હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન ધક્કા નહીં ખાવા પડે, પાસપોર્ટ ઓફિસની સ્પષ્ટતા, જાણી લો નિયમ

હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન ધક્કા નહીં ખાવા પડે, પાસપોર્ટ ઓફિસની સ્પષ્ટતા, જાણી લો નિયમ : વેરિફિકેશન (Passport Verification) માટે અરજદારોને પોલીસ સ્ટેશનોમાં રૂબરૂ બોલાવવાની જરૂર નથી. નિયમ મુજબ પોલીસ તમારા ઘરે આવીને વેરિફિકેશન કરશે. પાસપોર્ટની અરજી (Passport Application) લઈને નાગરિકો ભારે પરેશાન થઈ રહ્યાં છે. કેમકે અરજી કર્યા બાદ વેરીફિકેશન માટે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવે એટલે તમામ દસ્તાવેજો સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થવુ પડે છે. પણ RTI હેઠળ ખુદ કચેરીએ સ્પષ્ટતા કરી છે કે, અરજદારોએ ત્યાં જવાની જરૂરત નથી.

પાસપોર્ટ

પાસપોર્ટ કઢાવવાની પ્રક્રિયા દરમિયાન પોલીસ સ્ટેશન નહીં જવું પડે

દેશમાં તમામ ઓનલાઈન પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર (POPSK) પર પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC) માટે અપ્લાય કરી શકે છે. તેનાથી સર્ટિફિકેટ માટે પહેલાથી અપોઈન્ટમેન્ટ લઈ શકાશે. ભારતીય પાસપોર્ટ હોલ્ડરને PCC ઈસ્યૂ કરી આપવામાં આવે છે. આ સુવિધા 28 સપ્ટેમ્બરથી લાગુ થઈ રહી છે જેથી નવા અરજદારોએ પોલીસ સ્ટેશન જવું પડશે નહીં.

કઢાવવા માગતા લોકો માટે એક સારી ખબર આવી છે. હવે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ માટે (PCC) માટે પણ ઓનલાઈન અપ્લાય કરી શકો છો. આ સુવિધા આજ (બુધવાર)થી શરુ થશે. વિદેશ મંત્રાલયે સોમવારે કહ્યું કે કઢાવવાની અરજી દાખલ કરનાર હવે PCC માટે તમામ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર (POPSK) પર ઓનલાઈન અરજી કરી શકે છે. વિદેશ મંત્રાલય પાસપોર્ટ જારી કરવા માટે નોડલ મિનિસ્ટ્રી છે. અરજદાર માટે પાસપોર્ટ ઈસ્યૂ કરવા માટે પોલીસ ક્લિયન્સ પ્રમાણપત્ર જરુર છે. સ્થાનિક પોલીસ આ પ્રમાણપત્ર આપવામાં સમય લે છે, જેના કારણે પાસપોર્ટ મળવામાં મોડું થતું હોય છે. કેટલાક લોકોને પોલીસ સ્ટેશનમાં જઈને કડવા અનુભવ થયા છે જેનાથી હવે છૂટકારો મળી જશે.

વધુ વાચો: હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત:મોરબીના નાની વાવડી ગામે શિક્ષકને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યુ

ઓફિસે તમામ પોલીસ કમિશ્નરો-અધિક્ષકોને સ્પષ્ટતા મોકલી

સુરતના જાગૃત્ત નાગરિક સંજય ઇઝાવા દ્વારા પાસપોર્ટ ઓફિસ અને પોલીસ કમિશ્નર કચેરીમાં આ સંદર્ભમાં RTI કરી હતી. જેના જવાબમાં જાણવા મળ્યુ છે કે, ૨૦.૧૧.૨૦૧૮ના રોજ પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલય, અમદાવાદ (Ahmedabad Regional Passport Office) દ્વારા ગુજરાતના તમામ કમિશ્નરો તથા પોલીસ અધિક્ષકોને મોક્લવામાં એક સ્પષ્ટતા મોકલાઈ છે. જે મુજબ, પોલીસે ફક્ત અરજદારની રાષ્ટ્રીયતા અને ક્રિમિનલ કેસ અંગેની તાપસ કરવાની હોય છે. અરજદારની ઓળખ અંગે કચેરી-પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા ચકાસણી કરાતી હોવાથી આ અંગેનું કોઈ કામ પોલીસને કરવાનું રહેતુ નથી.

સૂચના વગર પોલીસ કોઈપણ દસ્તાવેજ ચકાસણી નહીં કરી શકે

ઉપરાંત, અરજદારના સરનામાં અંગે કોઈ ચકાસણી કરવાની જરૂરિયાત પોલીસને નથી. અરજદારને રૂબરૂ મળવા અથવા અરજદારની સહી લેવાની કોઈ જરૂરિયાત નથી. જરૂરી લાગે તો પોલીસ કોઈ કેસમાં અરજદારને મળવા અથવા એની રહેણાંક જગ્યા પર જઈ શકે છે. કોઈ ખાસ કેસમાં પાસપોર્ટ ઓફિસ દ્વારા પોલીસને સૂચના આપવામાં નહી આવે ત્યાં સુધી કોઈ પણ દસ્તાવેજ ચકાસણી કરવાની નથી. પોકેટ કોપ મોબાઈલ એપથી પાસપોર્ટ વેરિફિકેશન કરવાનું હોવાથી પોલીસે અરજદારના ઘરે જઈને વેરિફિકેશન કરવું એવું સ્પષ્ટ સૂચના પોલીસ મહાનિર્દેશક દ્વારા વારંવાર અપાઈ છે.

શા માટે PCCની જરુર પડે છે?

વિદેશ મંત્રાલયે કહ્યું કે આ પગલાથી વિદેશમાં રોજગાર ઈચ્છતા ગ્રાહકોને ફાયદો થશે અને પોલીસ ક્લિયન્સ સર્ટિફિકેટની અન્ય માંગોને પણ પૂરી કરી શકાશે. ઈન્ડિયન પાસપોર્ટ હોલ્ડરને PCC ઈસ્યૂ કરી આપવામાં આવે છે. જો તેઓ રહેવાની સ્થિતિ, રોજગાર કે લોંગ ટર્મ વીઝા કે ઈમિગ્રેશન માટે અરજી કરે છે તો તેમના માટે આ જરુરી છે. ટુરિસ્ટ વીઝા પર વિદેશ જનારા લોકો માટે PCC ઈસ્યૂ કરવાની જરુર નથી.

કેવી રીતે થશે કામ?

પોલીસ કમિશ્નર સંજય પાંડેય અનુસાર, આવેદકનાં ઘરે જનાર કોન્સ્ટેબલ જ પાસપોર્ટ વેરિફિકેશન સાથે જોડાયેલ તમામ કામ કરશે. આવેદકે કંઈ કરવાની જરૂર રહેશે નહી. વેરિફિકેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ તથા તેની જાણકારી કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશને લઈને ચાલ્યો જશે. જો તેમાં કોઈ ભૂલ મળશે તો આવેદકે પોલીસ સ્ટેશન જવું પડશે. મુંબઈ પોલીસની આ પહેલથી પાસપોર્ટ ક્લીયરન્સનું કામ સરળ અને ઝડપથી પતશે.

પોલીસ વેરિફિકેશન શા માટે?

પોલીસ વેરિફિકેશનમાં એ વાતની તપાસ કરવામાં આવે છે કે આવેદક વિરુદ્ધ કોઈ ચાર્જ તો નથી ને કે પછી કોઈ અપરાધિક કેસમાં તો ફસાયેલ નથી ને. અપરાધિક મામલો મળવા પર પોલીસ પાસપોર્ટ વેરિફિકેશન અટકાવી શકે છે.

(Disclaimer: પ્રિય વાચકો આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Leave a Comment