Electric Vehicle Assistance Scheme 2023-24 : થ્રી વ્હીલર ખરીદવા મળશે રૂ.48000 ની સહાય, અરજી કરવાની સંપૂર્ણ માહિતી

Electric Vehicle Assistance Scheme 2023-24 : Electric ત્રિ ચક્રી વાહન સબસિડી વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે?

Electric Vehicle Assistance Scheme 2023-24
Electric Vehicle Assistance Scheme 2023-24

Electric Vehicle Assistance Scheme 2023-24

ક્લાઇમેટ ચેન્જની સમસ્યા આજકાલ સૌથી મોટી સમસ્યા બનતી જય છે. વિશ્વમાં પ્રદુષણ દિન-પ્રતિદિન વધતું જાય છે. પર્યાવરણનું જતન અને ઉછેર કરવો આપણી નૈતિક જવાબદારી છે. પ્રદૂષણ ઘટાડવા માટે અને પર્યાવરણ સાચવવા માટે પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો ખૂબ જ જરૂરી છે. આ ઉદ્દેશને ધ્યાને લઈને જુદા-જુદા દેશો દ્વારા હવે પ્રદુષણરહિત સાધનોનો આવિષ્કાર કરવામાં આવી રહ્યા છે. જેમાં બેટરી સંચાલિત સ્કૂટર, રીક્ષા અને કાર પણ હવે વિકસાવવામાં આવી રહ્યા છે.

કોણ અરજી કરી શકે?

  • વ્યક્તિગત અને સંસ્થાકીય અરજદારો

અરજીપત્રક ક્યાંથી ઉપલબ્ધ થશે?

  • જેડા દ્વારા અધિકૃત ઉત્પાદકોના ડીલર્સ તથા જેડાની વેબસાઇટ પર

અરજી સાથે શું વિગતો આપવાની થાય છે?

વ્યક્તિગત અરજદાર

  • આધારકાર્ડની સ્વપ્રમાણિત નકલ
  • ત્રિ ચક્રી વાહન ચલાવવા માટેના ડ્રાઈવિંગ લાયસન્સની સ્વપ્રમાણિત નકલ
  • અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/દિવ્યાંગ/મહિલા સાહસિક/સ્ટાર્ટઅપ સાહસિક/ સામાજિક આર્થિક મોજણી અંતર્ગત જાહેર કરેલા ગરીબ/અતિગરીબ/બિન અનામત વર્ગનાં આર્થિક પછાત અંગેના સક્ષમ અધિકારીના પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ (લાગુ પડતું હોય તો)

lectric Vehicle Assistance Scheme 2023-24

સંસ્થાકીય અરજદાર

  • સંસ્થાની નોંધણીના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સંસ્થાના લાઇટ બિલ / પ્રોપર્ટી ટેક્ષ બિલની સ્વપ્રમાણિત નકલ સંસ્થાનો ત્રિ ચક્રી વાહન ખરીદવા અને વપરાશ કરવા અંગેનો ઠરાવ.

અરજીપત્રક કોને જમા કરાવવાનું રહેશે?

  • અરજીપત્રક ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને અધિકૃત કરેલ ઉત્પાદકોનાં ડીલર્સ અથવા જેડા કચેરીમાં જમા કરાવવાનાં રહેશે.

પ્રાથમિકતાના ધોરણો :

વ્યક્તિગત: રિક્ષાચાલક / મહિલા સાહસિક / યુવા સ્ટાર્ટઅપ સાહસિક / શિક્ષિત બેરોજગાર / અનુસૂચિત જાતિ /સામાજિક આર્થિક મોજણી અંતર્ગત જાહેર કરેલા ગરીબ / અતિ ગરીબ / અનુસૂચિત જનજાતિ / દિવ્યાંગ / બિનઅનામત વર્ગના આર્થિક પછાત

સંસ્થાકીય: સહકારી મંડળીઓ / યાત્રાધામો / બિન નફાકારક સંસ્થાઓ / સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ / શૈક્ષણિક સંસ્થાઓ.

આ અંગે રાજ્ય સરકારની કેટલી સબસિડી મળવાપાત્ર છે?

  • 48000 પ્રતિ વહાન

સબસિડીનો લાભ કઈ રીતે મળશે?

  • જેડા દ્વારા યોજનાની શરતો મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીના બેંક ખાતામાં વાહનની ખરીદી કર્યા પછી જમા કરાશે.

વાહનોના અધિકૃત ઉત્પાદક, મોડલ, મહત્તમ ભાવ તથા તેમના ડીલર્સની માહિતી કયાંથી ઉપલબ્ધ થશે?

  • જેડા ની વેબસાઈટ geda.gujarat.gov.in

માન્ય ઉત્પાદકોનું લીસ્ટ

  • વર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડ, વડોદરા ૭૭૭૯૦૪૩૨૪૧,
  • કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડ, પુણે ૯૦૯૬૦૦૧૧૧૦,
  • મહિન્દ્રા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ, બેંગલોર ૯૬૨૪૦૧૪૭૫૭,
  • અતુલ ઓટો લિમિટેડ, રાજકોટ ૮૯૮૮૮૭૦૯૯૯,
  • દિલ્લી ઈલેક્ટ્રિક ઓટો પ્રાઇવેટ લિમિટેડ હરિયાણા ૯૩૫૦૨૦૯૬૫૯,
  • ઓક્યુલસ ઓટો ઇન્ડસ્ટ્રીઝ એલએલપી, હિંમતનગર ૯૬૩૮૭૨૭૫૭૬,
  • ઇબઝ મોબિલિટી એલએલપી, અમદાવાદ ૯૯૦૯૬૦૧૨૩૬

મહત્વપૂર્ણ લિંકસ

મોડેલ વાઈઝ પ્રાઈસ લીસ્ટઅહીંથી ડાઉનલોડ કરો
વ્યક્તિગત અરજી ફોર્મઅહીંથી ડાઉનલોડ કરો
સંસ્થાકીય અરજી ફોર્મઅહીંથી ડાઉનલોડ કરો
ડોક્યુમેન્ટ લીસ્ટઅહીંથી ડાઉનલોડ કરો

Leave a Comment