હવે Google પર તમે પણ બનાવી શકશો સેલિબ્રિટીઝની જેમ પ્રોફાઈલ

Google પર જ્યારે તમે કોઈ સેલેબ્રિટીને સર્ચ કરતા હોવ અને જે રીતે પ્રોફાઈલ દેખાય છે તેવી જ પ્રોફાઈલ હવે તમે તમારી પ્રોફાઈલ બનાવી શકશો. જ્યારે કોઈ વ્યક્તિ ગુગલ પર તમારુ નામ લખીને સર્ચ કરે તો કોઈ સેલિબ્રિટીઝ જેવી જ પ્રોફાઈલ પણ જોઈ શકશો. આના માટે તમારે પ્રમાણમાં સરળ એવી પ્રક્રિયા કવી પડશે.

તમે Google પર તમારુ નામ સર્ચ કરો તેની સાથે જ સેલિબ્રિટીઝની જેવી જ તમારી પ્રોફાઈલ જોવા મળશે. આવું ગૂગલના સર્ચ એન્જિન એડ મી ગૂગલ ફિચરની મદદથી શક્ય બનશે. આના માટે તમારે તમારુ ગૂગલ પીપલ કાર્ડ બનાવવું પડશે. જેમાં તમારા નામ સાથે તમારા લગતી કેટલીક મહત્વની વિગતો તેમાં હોય. આ બાદ તમે જ્યારે ગુગલ પર તમારુ નામ સર્ચ કરશો તો કોઈ સેલિબ્રિટીની માફક તમારી પ્રોફાઈલ જોવા મળશે. ઈન્ટરનેટના માધ્યમથી ગૂગલ ઉપર સર્ચ કરનાર કોઈ પણ વ્યક્તિ પ્રોફાઈલ બનાવી શકાશે. જાણો કેવી રીતે ગૂગલ સર્ચ માટે તમારી પ્રોફાઈલ બનાવી શકાય.

જો કે ગૂગલ પીપલ કાર્ડ માત્ર મોબાઈલ ઉપર જ જોવા મળશે. આ ફિચર ડેસ્કટોપ કોમ્પ્યુટર કે લેપટોપ ઉપર ગૂગલનું પીપલ કાર્ડ જોવા નહી મળે. અમેરિકાની ટેક કંપનીએ હાલમાં તો આ ફિચર કેટલાક પસંદગીના જ દેશ માટે બહાર પાડ્યું છે. જો કે પસંદગીના દેશમાં ભારતનો સમાવેશ થાય છે. ભારત ઉપરાંત કેન્યા, નાઈજીરિયા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશનો પણ તેમા સમાવેશ થાય છે. ગૂગલ ઉપર તમારી પ્રોફાઈલ બનાવવા માટે તમારે અંગ્રેજી અથવા તો હિન્દી ભાષા પસંદ કરવી પડશે.

વધુ વાચો: આ 5G mobile મધ્યમ બજેટ રેન્જમાં આવે છે, મળશે 5000mAh બેટરી

Google પર આ રીતે બનાવો તમારી પ્રોફાઈલ

Google ઉપર પીપલ કાર્ડ બનાવવા માટે ગૂગલમાં તમારુ એકાઉન્ટ ચાલુ હોવુ જોઈશે અને તે મોબાઈલ નંબર સાથે જોડાયલ હોવું જરૂરી છે. તમારે માત્ર એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારા એકાઉન્ટ મારફતે અન્ય કોઈની ગૂગલ પ્રોફાઈલ બનાવવુ નહી.

વધુ વાચો:  દિવાળી પર Gujarat માં સરકારી ભરતીઓની મોસમ, એક સાથે 1500 થી વધારે પોસ્ટ બહાર પાડી

  • મોબાઈલ ફોન દ્વારા ગૂગલ સર્ચ પર જઈને એડ મી ટુ સર્ચ ટાઈપ કરીને સર્ચ કરો.
  • જ્યા સુધી ગૂગલનું સર્ચ એન્જિન તમારો ઉમેરો ના કરે ત્યાં સુધી તેને સ્ક્રોલ કરો.
  • ગેટ સ્ટાર્ટ પર ટેપ કરો અને વેરિફિકેશન માટે મોબાઈલ નંબર લખો.
  • મોબાઈલ નંબર ઈન્ટરનેટ પર કોઈને દેખાશે નહીં. જો તમે તેની પરવાનગી આપશો તો જ તે કોઈને દેખાશે.
  • એના પછીની પ્રક્રિયાના ભાગરૂપે બીજા પેજ પર તમારા વિશે કેટલીક જરૂરી વિગતો લખો. અહીં તમારું નામ એની જાતે જ ભરાયેલુ આવશે. તમારે તેમા ફક્ત સ્થળ, તમારા વિશે, તમારા વ્યવસાય, તમારા શિક્ષણ, વેબસાઇટ, તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, ઇ મેઇલ, ફોન નંબર અને હોમ ટાઉન જેવી પ્રાથમિક હોય તેવી જરૂરી વિગતો સામેલ કરો.
  • તમે તમારી પ્રોફાઈલ કેવી દેખાશે તે જોવા માટે પ્રિવ્યુ લખેલા વિકલ્પ પર ટેપ કરીને વિગતો ચકાસી શકશો. જો તમારી પ્રોફાઈલમાં તમે લખેલ બધુ દેખાતું હોય અને તમને બધું બરાબર લાગતુ હોય તો Sumbit વિકલ્પ પર ટેપ કરો.

વધુ વાચો:  Uttarkashi Tunnel Collapsed : ઉત્તરાખંડમાં દિવાળીના દિવસે મોટી દુર્ઘટના: નિર્માણાધીન ટનલ તૂટતા 50થી વધુ શ્રમિકો ફસાયા

આટલું કર્યા પછી ગૂગલ તમને જણાવશે કે થોડા કલાકોમાં તમારું નામ ગૂગલ સર્ચ પર જોવા મળશે. જો તમારું અને અન્ય કોઈપણનું નામ એક જ હોય, તો તમારે તમારા વ્યવસાય અથવા બીજું કંઈકમાં ફેરફાર કરવો પડશે, જેથી તમારી પ્રોફાઇલ તે વ્યક્તિથી અલગ દેખાય.

Home Page : Clack Hare

Leave a Comment