Jio Plan: જિયોનો સુપરહિટ 30 દિવસની વેલિડિટીવાળો પ્લાન, મન ભરીને વાપરો ડેટા, કોલિંગનો પણ લાભ

Jio Plan: રિલાયન્સ જિયો પાસે ગ્રાહકોની જરૂરીયાત પ્રમાણે અનેક પ્લાન ઉપલબ્ધ છે. જિયોના પોર્ટફોલિયોમાં એક 296 રૂપિયાનો પ્લાન પણ છે. આ પ્લાનમાં યૂઝર્સને 30 દિવસ સુધીની વેલિડિટી મળે છે.

Jio 30 Days Plan:

રિલાયન્સ જિયોનો 296 રૂપિયાનો પ્લાન ઓછા ખર્ચમાં એક મહિનાની વેલિડિટી અને અનલિમિટેડ કોલિંગ તથા ડેટા આપે છે. આ પ્લાનમાં ગ્રાહકોને 30 દિવસની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ અને ડેટાની સર્વિસ મળે છે. પ્લાનની સુવિધાઓ સાથે તમારી 30 દિવસની ડેટા અને કોલિંગની જરૂરીયાત જરૂર પૂરી થઈ જશે. જાણો આ પ્લાનની વિગત…

જિયોનો 296 રૂપિયાનો પ્રીપેડ પ્લાન

Jio Plan જો તમે લાંબી વેલિડિટીવાળો રિચાર્જ પ્લાન જોઈ રહ્યાં છો તો જિયોનો 296 રૂપિયાનો પ્લાન તમને કામ આવી સકે છે. 296 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં તમને 30 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં કુલ 25 જીબી ડેટા મળે છે. હાઈ સ્પીડ ડેટા ખતમ થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટી જશે. આ ઓફરની ખાસ વાત છે કે તમે 25 જીબી ડેટાનો ઉપયોગ ગમે ક્યારે કરી શકો છો. તેમાં કોઈ ડેટા લિમિટ નથી.

ફાયદા

જિયોના આ પ્લાનમાં વોઇસ કોલિંગ મળે છે. પ્લાનમાં જિયો ખુદની એપ્સ જિયો ટીવી, જિયોસિનેમા, જિયો ક્લાઉડ અને જિયો સિક્યોરિટીનું સબ્સક્રિપ્શન પણ આપે છે. આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસનો લાભ પણ મળે છે.

chandrachuda: કોણ હશે એ જજ, જે તોડશે CJI ચંદ્રચુડનો રેકોર્ડ? પિતા એસેમ્બલી સ્પીકર રહી ચૂક્યા છે, વકીલોનો છે પરિવાર

ગ્રાહકો માટે છે બેસ્ટ

જો તમે દરરોજ 1જીબી ડેટાવાળો પ્લાન ઈચ્છો છો તો જિયોનો 296 રૂપિયાવાળો પ્લાન તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે, કારણ કે તેમાં દરરોજની ડેટા લિમિટ નથી. સાથે તેમાં તમને કુલ 30 દિવસની વેલિડિટી પણ મળે છે. પ્લાનમાં કંપની અનલિમિટેડ કોલિંગની સાથે એસએમએસની પણ સુવિધા આપી રહી છે.