Junagadh: વેફરની સિઝનમાં બટેટાના અને આકરી ગરમીમાં લીંબુના ભાવ વધ્યા, ડુંગળી પણ મોંઘી થઈ

Junagadh : ઉનાળાની ગરમી વધતા લીલા શાકભાજીની આવક ઓછી થઇ છે. તેમજ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. તેવામાં ડુંગળી અત્યારે 35થી લઈને 50 રૂપિયે કિલોએ વેચાઈ રહી છે. જ્યારે બટાકા 35થી 50 કિલો રૂપિયા સુધી ભાવ પહોંચી ગયો છે.

આ ભાવ વધારા અંગે ગૃહિણીઓએ આક્રોષ સાથે કહ્યું હતું કે, મોંઘવારી ઘટવાનું નામ લઇ રહી નથી બલકે વધી રહી છે. હાલ ઉનાળું વેકેશન ચાલતું હોવાને લીધે પણ ગૃહિણીઓ વેફર, કાતરી બનાવવા માટે બટાકાનો સૌથી વધુ ખરીદી કરતી હોવાથી બટાકાના ભાવમાં વધારો થયો છે.

જ્યારે મોંઘા લીંબુ પણ તમને હસાવતા હતા. જેમાં એપ્રિલ મહિનામાં લીંબુનો ભાવ 400 રૂપિયે કિલો સુધી પહોંચ્યો હતો. તેમજ 2024માં પણ આકરી ગરમી અને ગ્લોબલ વોર્મિંગનાં કારણે ઉત્પાદન ઓછું હોવાથી લીંબુના ભાવ ભરઉનાળે 140થી 160 કિલો રૂપિયા સુધી પહોચ્યાં છે. આગામી સમયમાં પણ વધુ ગરમી પડશે તો હજુ પણ ભાવ વધવાની શક્યતા છે. તેવું માર્કેટિંગ યાર્ડના વેપારીઓ જણાવી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડ ખાતે લીંબુના ભાવ વધુ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.