમાં આ ખ્યાલની મોટા પાયે ચર્ચા કરવામાં આવી હતી

જ્યારે પુણે સ્થિત આઇટી પ્રોફેશનલ અનિકા સોનવણેએ તેના 6 વર્ષના પુત્ર  પ્રાંતને શાળામાંથી ઉઠાડીને મુસાફરી દ્વારા તેમને આગળ ભણાવવાનું નક્કી  કર્યું હતું.