Char Dham Yatra: હવે ચારધામમાં નહી બનાવી શકો રીલ્સ અને ફોટો-વીડિયો, VIP દર્શનને લઇને આવ્યા મોટા સમાચાર

Char Dham Yatra: 10 મેથી ચાર ધામ યાત્રા શરૂ થઇ ગઇ છે અને હવે આ યાત્રામાં સામેલ થઇ રહેલા શ્રદ્ધાળુઓને લઇને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હવે ચાર ધામ મંદિરોના 50 મીટરના દાયરામાં રીલ્સ, વીડિયો બનાવવા પર પાબંધી લગાવી દીધી છે.

Char Dham Yatra

ઉત્તરાખંડ સરકારે Char Dham Yatra મંદિરોના 50 મીટરના દાયરામાં રીલ બનાવવા અથવા વિડિયોગ્રાફ્રી કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સંબંધમાં ઉત્તરાખંડ રાજ્યની મુખ્ય સચિવ રાધા રતૂડીએ એક આદેશ જાહેર કર્યો છે. તેમણે કહ્યું છે કે હવેથી પ્રશાસન તે લોકો વિરૂદ્ધ કેસ દાખ કરશે જે ચારધામ યાત્રા વિશે રીલ બનાવીને ખોલી સૂચનાઓ અથવા અફવા ફેલાવી રહ્યા છે. ઉત્તરાખંડના મુખ્ય સચિવે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તેને કડકાઇથી લાગૂ કરે.

જેથી તીર્થયાત્રીઓ ન થાય હેરાનગતિ

ઉત્તરાખંડની મુખ્ય સચિવ રાધા રતૂડીએ પર્યટન સચિન, ગઢવાલ મંડલના કમિશ્નર, એસપી અને જિલ્લા કલેક્ટરને આ અંગે આદેશ આપ્યા છે કે હવેથી મંદિરોથી 50 મીટરના દાયરામાં વીડિયોગ્રાફી કરવા, સોશિયલ મીડિયાની રિલ્સ વગેરે ન બનાવે. તેનાથી આસ્થા માટે તીર્થયાત્રીઓ કરવા આવેલાને સમસ્યા થાય છે અને તેમની ભાવનાઓને ઠેસ પણ પહોંચી શકે છે.

ફેલાવી રહ્યા છે ભ્રામક સૂચનાઓ

મુખ્ય સચિવે એ પણ કહ્યું કે કેટલાક લોકો રીલ દ્વારા ભ્રમ ફેલાવી રહ્યા છે. જ્યારે ભ્રામક જાણકારી સાથે રીલ બનાવવી અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવી ગુનો છે. જો તમે આસ્થાના વશીભૂત થઇને યાત્રા પર જઇ રહ્યા છો તો મંદિરની પાસે આ પ્રકારની રીલ બનાવવી ખોટું છે. તેનાથી એ પણ ખબર પડે છે કે તમે આસ્થા માટે આવી રહ્યા નથી. સાથે જ તેનાથી તમે તે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યા છો જે પોતાની આસ્થા માટે અહીં આવી રહ્યા છે. હવેથી આ પ્રકારની ભ્રામક રીલ્સ બનાવનાર વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી થશે.

chandrachuda: કોણ હશે એ જજ, જે તોડશે CJI ચંદ્રચુડનો રેકોર્ડ? પિતા એસેમ્બલી સ્પીકર રહી ચૂક્યા છે, વકીલોનો છે પરિવાર

VIP દર્શન પર રોક

ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ખૂબ ભીડ છે, તેને જોતાં વીઆઇપી દર્શન પર 31 મે સુધી પ્રતિબંધ વધારી દેવામાં આવ્યો છે. જેથી તમામ ભક્ત સરળતાથી ચારેય ધામોના દર્શન કરી શકે.