Bihar CM Nitishkumar: બિહારના CM નિતીશ કુમાર આ શું બોલ્યા? સ્ત્રી-પુરૂષના શારિરીક સંબંધો અંગે, Video વાયરલ

Bihar CM Nitishkumar: બિહારના CM નિતીશ કુમાર આ શું બોલ્યા? સ્ત્રી-પુરૂષના શારિરીક સંબંધો અંગે, Video વાયરલ

Bihar CM Nitishkumar રાજ્યના શિયાળું સત્રના બીજા દિવસે આર્થિક સામાજીક સર્વેનો રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. પ્રદેશમાં 75 ટકા અનામત અમલી કરવાનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રાજ્યમાં વસ્તી વૃધ્ધીની ચર્ચા થઇ હતી. સીએમ નિતીશ કુમારે વસ્તી વૃધ્ધીને ટોકવા માટે મહિલાઓના શિક્ષણ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે જો મહિલાઓ શિક્ષિત હશે તો ચોક્કસપણે જન્મદરમાં ઘટાડો આવશે જો કે તેમણે સ્ત્રી-પુરૂષના શારિરીક સંબંધો અંગે જે બફાટ કર્યો તે સમગ્ર રાજ્ય અને દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Bihar CM Nitishkumar શું બફાટ કર્યો?

Bihar CM Nitishkumar સમજાવવા માંગતા હતા કે જો છોકરીઓ શિક્ષિત થશે તો વસ્તી આપોઆપ ઘટશે. પરંતુ આ માટે તેઓએ સમગ્ર સેક્સ્યુઅલ એક્ટિવિટી સમજાવવાનું શરૂ કર્યું. તેમણે કહેવાનું શરૂ કર્યું કે પહેલા મહિલાઓ સરળતાથી ગર્ભવતી થઈ જતી હતી. જ્યારે હવે મહિલાઓ શિક્ષિત છે. તેઓ સેકસ્યુઅલ એક્ટિવિટીમાં અલગ રીતે વર્તે છે. નીતીશ કુમારે આ સમગ્ર પ્રક્રિયાને જે સરળતા સાથે વર્ણવી છે.

તે લેખિતમાં વર્ણવી યોગ્ય નથી. નીતીશ કુમારે કહ્યું હતું કે જ્યારે તેમણે સત્તા સંભાળી ત્યારે વસ્તી વૃદ્ધિ દર 4.3 ટકા હતો પરંતુ કન્યા શિક્ષણમાં સુધારાને કારણે તે ઘટીને 2.9 ટકા થઈ ગયો છે. જ્યારે નીતીશ કુમાર તેમના અભિવ્યક્તિઓ સાથે આ બધું કહી રહ્યા હતા. ત્યારે તેમના મંત્રીમંડળના સાથીદારો પણ દંગ રહી ગયા હતા. કેટલાકે એકબીજા સામે જોઈને હસતા-હસતા મોઢું છુપાવી રહ્યા હતા.

https://x.com/ANI/status/1721875994448126347?s=20

‘શાદી કે બાદ રોજ રાત કો લડકા……’: બિહાર વિધાનસભામાં CM નીતીશ કુમારનો બફાટ, અભદ્ર વાતોનો વીડિયો વાયરલ થયા બાદ થઈ રહી છે ટીકા; મહિલા આયોગે કહ્યું- માફી માંગો

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનો એક વીડિયો ફરતો થયો છે, જેમાં તેઓ વિધાનસભા ગૃહમાં સંબોધન કરતી વખતે ન કહેવાની વાતો કહેતા જોવા મળે છે. આ સંબોધન મંગળવારનું (7 નવેમ્બર) હોવાનું કહેવાય રહ્યું છે. તેઓ વસ્તીવૃદ્ધિ પર વાત કરી રહ્યા હતા, ત્યારે અભદ્ર ભાષા વાપરી હતી. સોશિયલ મીડિયા પર તેમની ખૂબ ટીકા થઈ રહી છે.

Bihar CM Nitishkumar બિહાર વિધાનસભામાં મંગળવારે જાતિગત વસતીગણતરીના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સીએમ નીતીશ કુમાર પણ સંબોધન કરવા ઉભા થયા. દરમ્યાન તેઓ વધતી વસતી અંગે ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે 1 મિનીટ સુધી સ્ત્રી-પુરૂષના શારિરીક સંબંધો વિશે વાત કહી.

વધુ વાચો: Israel-Hamas યુદ્ધ પર PM મોદીની ઈરાની રાષ્ટ્રપતિ સાથે વાત

Bihar CM Nitishkumar કહેતા જોવા મળે છે કે, “કી અગર પઢ લેગી લડકી, ઓર જબ શાદી હોગા લડકા-લડકી કા, તો જો પુરુષ હોત હાઇ વો તો રોજ રાત મેં શદિયા હોતા હૈ ઉસકે સાથ કરતા હૈ ના, ઉસી મેં ઔર (બચ્ચા) પૈદા હો જાતા હૈ. ઔર લડકી પઢ લેતી હૈ તો હમકો માલૂમ થા કી ઉ કરેગા ઠીક હૈ! લેકિન અંતિમ મેં ભીતર મત ઘુસાઓ, ઉસકો બાહર કર દો. કરતા તો હૈ.”

આગળ સીએમ નીતીશ કહે છે કે, “તેમાં જ સંખ્યા ઘટી રહી છે. હવે તમે જુઓ કે જે સંખ્યા પહેલાં હતી, પહેલાં શું હતું? 4.3, હવે ઘટીને ગયા વર્ષે જે રિપોર્ટ આવ્યો, તેમાં આવ્યું છે 2.9 અને આપણે હવે બહુ જલ્દી 2 પર આવી જઈશું.”

નીતીશ કુમારના આ નિવેદન દરમિયાન વિધાનસભા ગૃહમાં અન્ય સભ્યો અને ખાસ કરીને મહિલાઓ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયાં હતાં તો ઘણાએ વાત હસવામાં કાઢી હતી. નીતીશની બાજુમાં જ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પણ બેઠા હતા, જેઓ પણ સાંભળીને હસી રહ્યા હતા. બીજી તરફ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો, જેને લઈને લોકોએ વિવિધ પ્રતિક્રિયા આપી અને મોટાભાગનાએ નીતીશ કુમારની ટીકા કરી.

લોકોએ કહ્યું કે, Bihar CM Nitishkumar વિધાનસભા ગૃહમાં એક સીએમ તરીકે બોલતી વખતે ભાષાની મર્યાદા રાખવી જોઈતી હતી.

ભાજપ નેતા વિનોદ તાવડેએ લખ્યું કે, ભાષા વિચારો અને સંસ્કારોનું દર્પણ હોય છે. આ અશોભનીય ભાષા નીતીશ કુમારના સંસ્કારોને બખૂબી દર્શાવે છે.

ઘણા લોકોએ આ ટિપ્પણીઓને દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક ગણાવી હતી અને INDI ગઠબંધન પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે (NCW) પણ વાંધો ઉઠાવ્યો છે. એક નિવેદનમાં સંસ્થાએ જણાવ્યું કે, દેશની તમામ મહિલાઓ વતી NCW સીએમ તાત્કાલિક નીતીશ કુમારની બિનશરતી માફીની માંગ કરે છે. વિધાનસભામાં તેમણે કરેલી અશોભનીય ટિપ્પણીઓ દેશની એ તમામ મહિલાઓ માટે અપમાનજનક છે,

જેઓ ગરિમા અને સન્માનની પૂરેપૂરી હકદાર છે. ભાષણ દરમિયાન તેમણે વાપરેલી અપમાનજનક ભાષા સમાજ પર કાળો ધબ્બો છે. જો કોઇ નેતા લોકતંત્રમાં આ રીતે ખુલ્લામ ટિપ્પણી કરી શકે તો કલ્પના કરી શકાય કે તેના નેતૃત્વમાં રાજ્યની શું સ્થિતિ હસે. આ પ્રકારના વર્તન સામે અમે વાંધો ઉઠાવીએ છીએ અને જવાબદેહી નક્કી કરવા માટે અપીલ કરીએ છીએ.”

https://x.com/ANI/status/1721892006325326081?s=20

Leave a Comment