President Sukhdev Singh: રાજસ્થાનમાં ધોળે દહાડે મોટા માથાની હત્યા, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીને ઘરમાં ઘૂસીને ગોળીઓથી ઠાર કરાયા

President Sukhdev Singh: રાજસ્થાનની રાજધાની જયપુરમાં રાષ્ઠ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ Sukhdev Singhગોગામેડીની ગોળી મારી હત્યા કરી દેવાઈ છે. ઘટનાને પગલે રાજપૂત કરણી સેનામાં હડકંપ મચી ગયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી.

President Sukhdev Singh
President Sukhdev Singh

President Sukhdev Singh

રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના ના અધ્યક્ષ Sukhdev Singh ગોગામેડીની જયપુરમાં ગોળી મારી હત્યા કરી દેવાઈ છે. મંગળવારે ધોળા દિવસે સ્કુટી પર આવેલા બે શખ્સોએ ગોગામેડી પર ફાયરિંગકર્યુ હતુ. ગોળી મારી બંને હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ ફાયરિંગ બાદ આજુબાજુના લોકો એક્ઠા થઈ ગયા હતા. ગોગામેડી પર ફાયરિંગ થયા બાદ તુરંત તેમને મેટ્રો માસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના સમયે ગોગામેડીની સાથે હાજર અજીત સિંહ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે વધુમાં જણાવ્યુ કે સુખદેવસિંહ ગોગામેડી મંગળવારે બપોરના 1.45 કલાકે શ્યામ નગર જનપથ ખાતે બહાર ઉભા હતા. એ દરમિયાન સ્કૂટર પર આવેલા બે હુમલાખોરોએ ગોગામેડી પર ફાયરિંગ કર્યુ હતુ. સૂચના મળતા જ શ્યામનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી

Rashtriya Rajput Karni Sena President Sukhdevsinh Gogamedi has been shot dead

ગોગામેડીના સમર્થકોના જણાવ્યા અનુસાર જે કોઈપણ આરોપીઓ છે તે કોઈ ગેંગના સભ્યો હોવાનુ પ્રતિત થાય છે અને તેમણે પુરી રેકી કરીને ઘટનાને અંજામ આપ્યો છે. છેલ્લા બે દિવસથી ગોગામેડીના બોડીગાર્ડ રજા પર હતા તેવી તેમને જાણ હોવી જોઈએ. આથી તેમણે આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે.

હત્યા પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગ હોવાની આશંકા

હુમલાખોરોએ રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના અધ્યક્ષ ગોગામેડી પર ઉપરાછાપરી ગોળીઓ ચલાવી હતી. આ હત્યા પાછળ શું મોટિવ હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે. ગોગામેડીની હત્યા બાદ તેમના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો છે અને તેમણે ગોળીનો જવાબ ગોળીથી આપવાની ચીમકી ઉચ્ચારી છે. વધુમાં આ હત્યા પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ અને વસુંધરા રાજે સિંધિયાએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહે આ હત્યાકાંડ પર ટ્વીટ કરી પરિજનોને સંવેદના પાઠવી છે. તેમણે જણાવ્યુ કે આ ઘટનાથી હું સ્તબ્ધ છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. વધુમાં તેમણે સમાજના લોકોને પણ શાંતિ જાળવી રાખવા અને સૌહાર્દ જાળવી રાખવા અપીલ કરી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વસુંધરા રાજે સિંધિયાએ ટ્વીટ કરી સમગ્ર ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.

ગોગામેડીની ત્રણ પત્નીઓ વચ્ચે પણ ચાલતો હતો વિવાદ

લોકેન્દ્રસિંહ કાલવી તેમને લઈને આવ્યા હતા પરંતુ તેમની ગુનાહિત છબી કારણે તેંમને કરણીસેનામાંથી હટાવી દેવામાં આવ્યા હતા. જો કે તેમણે તેની અલગ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બનાવી હતી. જેમા લોકેન્દ્રસિંહ કાલવી અને ગોગામેડી બંને જૂથ વચ્ચે અણબનાવ વર્ષોથી ચાલી રહ્યા હતા. ગોગામેડીની ત્રણ પત્નીઓ છે અને એ ત્રણ પત્નીઓ વચ્ચે પણ અણબનાવ સામે આવ્યા કરતા હતા. અગાઉ તેમની વચ્ચેનો વિવાદ સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યો હતો.

અગાઉ પણ હત્યાની ધમકીને પગલે ગેહલોત સરકાર સામે સુરક્ષાની કરી હતી માગ

ગોગામેડીના સમર્થકોના જણાવ્યા મુજબ તેમને અગાઉ પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા હત્યાની ધમકી મળી હતી અને તેંમણે ગેહલોત સરકાર સામે સુરક્ષાની માગ કરી હતી પરંતુ તેમને સુરક્ષા આપવામાં આવી ન હતી. તેમણે પોલીસ કમિશનર, ડીજીપી સહિતનાને મળ્યા હતા અને સુરક્ષાની માગ કરી હતી પરંતુ તેમની માગને ધ્યાને ન લેવાતા આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા રોહિત ગોદારાએ હત્યાની લીધી જવાબદારી

ગેંગસ્ટર રોહિત ગોદારાએ Sukhdev Singh ગોગામેડીની હત્યાની જવાબદારી લીધી છે. રોહિત ગોદારા લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા છે.

President Sukhdev Singh

Leave a Comment