PAKISTAN : પાકિસ્તાનમાં મોટો ફરી આતંકી હુમલો, 23 પોલીસકર્મી શહીદ , 2 આતંકી પણ ઠાર

PAKISTAN :  પાકિસ્તાનમાં ફરી એકવાર આતંકીઓએ મોટો હુમલો કર્યો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું. આ આતંકી હુમલામાં 23 પોલીસકર્મીઓનો મોત થયા છે. તો આતંકી ઘટનામાં 16 લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

PAKISTAN
PAKISTAN

PAKISTANમાં ફરી આતંકી હુમલો

આતંકવાદને પોષતું પાકિસ્તાન (PAKISTAN) હવે એજ ઝેરી વીંછીનો શિકાર બની રહ્યું છે,આજે પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો થયો છે જેમાં ૨૩ પોલીસકર્મીના મોત નીપજ્યા છે,  આતંકવાદીઓએ દક્ષિણ વજીરિસ્તાન આદિવાસી જિલ્લાની સરહદે આવેલા ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના દૂરના વિસ્તારમાં સ્થિત દરબન પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો છે. આતંકવાદીઓએ પહેલા વિસ્ફોટક ભરેલા વાહનને પોલીસ સ્ટેશનની ઇમારતમાં ઘુસાડ્યું હતું અને ત્યારબાદ મોર્ટાર દ્વારા હુમલો કરવામાં આવ્યો.

23 પોલીસકર્મી શહીદ

સમગ્ર મામલામાં સ્થાનિક પોલીસે જણાવ્યું કે આ હુમલા બાદ સુરક્ષાદળો (PakistanArmy) અને હુમલાખોરો વચ્ચે ગોળીબારમાં 23 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને 16 ઘાયલ થયા છે. જો કે, ખૈબર પખ્તુનખ્વા પોલીસે એ પણ માહિતી આપી છે કે આ એન્કાઉન્ટર દરમિયાન પોલીસે બે આતંકવાદીઓને પણ ઠાર કર્યા છે. બાકીના આતંકવાદીઓની શોધ ચાલી રહી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે હુમલો કરવા આવેલા આતંકવાદીઓની સંખ્યા કેટલી હતી.

2 આતંકી પણ ઠાર

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદી હુમલાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસને એલર્ટ કરી દેવામાં આવી હતી. વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આતંકવાદી ઘટના બાદ તાત્કાલિક નવી પોલીસ ટુકડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. આતંકવાદી હુમલાને કારણે જિલ્લાની હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે, અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લાની તમામ શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે.

Virat Kohli moved into business : Virat Kohli બિઝનેસમાં 1 સ્ટેપ આગળ વધ્યો, Pune-Mumbai પછી હવે આ શહેરમાં શરૂ કર્યો છે પ્લાન

WhatsApp પર આવેલા વોઈસ મેસેજ સાંભળ્યા બાદ થઈ જશે Automatic ડિલીટ, આ ફીચર તમે પણ જાણો શું છે?

Girlfriendથી રાઝ છુપાવા માગો છો? phoneના સેટિંગ્સમાં પાસવર્ડ વગર સેટ કરો લોક

અગત્યની લિંક

Leave a Comment