Pradhan Mantri Gram Sadak Yojana || પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના

Pradhan Mantri Gram Sadak Yojana-૧ હેઠળ ૨૦ પ૭ પરાઓ અને ૧૨૩૦ બિન આદિજાતિ પરાઓ મળી કુલ ૩૨૮૭ પરાઓ કુલ પ૩૪૮. ૯૨ કિલોમીટરની લંબાઈ દ્વારા એક બારમાસી રસ્તા ડાણના લાભ માટે રૂ. ૧૩૬૪.૬૭ કરોડની કિંમતે આવરી લેવા પરાઓને જોડતા પર ૧૨.૩૦ કિલોમીટરના રસ્તાઓના કામો પૂર્ણકરવામાં આવ્યા છે.

Pradhan Mantri Gram Sadak Yojana
Pradhan Mantri Gram Sadak Yojana

Pradhan Mantri Gram Sadak Yojana

  • પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના – ૧

વસ્તી ગણતરી ૨૦૦૧ મુજબના ૨૫૦થી વધુ વસ્તીના આદિજાતિ પરાં અને ૫૦૦થી વધુ  વસ્તીવાળા બિન આદિજાતિ પરાંઓને કનેક્ટિવીટી આપવી.

  • પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના – ૨

જે રાજ્યોમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના – ૧ મુજબના મળવાપાત્ર પરાં જોડાણની ૧૦૦% મંજૂરી મેળવી લેવામાં આવી હોય તેવા રાજ્યોના હૈયાત રોડ નેટવર્ક પૈકી માર્ગદર્શિકા મુજબના માર્કિંગની પાત્રતામાં આવતા પસંદગીના ગ્રામ્ય અને અન્ય જિલ્લા માર્ગોને જોડીને બનતા થ્રુ રુટને ૫.૫ મિટર સુધી પહોળા કરવાની અને મજબુતીકરણની જોગવાઈ છે.

યોજનાના ફાયદા/સહાય

  • પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના- ૧ હેઠળ ૨૦૫૭ આદિજાતિ પરાંઓ અને ૧૨૩૦ બિન આદિજાતિ પરાંઓ મળી કુલ ૩૨૮૭ પરાંઓ કુલ ૫૩૪૮.૯૨ કિલોમિટરની લંબાઈ દ્વારા એક બારમાસી રસ્તાથી જોડાણના લાભ માટે રૂ.૧૩૬૪.૬૭ કરોડની કિંમતે આવરી લેવામાં આવ્યા છે. જે પૈકી ૩૨૬૧ પરાંઓને જોડતાં ૫૨૧૨.૩૦ કિલોમિટરના રસ્તાઓનાં કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે. ઉપરાંત કુલ ૬૧૯૧.૩૭ કિલોમિટરના ગ્રામ્ય રસ્તાઓ ને રૂ.૨૦૦૩.૪૯ કરોડની કિંમતે સુધારણા/મજબુતીકરણ માટે મંજૂરી મેળવી લેવામાં આવી, જે પૈકી ૬૦૬૩.૪૭ કિલોમિટરની લંબાઈના રસ્તાઓની સુધારણા/મજબુતીકરણનાં કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે.
  • પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના -૨ હેઠળ કુલ ૧૧૮૦.૩૧ કિલોમિટરના ગ્રામ્ય રસ્તાઓ ને રૂ. ૬૭૭.૦૧ કરોડની કિંમતે પહોળા અને સુધારણા/મજબુતીકરણ માટે મંજૂરી મેળવી લેવામાં આવી, જે પૈકી ૯૦૬.૪૨ કિલોમિટરની લંબાઈના રસ્તાઓના સુધારણા/મજબુતીકરણનાં કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે.
  • અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા

યોજના અમલીકરણ માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હેઠળની વિભાગીય કચેરી મારફતે અમલ કરવામાં આવે છે. તથા રાજ્ય કક્ષાએ સમીક્ષા ગુજરાત સ્ટેટ રૂરલ રોડ ડેવલોપમેન્ટ એજન્સી/માર્ગ અને મકાન(પંચાયત) વિભાગ દ્વારા કરવામાં આવે છે.

  • અન્ય શરતો
  • જમીન ઉપલબ્ધ કરાવવાની જવાબદારી રાજ્ય સરકારની છે.
  • મંજૂર કરેલ રકમ ઉપરનું નાણાંકીય ભારણ જેમ કે- ટેન્ડર પ્રીમિયમ/સ્ટાર રેટ/એક્સ્ટ્રા – એક્સેસ જેવી રકમ વગેરે રાજ્ય સરકારે ભોગવવાની હોય છે.
  • નવેમ્બર-૨૦૧૫ના પરિપત્ર થી ભારત સરકારે તા. ૦૧-૦૪-૨૦૧૫થી અમલમાં આવે તે રીતે યોજનાની ફંડિગ પેટર્નમાં ૬૦:૪૦ (કેન્દ્ર:રાજ્ય)નો ફેરફાર કરવામાં આવ્યો છે.

અગત્યની લિંક

Leave a Comment