Narendra Modi Stadium ક્રિકેટરોની એક ઝલક જોવા લોકો ઉભા રહે છે કલાકો, તેમજ હોટલ બહાર દર્શકોનો જમાવડો!

Narendra Modi Stadium :19 નવેમ્બર, 2023ના રોજ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે. ઓસ્ટ્રેલિયન ટીમ પાંચ વાર વર્લ્ડકપ ટ્રોફી ઉપાડી ચૂકી છે. જ્યારે ભારત-વેસ્ટ ઈન્ડિઝની ટીમ 2-2 વાર વર્લ્ડ કપ જીતી ચૂકી છે. પાકિસ્તાન, શ્રીલંકા અને ઈંગ્લેન્ડની ટીમ એક-એક વાર વર્લ્ડ કપ જીતી ચૂકી છે.

Narendra Modi Stadium

ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ ભલે કાલે યોજાવાની છે પરંતુ સ્ટેડિયમ બહાર ક્રિકેટ પ્રેમીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. ખેલાડીઓ ક્રિકેટની તૈયારીઓ કરી રહી છે. બંને ટીમો પ્રેક્ટિસ કરી રહી છે. મેચ શરૂ થાય તે પહેલા આજે અડાલજની વાવ ખેલાડીઓ પહોંચ્યા હતા. ક્રિકેટ ફેન્સમાં પણ મેચને લઈ અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટને જોવાનો તો ક્રેઝ દર્શકોમાં છે પરંતુ ક્રિકેટરનોને જોવાનો પણ ઉત્સાહ છે. Narendra Modi Stadium માં તો ભીડ દેખાઈ રહી છે, પરંતુ ક્રિકેટરો જે હોટલમાં રોકાયા છે તે હોટલની બહાર પણ દર્શકોનું ટોળું તેમને જોવા માટે ઉમટ્યું છે.

Narendra Modi Stadium ક્રિકેટરોની મેચને પગલે હોટેલના ભાવમાં થયો વધારો

અમદાવાદના એરપોર્ટ પર ક્રિકેટરોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પરંપરાગત રીતે ખેલાડીઓની આગતા-સ્વાગતા કરવામાં આવી. ભારતીય ખેલાડીઓ આઈટીસી નર્મદા હોટલમાં રોકાયા છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ તાજ હોટલમાં રોકાઈ છે. ક્રિકેટ જોવાનો ક્રેઝ તો લોકોમાં હોય છે પરંતુ તેનાથી વધારે ક્રેઝ ક્રિકેટરને જોવાનો હોય છે. અમદાવાદમાં ક્રિકેટને કારણે હોટેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

વધુ વાચો: LG એ ફ્રિજ જેવું એક Washing Machine લાવ્યું છે નાની જગ્યામાં પણ થઇ જશે ફિટ, જાણો કિંમત અને ફિચર્સ

હોટલના રૂમની કિંમત એકાએક વધી ગઈ. રિક્ષાના ભાડામાં પણ વધારો થયો છે. ટિકિટના ભાવની તો વાત જ ન પૂછાય. બ્લેકમાં બહુ મોંઘા ભાવે ટિકિટો વેચાઈ રહી છે તેવા સમાચાર અનેક વખત સામે આવ્યા છે. અમારી ટીમ જ્યારે સ્ટેડિયમમાં સ્ટોરી કવર કરવા ગઈ ત્યારે ત્યાં ઉભેલા લોકો ટિકિટ માટે ગમે તેટલા રુપિયા આપવા તૈયાર હતા. એક વ્યક્તિએ કીધું કે 50 હજારથી વધારે પણ ચૂકવવા તૈયાર છે.

ક્રિકેટરની એક ઝલક મેળવવા માટે લોકો જોવે છે કલાકો રાહ!

ક્રિકેટરોની એક ઝલક મેળવવા માટે તેમના ફેન્સ ભલે ગમે તેટલા કલાક કેમ ન ઉભું રહેવું પડે પરંતુ તે લોકો એક ઝલક માટે તરસી રહ્યા છે. ક્રિકેટરો જ્યાં રોકાયા છે ત્યાં પણ ફેન્સનો જમાવડો જોવા મળી રહ્યો છે. ક્રિકેટરોને જોવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. મેચને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બહાર ગામથી, બીજા દેશોથી મેચને જોવા માટે લોકો આવી રહ્યા છે. ત્યારે તમે પણ કમેન્ટમાં જણાવો આ વર્લ્ડ કપ ફાઈનલની મેચ કોણ જીતશે?

વધુ વાચો: 7/12 utara gujarat online : ૭/૧૨ ઉતારા ૮-અ, અહીંથી ડાઉનલોડ કરો ઓનલાઈન, મેળવો માત્ર 2 મીનીટમાં

ગોલ્ડન બેટ એવોર્ડ

વર્લ્ડ કપ ટુર્નામેન્ટ દરમિયાન સૌથી વધારે રન બનાવનાર બેટરને ગોલ્ડન બેટ એવોર્ડ આપવામાં આવે છે. આઈસીસી ગોલ્ડન બેટ એવોર્ડ વર્ષ 1975થી શરુ થયા હતા.

ગોલ્ડન બોલ એવોર્ડ

સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીને ગોલ્ડન બોલ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ 1975માં પ્રથમ વખત આપવામાં આવ્યો હતો. હાલમાં તેને “ICC ગોલ્ડન બોલ” કહેવામાં આવે છે.

વર્લ્ડ કપબોલરદેશવિકેટ
1975ગૈરી ગિલમોર બર્નાર્ડ જૂલિયનઓસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડિઝ11 11
1979માઈક હેડ્રિકઈંગ્લેન્ડ10
1983રોઝર બિન્ની   ભારત18
1987ક્રેગ મેક્ડરમોટઓસ્ટ્રેલિયા18
1992 વસીમ અકરમપાકિસ્તાન18
1996અનિલ કુંબલે   ભારત15
1999જયોફ એલોટ શેન વોર્નન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા20 20
2003ચમિંડા વાસશ્રીલંકા23
2007ગ્લેન મેક્ગ્રાઓસ્ટ્રેલિયા26
2011ઝહીર ખાન શાહિદ અફરીદી   ભારત પાકિસ્તાન21 21
2015મિચેલ સ્ટાર્ક ટ્રેન્ટ બોલ્ટઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ22 22
2019મિચેલ સ્ટાર્કઓસ્ટ્રેલિયા27

વધુ વાચો:Indian Railway Bharti:પરીક્ષા વિના પસંદગી 10 પાસ અને ITI પાસ માટે રેલવેમાં નોકરીની તક, અને સારો પગાર

પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ

પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ તે ખેલાડીને આપવામાં આવે છે જેણે સમગ્ર વિશ્વ કપ ટુર્નામેન્ટ દરમિયાન દરેક વિભાગમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હોય. આ એવોર્ડ 1992માં પ્રથમ વખત આપવામાં આવ્યો હતો. હાલમાં “આઈસીસી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ” કહેવાય છે.

વર્ષખેલાડીદેશપ્રદર્શન
1992માર્ટિન ક્રોન્યૂઝીલેન્ડ456  રન
1996સનથ જયસૂર્યાશ્રીલંકા221 રન અને 6 વિકેટ
1999 લાંસ ક્લૂજનરદક્ષિણ આફ્રીકા281 રન અને 17 વિકેટ
2003સચિન તેંડુલકરભારત673 રન અને 2 વિકેટ
2007ગ્લેન મેક્ગ્રાઓસ્ટ્રેલિયા26 વિકેટ
2011યુવરાજ સિંહભારત362 રન અને 15 વિકેટ
2015મિચેલ સ્ટાર્કઓસ્ટ્રેલિયા22 વિકેટ
2019 કેન વિલિયમ્સનન્યૂઝીલેન્ડ578 રન અને 2 વિકેટ

ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ પુરસ્કાર

વર્લ્ડ કપ ફાઇનલમાં શ્રેષ્ઠ ખેલાડીને ખાસ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ 1975માં પ્રથમ વખત આપવામાં આવ્યો હતો.

વર્ષખેલાડીદેશપ્રદર્શન
1975ક્લાઈવ લોયડવેસ્ટ ઈન્ડિઝ102 રનની ઈનિંગ
1979વિવિયન રિટર્ડસવેસ્ટ ઈન્ડિઝ138* રનની ઈનિંગ
1983 મોહિંદર અમરનાથભારત12/3 અને 26 રન
1987ડેવિડ બૂનઓસ્ટ્રેલિયા75 રનની ઈનિંગ
1992વસીમ અકરમપાકિસ્તાન33*(18) અને 49/3
1996અરવિંદ ડિસિલ્વાશ્રીલંકા107*રન અને 42/3
1999 શેન વોર્નઓસ્ટ્રેલિયા33/4
2003રિકી પોન્ટિંગઓસ્ટ્રેલિયા140* રનની ઈનિંગ
2007એડમ ગિલક્રિસ્ટઓસ્ટ્રેલિયા149 રનની ઈનિંગ
2011મહેન્દ્ર સિંહ ધોનીભારત91* રનની ઈનિંગ
2015જેમ્સ ફોલ્કનરઓસ્ટ્રેલિયા36/3
2019બેન સ્ટોક્સઈંગ્લેન્ડ84* રનની ઈનિંગ

હું મફતમાં ICC લાઇવ કેવી રીતે જોઈ શકું?

Leave a Comment