હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત:મોરબીના નાની વાવડી ગામે શિક્ષકને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યુ

રાજ્યમાં હાર્ટ એટેકનો સિલસિલો વણથંભ્યો સતત ચાલી જ રહ્યો છે, ગુજરાતના વિવિધ ભાગોમાંથી હાર્ટ એટેકના સમાચાર દર બે-ત્રણ દિવસે સતત આવી જ રહ્યા છે. આજે પણ મોરબી અને સુરતમાંથી બે લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. મોરબીના નાની વાવડી ગામે એક શિક્ષક જ્યારે સુરતમાં સિક્યુરીટી ગાર્ડ હાર્ટ એટેકથી મોતને ભેટ્યા છે.

હાર્ટ એટેક

ગુજરાતમાં શરૂ થયેલો હાર્ટ એટેકનો સિલસિલો હજુ પણ યથાવત છે.

ગુજરાતમાં શરૂ થયેલો હાર્ટ એટેકનો સિલસિલો હજુ પણ યથાવત છે. રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ગઈકાલે રાત્રે મોરબીના નાની વાવડી ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપક દલપતરામ વૈષ્ણવનું મોત હાર્ટ એટેકથી મોત નિપજ્યુ હતુ.

વધુ વાંચો : PM મોદીના CM નીતિશ પર પ્રહાર, ‘વિધાનસભામાં માતાઓ અને બહેનોનું અપમાન થયું….’

મળતી માહિતી મુજબ મૂળ ખરેડા ગામના અને હાલ નાની વાવડી ગામે આવેલા ભૂમિ ટાવરમાં રહેતા અને મોરબીના નાની વાવડી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપકભાઈ દલપતરામભાઈ વૈષ્ણવ અંદાજીત ઉ.વ-46નું ગઈકાલે રાત્રે બેડમિન્ટન રમ્યા બાદ હાર્ટ બેસી જતા મોત નિપજ્યું હતું. અચાનક હાર્ટ એટેકથી થયેલા મોતથી આખા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ મૂળ ખરેડા ગામના અને હાલ નાની વાવડી ગામે આવેલા ભૂમિ ટાવરમાં રહેતા અને મોરબીના નાની વાવડી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપકભાઈ દલપતરામભાઈ વૈષ્ણવ અંદાજીત ઉ.વ-46નું ગઈકાલે રાત્રે બેડમિન્ટન રમ્યા બાદ હાર્ટ બેસી જતા મોત નિપજ્યું હતું. અચાનકથી થયેલા મોતથી આખા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.

હાર્ટ એટેકથી અરેરાટી

દીપકભાઈ મોરબીના નાની વાવડી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતાં, તેમના નિધનથી પરિવાર શોકમગ્ન બન્યો છે. સુરતમાં પણ હાર્ટ એટેકથી મોતની ઘટના સામે આવી છે. સુરતમાં ચાની દુકાન સામે જ સિક્યુરિટી ગાર્ડને હાર્ટ એટેક આવતા મોત થયું છે. સુરતના વેસુ વિસ્તારમાં આ ઘટના બની છે. ચા પીતા પીતા તબીયત લથડી હતી. ત્યાર બાદ સિક્યુરિટી ગાર્ડ બેભાન થઈ ગયો હતો. ગાર્ડનું હાર્ટ એટેકથી મોત થયાનું માનવામાં આવી રહ્યું છે, જો કે પોસ્ટ મોર્ટમ બાદ જ ખરૂ કારણ સામે આવી શકશે.

વધુ વાંચો : અહિ ક્લિક કરો

Leave a Comment